Book Title: Paap Pratighat ane Gun Bijadhan
Author(s): Raj Saubhag Satsang Mandal Saila
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 104
________________ સૂત્ર - ૧ સ્વચ્છંદ વૃત્તિનો ત્યાગ અને નમ્રતા કુમારપાળના જીવે પૂર્વભવે કરી. રાજકુમાર છતાં દુષ્ટ વ્યસનોથી એ દેશનિકાલ થયેલ, તેથી જંગલમાં એ લૂંટારો બનેલો. અભિમાન અને સ્વચ્છંદપણામાં ઘોર કૃત્યો કરતો હતો, પરંતુ મુનિના સંપર્કે દુષ્કૃત્યગોંમાં ચડ્યો, નમ્ર બની ગયો, સ્વચ્છંદતા વિસારી ગુરુભક્ત અને અર્હદ્ભક્ત બની ગયો, તે મરીને એ રાજા કુમારપાળ થયો, પરમાર્હત ગુરુભક્ત અને અર્હદ્ભક્ત બન્યો. : ૯૧ : * सूत्र : होउ मे एसा सम्मं गरिहा । होउ मे अकरणनिअमो । बहुमयं मम एयं ति इच्छामि अणुस अरहंताणं भगवंताणं गुरुणं कल्लाणमित्ताणं ति || અર્થ :- આ મારે સમ્યગ્ ગહ હો. મારે (ફરીથી આ દુષ્કૃત્ય ) ન કરવાનો નિયમ હો, અને મને આ બહુ માન્ય છે એટલા માટે હું અરિહંત ભગવાન અને કલ્યાણમિત્ર ગુરુદેવોની હિતશિક્ષા ઈચ્છું છું. વિવેચન :- ‘મિચ્છા મિ દુક્કડં' ના એ આંતરિક ભાવો સાથે ગહ કરતાં એમ ભાવના ભાવે કે આ પ્રકારે મારી સમ્યક્ એટલે કે વિધિસર અને ભાવથી દુષ્કૃત્ય ગર્હી હો, પણ માત્ર શાબ્દિક નહિ. હાર્દિક ગર્હ એવી હો કે જેથી તે દુષ્કૃત્યની લેશમાત્ર પણ સુંદરતા યા કર્તવ્યતા હવે મને ન ભાસે. સાથે જેમ એક વખત રાગદ્વેષની ગાંઠ ભેદી કે પછી ફરીથી કર્મની ઉત્કૃષ્ટી કાળ-સ્થિતિ કદી બંધાતી નથી, તેવી રીતે હૃદયમાં ફરીથી તે દુષ્કૃતના બંધ હવે ન રહે એવો તેના અકરણનો નિયમ હો . ટીકામાં ‘ઈતિ સામર્થ્યમ્' એમ લખ્યું છે, તેનો અર્થ ‘એ અર્થપત્તિથી ગમ્ય છે’ એવો થાય. એટલે કે દુષ્કૃત્યની ગોંનું પ્રકરણ છે, માટે અકરણ નિયમ દુષ્કૃત અંગેનો સમજવો, એટલે કે ‘દુષ્કૃત ન કરવાનો ભાવ હો,' એમ અર્થપત્તિથી સમજાય છે. ઉપરના બે, એટલે કે (૧) પૂર્વના દુષ્કૃતની ગર્હા અને (૨) ભવિષ્યના દુષ્કૃતનો અકરણ નિયમ-આ બે; અથવા (૧) ચતુઃશરણગમન અને (૨) દુષ્કૃતગહ-આ બે, મને બહુ જ રુચે છે. એટલા માટે હું ત્રિલોકનાથ શ્રી અરિહંત ભગવાનનું અને કલ્યાણમિત્ર ગુરુદેવોનું મારા ૫૨ નિયમન અને હિતશિક્ષાને ઈચ્છું છું. કેમકે એમની દોરવણી અને હિતશિક્ષા એ, ચાર શરણના સ્વીકારનો તથા દુષ્કૃત-ગર્હાનો ઉપર કહેલો જે વિસ્તાર તેની સાધનામાં બીજભૂત છે. અહીં ગુરુ સાક્ષાત્ ઉપકારી છતાં પહેલાં દેવની અને પછી ગુરુની હિતશિક્ષા કેમ ઈચ્છી ? એનું કારણ એ કે તત્ત્વને અંગીકાર કરનાર આત્માઓએ મૂલ ઉપદેશક અને અધિક ગુણી પરમાત્મા તરફ પહેલાં પ્રવર્તવું એ ઉચિત છે. વળી દુષ્કૃતગહ ઉપરાંત અનુશાસ્તિ જ કેમ ઈચ્છી ?

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122