Book Title: Paap Pratighat ane Gun Bijadhan Author(s): Raj Saubhag Satsang Mandal Saila Publisher: Raj Saubhag Satsang Mandal SailaPage 94
________________ . 23 : સૂત્ર - ૧ શુભ ભાવના પૈકી ગમે તે ભાવનાના એક વિષય પર એક પ્રશસ્ત એકાગ્ર વિચારસરણી, કે જ્યાં બીજા-ત્રીજા વિચારોનો વ્યાપ (ડહોળામણ) નહિ, તે બાનવાળા છે. અથવા II) સમસ્ત ક્રિયામાર્ગમાં એકાગ્ર શુભ ચિત્તરૂપી ધ્યાનવાળા છે. “અધ્યયન સંગત’ એટેલ જ્ઞાનયોગ, સમ્યફ શાસ્ત્રોની વાચના, પ્રચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા,- એ પાંચનો આત્મલક્ષી સતત અભ્યાસ, એમાં એ પરોવાયેલા રહે છે. જીવનમાં અધ્યયન અને ધ્યાનની જ મુખ્ય પ્રવૃત્તિ મુક્તિનો આસ્વાદ અહીં કરાવે છે. * એવા સાધુ પુરુષો વળી “વિક્રુઝમાણભાવા', શાસ્ત્રવિહિત (શાસ્ત્ર ફરમાવેલા) સમિતિ-ગુપ્તિ-સ્વાધ્યાય-આવશ્યક વગેરે અનુષ્ઠાનોથી આત્માના ભાવને ઉત્તરોત્તર વિશુદ્ધ કરનારા હોય છે. જેમ હિંસા-જૂઠ-જુગાર-નિંદા-પરિગ્રહ-વિષયસેવા આદિ ક્રિયાથી હૈયાના ભાવ કુર-નિષ્ફર-માયાવી આદિ બને છે, તેમ આ સમિતિ-ગુપ્તિ, શાસ્ત્રવ્યવસાય, પ્રતિક્રમણ-પડિલેહણ આદિ ક્રિયાઓથી ભાવ શુદ્ધ શુદ્ધતર બને એ સહજ છે. અહો ! માનવભવની આ કેવી સુંદર સફળતા ! સાચે જ અનંતકાળથી ચાલી આવતા કામ, ક્રોધ, લોભ મોહ, મદ, મત્સર, હાસ્ય શોક, રતિ, અરતિ વગેરે મહા મલિન ભાવોથી અત્યંત ખરડાએલા આત્માનું સંશોધન-વિશુદ્ધિકરણ શ્રી જિનાજ્ઞાકથિત પ્રશસ્ત વૃત્તિઓ અને પ્રવૃત્તિઓના ત્રિકરણ યોગના પાલનરૂપ જલથી થાય. એ જો અહીં નહિ કરવામાં આવે, અર્થાત મિલન ભાવોનો નાશ અને પ્રતિપક્ષી બ્રહ્મચર્ય, ક્ષમા આદિ વિશુદ્ધ ભાવોને આત્મસાત કરવાનું અહીં ન કર્યું, તો પછી બીજા ક્યા ભવમાં કરી શકાશે ? ધન્ય છે તે નિગ્રંથ ગુરુદેવોને, જેમણે એ સંશોધનમાં સારું જીવન આપ્યું છે. * એવા એ મુનિઓ “સાધુ” છે. સમ્ય દર્શન-જ્ઞાનચારિત્ર-તપથી માત્ર મુક્તિને સાધનારા હોવાથી સાધુ કહેવાય છે. તે મારે જાવજજીવ શરણ હો, આશ્રયભૂત હો. આવા મહાન આત્માઓના શરણે જનારના હૃદયનું વલણ એટલું તો જરૂર બને કે જીવનના આદર્શો, જીવન જીવવાની વસ્તુઓ તથા પદ્ધતિઓ, લાભ-લાભના લેખાં, ભય-નિર્ભયતાની ગણતરીઓ, વગેરે જગત કરતાં વિલક્ષણ અને આ મહાત્માઓની હોય છે તેને અનુસરનારી જોઈએ. सूत्र : तहा सुरासुरमणुअपूइओ, मोहतिमिरंसुमाली, रागदोसविसपरममंतो, हेउ सयलकल्लाणाणं, कम्मवणविहावस, साहगो सिद्धभावस्स, केवलिपण्णतो धम्मो जावजीवं मे भगवं सरणं । અર્થ : તથા સુર-અસુર-મનુષ્યથી પૂજિત, મોહરૂપી અંધકાર હટાવવાPage Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122