Book Title: Paap Pratighat ane Gun Bijadhan
Author(s): Raj Saubhag Satsang Mandal Saila
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 97
________________ : ૮૪ : પંચસૂત્ર પરલોક ઊજળો ત્યાગતપથી બનશે; અનેક પાપો ત્યાગતપથી અટકશે; સવિચારણાઓ ત્યાગ-તપથી ખીલશે; નિર્વિકારતા ત્યાગતપથી આવશે; રગડાઝઘડા ત્યાગતપથી અટકાવાશે. આ અને ભાવના અનેક સુખો ત્યાગતપરૂપી ધર્મથી જ થશે પણ રંગરાગ અને ભોગથી નહિ. ધર્મનું શરણું લેતાં જરૂર સચોટપણે હૃદયમાં ભાસવું જોઈએ, કે આના સિવાય બીજી કોઈ વસ્તુથી મારું કોઈ કલ્યાણ નથી, કશું ભલું નથી.” કુમારપાળ : જૈન ધર્મની મહત્તા સકલકલ્યાણહેતુતાથી - વીતરાગ સર્વજ્ઞ શ્રી તીર્થકર ભગવાને જે ધર્મશાસન સ્થાપ્યું છે, એ સર્કલ કલ્યાણને અર્થાત્ ઠેઠ વીતરાગ સર્વજ્ઞતા સુધીના સમસ્ત શુભ ભાવોને પ્રગટ કરનારું છે. એવા ધર્મશાસનની રૂએ જ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે રાજા કુમારપાળની શ્રદ્ધા મજબૂત કરી હતી. બન્યું એવું કે એક દેવબોધિ નામના યોગીએ રાજાને યોગમાયાથી મહાદેવને અને સાથે એના પિતાને હાજરાહજૂર બતાવ્યા, ને ત્યા પિતાએ કહ્યું: ‘જો કુમારપાળ ! આ શંકર ભગવાનની ભક્તિથી હું સ્વર્ગ પામ્યો, તો તું પણ આ દેવને જ માનજે- પૂજજે. પછી કુમારપાળે હેમચંદ્રસૂરિજીને પૂછતાં એમણે રાજાને એના પૂર્વજોની પરંપરા ચોવીસ તીર્થકર ભગવાનની પૂજા કરતી બતાવી ! ને એ પૂર્વજોએ રાજાને જૈન ધર્મ જ આરાધવા કહ્યું. રાજા વિચારમાં પડુયો, ત્યાં સૂરિજીએ કહ્યું, - રાજન ! પેલી ય યોગ માયા, ને આ પણ યોગમાયા ! ખરી રીતે તો જૈન ધર્મ જ સકલ કલ્યાણનું, શુભ ભાવોનું, કારણ હોઈ માન્ય છે એ યુક્તિથી સિદ્ધ છે, માટે જ એ શરણ કરવા યોગ્ય છે.” રાજા જૈન ધર્મમાં સ્થિર શ્રદ્ધાવાળો બન્યો. એણે જૈન ધર્મના વ્રત નિયમ, આચાર -અનુષ્ઠાન ને સુકૃત-સદ્ગુણોથી જીવનને એવું ગૂંથી લીધું કે સર્વત્ર સ્વ-પરને કલ્યાણભૂત દયા-વૈરાગ્યાદિ શુભ ભાવોમાં એ રમતા રહેતા. વળી ઘર્મ * “કમ્મરણ-વિહાવસૂ' જ્ઞાનાવરણાદિ કર્મરૂપી વનને બાળી નાખવા માટે અગિ સમાન છે. કર્મવનમાં દુઃખનાં ને ક્લેશનાં ફળો નીપજે છે. સર્વજ્ઞ કથિત શુદ્ધ ધર્મ ન પામવાને લીધે આત્મામાં એ વન ફૂલ્યું ફાવ્યું છે, અને અનાદિ અનંતકાળથી સંસારી જીવને એનાં દુઃખરૂપી કડવાં ફળો ચખાડ્યા કરે છે. દુઃખ એ કંઈ આત્માનો સહજ સ્વભાવ નથી. એ તો કર્મના ઉદયે આવે છે. ત્યારે કર્મ હિંસાદિ પાપોથી જન્મે છે. સર્વજ્ઞ કહેલો શુદ્ધ અને સિદ્ધ અહિંસાદિ ધર્મ આ કર્મવનને બાળી ભસ્મીભૂત કરે છે. પછી દુઃખનું નામ-નિશાન પણ નથી રહેતું. પછી તો સ્ફટિકવત્ નિર્મળ આત્મામાં અનંત જ્ઞાન અને અનંત સુખની શાશ્વત જ્યોતિ ઝગમગે છે. અહો ! કેવો સુંદર ધર્મ ! હું એને સાધું તો મારાં કર્મ જરૂર ખપી જ જાય; એથી જ કર્મ ખપે.

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122