Book Title: Paap Pratighat ane Gun Bijadhan
Author(s): Raj Saubhag Satsang Mandal Saila
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 108
________________ સૂત્ર - ૧ 3. : h-2 : સુકૃત આસેવન પ્રાસંગિક વસ્તુ સાથે દુષ્કૃતગહને વર્ણવી. હવે પાપ- પ્રતિઘાત અને ગુણ-બીજાધાનનો ત્રીજો ઉપાય સુકૃત-આસેવન વર્ણવે છે. संविग्गो जहासत्तीए सेवेमि सुकडं, अणुमोएमि सव्वेसिं अरहंताणं अणुट्ठाणं, सव्वेसि सिद्धाणं सिद्धभावं । અર્થ અને વિવેચન :- સંવિગ્ન બનેલો હું યથાશક્તિ સુકૃતને સેવું છું. ‘સંવિગ્ન’ એટલે સંવેગવાળો, એટલે કે મોક્ષ અને મોક્ષમાર્ગનો અર્થી. ‘સેવું છું' ઉપરાંત અનુમોદું છું. શું ? સર્વે અરિહંત પરમાત્માનાં ધર્મદેશના વગેરે ઉત્તમ અનુષ્ઠાનો, અને સર્વ સિદ્ધોની સિદ્ધ દશા. આગળ, કરણ-કરાવણ અને અનુમોદનને સમાન ફલ આપનારા કહેવાના છે. તો અહીં સૂત્રકારે ઉચ્ચ અનુષ્ઠાનોને અનુમોદવાનો જાણે સ્વયં કરવા સમાન કેવો મહાન લાભ બતાવ્યો ! ત્રિકાળના અનંત જિનેશ્વર દેવોનાં અનંત દુષ્કર અનુષ્ઠાન આપણે આચરવાનું તો શું ગજું ? પણ એ અનુષ્ઠાનોની અનુમોદના દ્વારા એ અનુષ્ઠાનોને કરવા જેટલો લાભ થાય ! અરિહંતનાં અનુષ્ઠાનો ક્યા ? આ;- શ્રેષ્ઠ અપ્રમત્ત સંયમ, ઉગ્રવિહાર, ઘોર તપ, પ્રચંડ પરિસહજય, ભયંકર ઉપસર્ગોમાં લોકોત્તર સહિષ્ણુતાથી દ્દઢ હૃદયે ધ્યાન, ક્રૂર કર્મથી નિર્દયપણે પીડાતા જગતને તારક ધર્મનો ઉપદેશ, ભવ્ય જીવોને ચિંતામણિથી ય અધિક શ્રુત-સમ્યક્ત્વ-દેશવિરતિ અને સર્વવિરતિનું દાન, સંયમ પ્રેરણા વગેરે વગેરે. આવાં એક એક અરિહંત પ્રભુનાં કેટલાએ સર્વસુંદર અનુષ્ઠાનો (ક્રિયાઓ) ! ધન્ય જીવન ! ધન્ય પ્રવૃત્તિ ! એવા અનંત જિનેશ્વર દેવોનાં અનંત અનુષ્ઠાનોની હું પુલકિત હૃદયે અનુમોદના કરૂં છું. ‘અહો ! કેવી એમની લોકોત્તર કાર્યવાહી ! અહો મારા જેવા દીન દુ:ખી જગતના ભવ્યજીવોને કેવાં અતિ ઉપકારક એ અનંત અરિહંત પ્રભુનાં અનંત ઉત્તમોત્તમ સુંદર અનુષ્ટાનો ! અરે એમાંનાં એકાદ પણ અનુષ્ઠાનને આચરવા હું સમર્થ નથી, છતાં અહોભાગ્ય મારાં કે મને એ ઉત્તમોત્તમ અનુષ્ટાન જાણવા-સમજવા મળ્યાં ! એની પ્રમોદ ભાવના મળી ! મને એની અનુમોદના કરવાનું મળ્યું !' અહીં સમજવાનું છે કે ‘કરણ, કરાવણ અને અનુમોદન, સરિખાં ફળ નિપજાયો રે' એ કથનના અનુસારે ધર્મ-સાધનાના એ ત્રણ રસ્તા. એમાં આ ત્રીજા ઉપાય તરીકે બતાવેલ અનુમોદના ૪ વિશેષતાથી યાને (૧) ભાવપૂર્ણ હૃદયે, (૨) આત્માને ગળગળો કરીને, (૩) સંભ્રમ (અપૂર્વહર્ષ) અને બહુમાન સહિત, અને (૪) તે

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122