Book Title: Paap Pratighat ane Gun Bijadhan
Author(s): Raj Saubhag Satsang Mandal Saila
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 96
________________ સૂત્ર - ૧ : ૮૩ : * હેઉ સયલ કલાણાણું’ ધર્મ ! કે એ પ્રાપ્ત થતાં રાગદ્વેષરૂપી ઝેર અને એથી ચડેલી મૂર્છા ઉતરી જાય !' સાથે, એ પણ ખરૂં કે ધર્મનું આવું સ્વરૂપ હોવાથી જ ધર્મને શરણે જનારો (૧) ધર્મ સેવતાં કોઈ વિષયાશંસા કે માનાકાંક્ષા ન રાખે, કેમકે એ આશંસા તો રાગવિષને પોષનારી છે, (૨) વળી જો બીજાઓની ધર્મપ્રવૃત્તિમાં અંદરખાને ધર્મવૃત્તિને બદલે રાગનાં તાંડવ જુએ તો તેમાં એ ભળે નહિ, એમાં એનું દિલ ઠરે નહિ; તેમજ (૩) સાંસારિક પ્રવૃત્તિમાં રાગદ્વેષના તોફાનમાં પોતે સપડાતો હોય ત્યાં પણ એમ થાય, કે ‘અરે ! આવો મહામંત્ર સમો શુદ્ધ ધર્મ મારી પાસે છતાં હજી હું રાગદ્વેષના ઝેર આત્મામાં ધાલી રહ્યો છું ? એ કેવું મારૂં દુર્ભાગ્ય ! ક્યારે આ શરણાંનો સ્વીકાર મને શુદ્ધ ધર્મની સ્પર્શના કરાવી રાગદ્વેષથી બચાવી લે !' વળી આ ધર્મ સર્વજ્ઞ ભગવાનનો કહેલો હોઈ, દેવ-મનુષ્યની સારી ગતિ, યશ અને શાતા વગેરે યાવત્ મોક્ષ સુધીના સકલ કલ્યાણોનું સચોટ સાધન છે. આ વિશેષણ સૂચવે છે કે અધર્મ એટલે કે હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ વિગેરે, તથા ક્રોધાદિ કષાયો, મિથ્યાત્વ, અને કુશાસ્ત્રો ઈત્યાદિ, એ કલ્યાણનાં સાધન નથી. કદાચિત્ અજ્ઞાનવશ એમાંનાં કોઈનું આલંબન લીધું હોય, તો પણ એને કલ્યાણના ને સુખનાં સાધન (કારણ) તરીકે હરગીજ ન મનાય. કલ્યાણ અને સુખનું સાધન તો ધર્મજ. આ શ્રદ્ધાથી જ ધર્મનું શરણ સફળ થાય. જેમ સાચા વૈદ્યને ‘‘હું તમારે શરણે છું'' એમ કહેનારા દરદી માને છે કે બીજા ખોટા વૈદ્ય તથા તદુક્ત દોષપોષક વસ્તુ આરોગ્યના હિતકારક નથી, બલ્કે હિતનાં ઘાતક છે, (અવરોધક છે,) તેવી રીતે જેમ કોઈ મોટા માણસને શરણે ગયેલો દુ:ખી દરિદ્ર સમજે છે કે આમનાથી જ મારી રિદ્રતા ને બીજા દુઃખો ટળશે; વળી લૂંટારાના ત્રાસથી બચાવી શકે એવા રક્ષકોના શરણે જનારો રક્ષણનાં બહુમૂલ્ય આંકે છે; વળી લૂંટારાના ત્રાસથી બચાવી શકે એવા રક્ષકોના શરણે જારો રક્ષણનાં બહુમૂલ્ય આંકે છે; એવી રીતે જેના વડે એમ મનાય કે - ધર્મ એ સર્વ કલ્યાણનું કારણ છે માટે ધર્મને શરણે જાઉં છું,' એને મન ધર્મનાં મૂલ્ય અગણિત હોય. એ સમજે છે કે - ‘ખાવું-પીવું એ ધર્મ નથી, પણ ત્યાગ-તપ એ ધર્મ છે, તેથી કલ્યાણ ત્યાગ- તપમાં છે, ખાવા પીવામાં નહિ. પુણ્યના ચોપડે ત્યાગ તપ જમે થાય છે, ખાવાપીવાનું નહિ. અનાદિથી ખાવાપીવાની લત રસના ત્યાગ અને તપથી જ મટે, પણ ખાવાપીવાથી નહિ. અનેક પ્રકારના રાગદ્વેષના સંક્લેશ, વિહ્વળતા, કુવિચારો, અતૃપ્તિ અધીરાઈ વગેરે એ બધા ખાનપાનની પાછળ છે. ત્યાગતપમાં તો એ બધાની શાન્તિ ! માનવ જીવનની મહત્તા ત્યાગતપમાં રહેલી છે, ખાવાપીવામાં નહિ.

Loading...

Page Navigation
1 ... 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122