Book Title: Paap Pratighat ane Gun Bijadhan
Author(s): Raj Saubhag Satsang Mandal Saila
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 101
________________ : ૮૮ : પંચસૂત્ર મૃદુમાદેવપણાનાં અર્થમાં છે. એ સૂચવે છે કે દુષ્કત ગર્તામાં પશ્ચાત્તાપરૂપે “ મિચ્છામિ દુક્કડ' કહેતાં આત્માએ પહેલાં તો હૃદય એકદમ કુણું અને અહંભાવ વિનાનું-અતિ નમ્ર બનાવવું જોઈએ. વાત સાચી છે કે જો હૃદય કઠોર છે અને અહત્વ ભુલાતું નથી, તો પછી હું અકાર્ય કરનારો છું, અપરાધી છું, અધમ છું,’ એ ભાવ હૃદયમાં નહિ જાગે. વિચારો કે જીવને એમ તો પૂર્વે અહંભાવ ક્યાં મૂકવો પડ્યો નથી? અને એ કેટલો ટકાવી શક્યો છે, કે અહીં ટકશે ? આમ તો પરવશતામાં કે દુન્યવી સ્વાર્થ પૂર્તિની લાલસામાં અનિચ્છાએ અહંભાવને ઘણીય વાર જતો કર્યો છે; તો અહીં આત્મશુદ્ધિ માટે અહંભાવને સ્વેચ્છાએ કાં ન સર્જવો ? જીવે એ સમજવું જોઈએ છે કે “એવો તે શો મારો પ્રભાવ કે ઉપકાર જગત પર અમર થઈ ગયો છે કે એ હક સાથે અહંભાવ ભોગવું છું? અને હજુ પણ મારા જીવની અહંભાવ મૂકવાની તૈયારી નથી ?' અનંતજ્ઞાનીના વચનથી પૂર્વ દુષ્કતોની સાચી ગë કરવા માટે હૃદયની જે મૃદુતા જરૂરી છે, તે અર્થે જીવ જો અહંભાવ અહીં નહિ મૂકે, તો શું અંતે ઊભા રહી ગયેલા દુષ્કતના યોગે કર્મ અહંભાવ મુકાવ્યા વિના રહેશે? “મિચ્છા મિ' એમાં (૨) “ચ્છા' નો અર્થ દોષોનું છાદન છે. દોષો આત્મામાં જે નિરંકુશરૂપે છે, તેને દબાવવા, એટલે કે દોષો ઉપર નિયંત્રણ કરી નામશેષ કરવા, જેથી એ દોષો પ્રત્યે પક્ષપાત ટળે તથા કર્તવ્યપણાનો અને હિતકારીપણાનો ભાવ મટી ધૃણાભાવ-દુર્ગચ્છાભાવ જાગ્રત રહે. “ મિચ્છામિ' માં (૩) બીજા “મિ'નો અર્થ મર્યાદામાં રહેલો એવો થાય છે, તાત્પર્ય કે ધર્મક્ષેત્રની મર્યાદામાં રહેલો. આ વસ્તુ સૂચવે છે કે ધર્મ શાસનની સીમાઓની અંદર રહેવાની અપેક્ષા, અને વિધિ તથા પૂર્વાપર સ્થિતિ કેળવવાની આત્માને જો એવી અપેક્ષા ન હોય તો પણ દુષ્કતની સાચી શુદ્ધિ ન થાય. “દુક્કડ' માં (૪) દુ' નો અર્થ એ છે કે હું આવા દુષ્કૃત્યને આચરનાર મારા આત્માની દુર્ગછા કરું છું. મને મારી જાત માટે શરમ થાય છે, ધૃણા થાય છે કે મેં ક્યાં આવું અકાર્ય સેવ્યું? અને “દુક્કડ' માં (૫) “ફક' કહેતા મારાથી કરાયેલા તે પાપને, તથા (૬) “હું કહેતા ઉપશમભાવથી બંધી જાઉં છું. અર્થાત દુષ્કૃત્યના સેવનમાં અને તેની અનુમોદનામાં મૂળ કારણભૂત બનેલા કે પાછળથી ઉપયોગી થયેલા જે કષાયો, તેનો ત્યાગ કરીને ઉપશાંત બનું છું ; એટલે કે ક્ષમા, મૃદુતા, નિલભતા, પાપનો તિરસ્કાર, વગેરે ભાવો ધારણ કરી તે દુષ્કૃત્યોનાં આકર્ષણ-પક્ષપાત વગેરેના સીમાડા ઓળંગી જાઉં છું. આત્મામાંથી એના કુસંસ્કારો ઉખડી જાય એ માટે ખૂબ સાવધાન અને ઉપયોગવાળો બનું છું. સંક્ષેપમાં, આપણાથી થઈ ગયેલાં દુષ્કૃત્યોનો સાચો “મિચ્છા મિ દુક્કડ' કરવો હોય અને તે કરીને દુષ્કૃત્યોના સંસ્કારો અને દુષ્કૃત્યથી બંધાયેલા કર્મો આત્મા પરથી

Loading...

Page Navigation
1 ... 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122