Book Title: Paap Pratighat ane Gun Bijadhan
Author(s): Raj Saubhag Satsang Mandal Saila
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 99
________________ : ૮૬ : પંચસૂત્ર પિતાઓ, બન્યું, (સગાં), મિત્રો કે ઉપકારી પ્રત્યે, અથવા સામાન્યથી સર્વ જીવો પ્રત્યે, તે મોક્ષમાર્ગ સમ્યગ્દર્શનનાદિને વિષે રહેલા અથવા મિથ્યાત્વાદિમાં રહેલા સામાન્યથી કોઈપણ જીવ પ્રત્યે, અથવા મોક્ષમાર્ગરૂપ જ્ઞાનદર્શનચારિત્રના સાધનભૂત (ધર્મશાસ્ત્રાદિ) પ્રત્યે કે મોક્ષ સાધનામાં અનુપયોગી પ્રત્યે અથવા મોક્ષમાર્ગથી વિપરીત સાધનો પ્રત્યે જે કાંઈ ખોટું આચર્યું હોય, (એટલે કે કાંઈ અવિધિ ઉપયોગાદિ કર્યું હોય, - સંક્ષેપમાં) જે કાંઈ ન કરવા યોગ્ય કે ન ઈચ્છવા યોગ્ય જે કોઈ પાપ, ભવિષ્યમાં તેના વિપાકે પણ પાપ બંધાવે તેવું સૂક્ષ્મ કે સ્થૂલ પાપ, મન-વચન-કાયાએ જાતે (સ્વય) કર્યું હોય, અથવા બીજા પાસે કરાવ્યું હોય, કે બીજાનું ઠીક માન્યું હોય; તે પણ દુષ્કૃત, રાગથી, દ્વેષથી, કે મોહથી (અજ્ઞાનથી), તે આ ભવમાં કે પૂર્વ ભવોને વિષે, જે કાંઈ આચર્યું હોય તે બધું મારે ગર્વિત છે, નિત્ત્વ છે, જુગુપ્તનીય હિંગછનીય) છે; કેમકે તે સમ્યગ્દર્યથી બહિર્ભત છે. માટે જ તે તજવા યોગ્ય છે, એવું મેં કલ્યાણમિત્ર (આત્મહિતૈષી) એવા ગુરભગવંતના વચન થકી જાણ્યું. (અહંત ભગવંતના વચનની ગુરુ થકી પ્રાપ્તિ થઈ હોય ત્યારે પ્રાયઃ આ ક્રમ બને તેથી આમ કહ્યું. અહિ ઉપદેશક ગુરુદેવો એકાંતે પરના હિતચિંતક છે, પરને કલ્યાણ-સાધનામાં સહાયક-મિત્ર છે, એટલે એમનું વચન તથ્ય અને પથ્ય જ હોય. માટે એમના હિતવચનાનુસારે, ખોટી આચરણા એ દુષ્કૃત છે, ત્યાજય છે; એ પ્રમાણે મને બરાબર મનમાં ઠસી ગયું છે) સદ્દગુરુના કહેવા મુજબ જ વસ્તુસ્થિતિ છેએવું શ્રદ્ધાથી મને રુચ્યું છે. એટલે અરિહંત અને સિદ્ધ ભગવાનની સમક્ષમાં તે અયોગ્ય અધમ આચરણોને હું ગણું છું. નિંદું છું એના પર મને જુગુપ્સા થાય છે. એ દુષ્કૃત્ય છે, ને મારે ત્યાજ્ય છે. આ પ્રસંગે તે સઘળું મારું દુષ્કૃત્ય છે, ને મારે ત્યાજ્ય છે. આ પ્રસંગે તે સઘળું મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ, મિથ્યા થાઓ, મિથ્યા થાઓ. અહીં દુષ્કૃત્યો સમજવા જેવાં છે. શ્રી અરિહંત પરમાત્માની કે તેમની મૂર્તિની તથા મંદિરની આશાતના, વિરોધ, અવિનય, અવર્ણવાદ, કે અનાદર; એમની આજ્ઞાની અવહીલના એમનાં તત્ત્વ સિદ્ધાન્ત કે માર્ગનો વિરોધ કે વિરાધના, અશ્રદ્ધા કે અશુદ્ધ પ્રરુપણા, વગેરે એમના પ્રત્યેનું વિપરીત આચરણ ગણાય. લક્ષ્મણા સાધ્વીને એ વિરાધનાની પાછળ આઠસો કોડાકોડી સાગરોપમના કાળ સંસારમાં ભટકવાનું થયું. શ્રી સિદ્ધ ભગવાન પ્રત્યેનું વિપરીત આચરણ શું ? અભવ્યના જેવી માન્યતા, “ સિદ્ધ કોઈ હોઈ શકે જ નહિ” (ને હોય તો એમનામાં ચૈતન્ય શું ?) અથવા અનંત સુખ વિષે કુશંકા, ‘ત્યાં ખાવાનું, પીવાનું નહિ , લાડી નહિ, વાડી નહિ, તો સુખ શું ?' આવી આવી મિથ્યા માન્યતાઓ અને પ્રરૂપણા તથા શ્રી સિદ્ધ

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122