Book Title: Paap Pratighat ane Gun Bijadhan
Author(s): Raj Saubhag Satsang Mandal Saila
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 25
________________ : ૧૨ : પંચસૂત્ર સાધુધર્મની પરિભાવના ન થાય ત્યાં સુધી સાધુધર્મ લેવો કારગત ન થાય. તેથી સાધુધર્મ લેતાં પહેલાં લેવાની જે પ્રાથમિક વિધિ, તેના અધિકારની તજવીજ થવી જોઈએ. વિધિપૂર્વક સાધુધર્મ લી નહિ હોય તો સાધુધર્મ પાળવા માટે શું પ્રયત્ન કરશે ? જેને સાધુધર્ડ લેવાનો છે તેના પોતાના આગળ પાછળ ના નિકટના સંબંધીજનો સહેજે સહેજે એની સાથે બૂઝી જાય. ન બૂઝે તો ઉપાયોથી પ્રતિબોધે. - તેમય ન બૂઝે તો યથાશક્તિ એમની આજીવિકાની ચિંતા કરી રજા માગે. રજા ન મળે તો અટવી ગ્લાન-ઔષધ ન્યાયે ઘરનો ત્યાગ કરે. આ વિધિ પછી પાલન માટે પ્રયાસ થવો ઘટે. આત્મા અને પર્યાયની કોરી વાત કર્યું કાર્ય નહિ સરે , પણ તે પ્રમાણે પ્રવૃત્તિ જોઈએ. સાધુપણાનો સોલરાઈટ (એકાન્ત હક) ફક્ત મનુષ્યને છે. અસંખ્ય તિર્યંચો સમકિત અને વ્રતધારી દેશવિરતિ અત્યારે મોજુદ છે, પણ એમને સર્વવિરતિ નથી. નરકમાં સમકિતી અને દેવભવમાં પણ સમકિતી છે, પણ વિરતિધર નથી. મનુષ્યભવમાં જ સાધુપણું-સર્વવિરતિ સ્વીકારી શકાય છે; તો તે લીધા અને પાળ્યા વિના મિથ્થા-સપાપ પ્રવૃત્તિ કેમ અટકે ? ને સંસ્કાર કેમ ઘસાય ? સાધુધર્મની પાલના સિવાય અંતિમ ફળ મોક્ષની પ્રાપ્તિ શી રીતે થશે ? પહેલાં સાધુધર્મનું પાલન અને પછી પાલનનું ફળ મોક્ષ. ક્રમ આજ પ્રમાણે છે. આ ક્રમે જ આ પદાર્થ આત્મામાં પ્રગટ થાય છે. દ્વાદશાંગી પ્રવચનનો આ સાર છે. દ્વાદશાંગીમાં અગણિત પદાર્થો કહ્યા છે. શ્રુતનો એ મહાસાગર છે ને એ બધાને સાર આ પંચસૂત્રમાં છે. જેણે પંગસૂત્ર ભણીને આત્મામાં પરિણમાવ્યું બાદશાંગીનું નવનીત પરિણમાવ્યું કેમકે દ્વાદશાંગી ભણીને આત્મામાં જે ઉતારવાનું છે તે પંચમૂત્રમાંથી સારભૂત તત્વરૂપે મળે છે. આખી દ્વાદશાંગી જુઓ, બે વાત નજરે તરે છે, એક જ્ઞાન અને બીજી ક્રિયા. કોઈ પણ વાત જુઓ, કાં જ્ઞાનની હશે અથવા ક્રિયાની હશે, તે પરસ્પરના સહકારવાળી, અર્થાત જ્ઞાન સહિત ક્રિયાની અગર ક્રિયા સહિત જ્ઞાનની. એકલા જ્ઞાનની અથવા એકલી ક્રિયાની વાત નથી. જ્ઞાન વિના કિયા આંધળી છે, ક્રિયા વિનાનું જ્ઞાન લૂલું પાંગળું છે. જ્ઞાન અને ક્રિયા બંને જોઈએ - દ્વાદશાંગીના પહેલાં અંગ આચારાંગમાં મુખ્યપણે આચારની ક્રિયાની વાત છે, પણ વજીવનિકાય અને એના ઘાતક શસ્ત્રના જ્ઞાન સાથે. બારમા અંગ દ્રષ્ટિવાદમાં દ્રવ્યાનુયોગ છે. એ જ્ઞાન શુદ્ધ ક્રિયાની સાથે આત્મસ્વરૂપની નજીક લઈ જાય છે. પદ્ગવ્યની વિચારણા યાને જ્ઞાન જડની વાસના ભૂલાવે, અને સાધુપણાના આચારનું પાલન શુદ્ધ ચેતનાનો પક્ષ મજબૂત કરે છે. સમ્યક્ ક્રિયા આત્માની પ્રવૃત્તિના ચકડોળને મિથ્યા ધુમરડી લેતું અટકાવી સમ્ય

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122