Book Title: Paap Pratighat ane Gun Bijadhan
Author(s): Raj Saubhag Satsang Mandal Saila
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 102
________________ સૂત્ર – ૧ : ૮૯ : ભૂંસી નાખવા હોય તો આટલું જરૂરી છે, - (૧) અહંભાવના ત્યાગ સાથે સાચા પશ્ચાત્તાપને યોગ્ય કોમલ અને નમ્ર હૃદય ૨. દોષો પર તિરસ્કારભાવ, ૩. આત્માની સ્વચ્છંદ અને નિરંકુશ વૃત્તિ પર કાપ, ૪. આપણા દોષિત આત્મા પ્રત્યે દુગંછા અને ૫. દોષ સેવનને પોષનારા દુષ્કૃત્યના મૂળમાં રહેલ કષાયની શાંતિ સાથે ક્ષમાદિ ધર્મોનું આલંબન જરૂરી છે. ભગવાન અરિહંત દેવથી માંડી સર્વ જીવો અને સર્વ જડ સાધન પ્રત્યે ગમે તે પ્રકારે જન્મ જન્માંતરમાં થયેલા દુષ્કૃત્ય બદલ જો આ પદ્ધતિએ નિંદા, ગહ, દુગંછા, પશ્ચાતાપ થાય, તો એવા દુષ્કૃત્યને સહેજે કરાવનારું, મૂળભૂત સંસાર અને અતત્ત્વ પ્રત્યે રુચિભાવરૂપી જે પાપ, તેનો પ્રતિધાત કેમ ન થાય ? આત્મ વિકાસમાં ઉપયોગી ૫ ભાવ :“ મિચ્છા મિ દુક્કડમાં ગર્ભિત આ પાંચ ભાવ આત્મવિકાસ માટે બહુ ઉપયોગી છે;- (૧-૨) દોષોનો તિરસ્કાર, તથા દોષિત સ્વાત્માની દુગંછા, (૩-૪) નમ્ર અને કોમળ હૃદય, તથા સ્વછંદ નિરંકુશ વૃત્તિ પર કાપ, તેમજ (૫) દોષ દુષ્કૃત્યના મૂળમાં કામ કરતા કષાયોનો ઉપશમ, અતત્ત્વચિનો ત્યાગ. (૧-૨) આમાં પહેલા બેથી એ લાભ છે કે દોષ-પાપ ફરી સેવવાનો પ્રસંગ આવે તોય એમાં પૂર્વના જેવો રસ નહિ રહે; તેમ એ ઓછું ઓછું કરવાની વૃત્તિ રહેશેઃ એટલે જ જ્યાં સુધી દુ કૃત્ય સેવન ચાલુ છે ત્યાં સુધી એની ગર્તા અને સ્વાત્મદુશંકા રહેવી જ જોઈએ. પ્ર0- પાપો સેવ્યા કરે અને ગહ કર્યા કરે એમાં દંભ યા નઠોરતા નહિ થાય ? | ઉ0- આવો વિચાર કરીને જો વારંવાર દુષ્કૃત્ય-ગહનું કાર્ય ન કરવામાં આવે તો જીવ ક્યારેય ઊંચો જ ન આવે; કેમકે સંસારમાં પહેલે તબક્કે દોષ-પાપ-દુષ્કૃત્યોનો ત્યાગ થઈ શકતો જ નથી. ગૃહસ્થને ઘર-સંસારના આરંભ પરિગ્રહ-વિષયોના પાપ રહે જ છે, સાધુને વિતરાગ થવા પૂર્વે નાના રાગ, દ્વેષ, હાસ્ય, રતિ અરતિ વગેરે નડ્યા કરતા હોય છે. હવે જો એની ગહ તિરસ્કાર સ્વાત્મદુશંકા કરતા રહેવાનું ન હોય તો એનો અર્થ એ કે દિલ એ પાપો દોષોમાં દુભાતું નહિ, પણ ખુશમિશાલ રાખવાનું બને છે. પછી એ ક્યારે છૂટી જ શકે ? એ તો ગહ- દુર્ગાછા ચાલુ હોય તો જ એ દોષોનાં સેવન મુડદાલ બનતા આવે. એટલે આ ગહદિમાં દંભ કે નઠોરતા નથી. અલબત્ કોઈ દેખાડ માટે નહિ, કે બીજી ત્રીજી લાલસાથી નહિ, પણ અંતરથી અકર્તવ્ય તરીકે સચોટ લાગીને દોષો પ્રત્યે ગહ-તિરસ્કાર થવો જોઈએ. ભરત ચક્રવર્તીને આ આંતરિક ગહ ચાલુ હતી. એનો પ્રતાપ હતો કે આરીસાભવનમાં મોકો મળતાં એ રાગાદિ દોષો અને એના પોષક પદાર્થ ઉપર સૂગ, નફરત વધી જતાં પ્રબળ પાપ પ્રતિઘાત થઈ તરત આગળ વધતાં કેવળજ્ઞાન પ્રગટ કર્યું.

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122