Book Title: Paap Pratighat ane Gun Bijadhan
Author(s): Raj Saubhag Satsang Mandal Saila
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 105
________________ : ૯૨ : પંચસૂત્ર કહો એટલા માટે કે તત્તાનુસારી માણસે અધિક ગુણો માટે અને અધિક ગુણી તરફ મૂકતા વલણ માટે પ્રયત કરવો જોઈએ. આ કરાય તો જ તત્ત્વ સ્વીકાર્યું એ સાચું ગણાય. આ એક પ્રસિધિ (કર્તવ્ય નિશ્ચય) છે, કે “હું અરિહંત પ્રભુની અને ગુરુની અનુશાસ્તિ ઈચ્છું છું.” વળી પ્રણિધાન એ છે કે – “હોઉ મે એએહિ . .' સૂત્ર - હો રે ઉર્દ સંનોનો, હોડ પણ સુપસ્થા ! होउ मे ईत्थ बहुमाणो, होउ मे इओ मुक्खबीअं ति ॥ અર્થ-વિવેચન : “એ ત્રિલોકનાથ શ્રી અરિહંતદેવો અને કલ્યાણમિત્ર સદ્ગુરુઓનો મને ઉચિત સમ્યગુ (ભક્તિ બહુમાન સહિતનો) નિશ્ચયવાળો સમાગમ હો; શાસક-શિષ્ય-ભાવનો-સ્વામિસેવક-ભાવનો, અને કલ્યાણદાતા-કલ્યાણઅર્થિભાવ નો યોગ હો, એમના પ્રત્યે સમર્પિત ભાવવાળો સમાગમ મને પ્રાપ્ત થાઓ. અહીં ધ્યાનમાં રાખવાનું એ છે કે એમની હિતશિક્ષા અને સમાગમનાં આ બે પ્રણિધાન કેવળ કોરી પ્રાર્થના કરવાનું નથી સૂચવતા, કિંતુ “હું આ બંને પ્રાપ્ત કરવા માટે પ્રયતશીલ થાઉં', એવો હૃદયનો દૃઢ નિર્ણય કરવાનું સૂચવે છે. માટે પ્રાર્થના સાથે એવો નિર્ણય પણ કરવાનો. અરિહંતાદિનો સમાગમ પણ માત્ર સ્વબળે જ નથી મળવાનો, પણ દેવાધિદેવ અને સરુની કૃપાથી થવાનો છે. માટે એમની આગળ એની પ્રાપ્તિની ય દિલભરી ઉત્તમ પ્રાર્થના હો. “પ્રભુ ! તમારો સંયોગ મને સતત થાય,' એવું પ્રાર્થનાનું જીવંત હો. અહો ! પરમ પુરુષને કરાતી આવી ઉત્તમ વસ્તુની પ્રાર્થનામાત્ર પણ જગતમાં કેવી અલભ્ય, અણમોલ અને અનંત ઉપકારક વસ્તુ છે ! વળી એના ઉપર મને બહુ જ સદૂભાવ અને માન હો, જેથી જીવનમાં હદયના અત્યંત ઉલ્લાસ સાથે આ પ્રાર્થના વારંવાર હું કરૂં. આવી રીતે પ્રાર્થના વારંવાર કરવાથી મને મોક્ષનું બીજ પ્રાપ્ત થાઓ,” આ પણ પ્રાર્થવાનું છે. પ્રાર્થના આત્માને ન બનાવે છે, જેની આગળ પ્રાર્થના કરાય છે એના તરફ વિશેષ નિકટભાવ અને ઝુકાવટ કરાવે છે, અને શુભ અધ્યવસાયને જગાડી દીર્ધકાળ સુધી જીવંત રખાવે છે, તથા જીવને સુસંસ્કારથી સમૃદ્ધ કરે છે ! એથી મિથ્યાત્વાદિ કર્મ નાશ પામે છે, અને મોક્ષબીજ પ્રાપ્ત થાય છે. મોક્ષબીજ સુવર્ણના કળશની જેમ અનુબંધવાળું “શુભ કર્મ છે. અનુબંધ એટલે શુભની પરંપરા. જેમ સોનાનો કળશ ભાંગી જવા છતાં સોનું કાયમ રહે છે, તેવી રીતે પ્રાર્થનાથી પ્રાપ્ત થયેલું શુભ પુણ્યકર્મ વિપાકે ભલે ભોગવાઈ જવા છતાં, એ શુભાનુબંધી કર્મ હોવાથી નવું શુભ ઊભું થઈ જાય છે. અર્થાત

Loading...

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122