Book Title: Paap Pratighat ane Gun Bijadhan
Author(s): Raj Saubhag Satsang Mandal Saila
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 107
________________ : ૯૪ : પંચસૂત્ર ભવોમાં એ ઉત્તરોત્તર આગળ વધતાં અંતે એ સમરાદિત્ય કેવળી ભગવાન થયા. આમ પ્રાર્થના, બહુમાન, ગર્તાઆદિ એ મોક્ષ પર્યત ઉપયોગી થાય એવી શુભ સંસ્કારની અને શુભ કર્મની પરંપરાને અખંડિત રાખે છે. પ્રાર્થનાથી આવી પરંપરાને આપનારૂં શુભ કર્મ મને પ્રાપ્ત થાઓ. આ અરિહંતાદિનો સંયોગ સફળ છે. અર્થાત્ સંયોગ મળ્યા પછી અરિહંતની સેવા કરીએ તો સંયોગ સાર્થક થયો ગણાય. એમની સેવા સતત કરવી એ માનવ-જીવનની લ્હાણ છે. બીજાની સેવાથી જીવે સુખને બદલે દુ:ખ દીઠાં છે. આમની સેવાથી શાશ્વત સુખ લાધે છે. તેથી જ, * पत्तेसु एएसु अहं सेवारिहे सिआ आणारिहे सिआ पडिवत्तिजुत्ते सिआ निरइआरपारगे सिआ। અર્થ-વિવેચન :- “હું ઈચ્છું છું કે તારક દેવાધિદેવ અને સદ્ગુરુઓ મને પ્રાપ્ત થયા છે તો હું એમની સેવા-ઉપાસના કરવાને યોગ્ય થાઉં, લાયક થાઉં,” ઉત્તમ પુરુષોની સેવા સારી રીતિએ કરવાનું યોગ્ય આત્માઓ જ કરી શકે. વળી યોગ્ય બનીને કરાતી સેવા સેવ્યની આજ્ઞાના પાત્ર બનાવે છે. માટે “એમની કલ્યાણકારી આજ્ઞા ઝીલવાને હું પાત્ર બનું.’ જિનની આજ્ઞાનું પાલન તો શિવસુંદરીનો સંકેત છે. એની પ્રતિપત્તિવાળો થાઉં, સ્વીકાર, ભક્તિ, બહુમાન અને સમર્પિતતાવાળો થાઉં, જેથી એમની આજ્ઞાને અતિચાર-રહિતપણે સંપૂર્ણ પાળી આજ્ઞાને પાર પામનારો થાઉં; અર્થાત નિરતિચાર આજ્ઞાપાલનની પરાકાષ્ઠાએ હું પહોંચે. એ માટે આ મારી બહુમાનવાળી પ્રાર્થના છે.” સેવા-ભક્તિ વિના આજ્ઞાની લાયકાત ન મળે; અને આજ્ઞા ઝીલવાની સમ્યગુ આત્મ-દશા વિના આજ્ઞાનો સાચો સ્વીકાર અને સમર્પિતપણું થવું અશક્ય છે. તેમ સ્વીકાર સમર્પિતપણા વિના સંપૂર્ણ આજ્ઞાને પાળી લેશ પણ સ્કૂલના કે દોષ ન લગાડી ભવ પાર ઉતરવાનું કાર્ય અશક્ય છે. માટે એ ક્રમ મૂક્યો કે સેવા- ભક્તિની મને લાયકાત મળો, આજ્ઞા ઝીલવાની યોગ્યતા મળો, મને આજ્ઞાનું પાલન મળો, ને હું આજ્ઞાપાલનને, દોષ લગાડ્યા વિના, અખંડ ચલાવી પરકાષ્ઠાની આજ્ઞાનાં પાલન સુધી પહોંચું.' , અહીં સૂચવ્યું કે દેવ-ગુરુ-સંયોગ મળવા પર પહેલું કર્તવ્ય “ લાયક બની એમની સેવા કરવાનું છે.” * શäભવ, ભદ્રબાહુ, હરિભદ્ર, વગેરે બ્રાહ્મણો ચારિત્ર લઈને પહેલાં દેવ-ગુરૂની સેવામાં લાગી ગયા, તો જિનાજ્ઞા-જિનવચનને યોગ્ય બની એને ઝીલતા પ્રભાવક આચાર્ય થયા. વરાહમિહિર, કુલવાલક, બાલચંદ્ર વગેરે એ ભૂલ્યા તો સંસારે રલ્યા. માટે લાયક બની સેવા કરવી.

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122