Book Title: Paap Pratighat ane Gun Bijadhan Author(s): Raj Saubhag Satsang Mandal Saila Publisher: Raj Saubhag Satsang Mandal SailaPage 73
________________ : ૬૦ : પંચસૂત્ર सूत्र :- जे एवमाइक्खंति-इह खलु अणाई जीवे, अणाई जीवस्स भवे, अणाई कम्मसंजोग-निवत्तिए, दुक्खरूवे, दुक्खफले, दुक्खाणुबंधे । एअस्स णं वुच्छित्ती सुद्धधम्माओ । सुद्धधम्मसंपत्ति पावकम्मविगमाओ । पावकम्मविगमो तहाभवत्ताइभावाओ । तस्स पुण विवागसाहणाणि-१, चउसरणगमणं, २ दुक्कडगरिही, ३. सुकडाण सेवणं । ___ अओ कायव्वमिणं होउकामेणं सया सुप्पणिहाणं भुजों भुजो संकिलेसे, तिकालमसंकिलेसे। અર્થ :- જે (અરિહંત પ્રભુ) આ પ્રમાણે કહે છે, - આ જગતમાં જીવ અનાદિ છે, જીવનો સંસાર (પણ) અનાદિ છે, એ સંસાર) અનાદિ કર્મસંયોગથી બનેલો છે, નેિ તે) દુઃખરૂપ, દુઃખફલક, દુઃખાનુબંધી છે. એનો ઉચ્છેદ શુદ્ધ ઘર્મથી થાય; શુદ્ધ ઘર્મપ્રાપ્તિ પાપકર્મના નાશથી થાય, પાપકર્મનો નાશ તથાભવ્યત્વાદિ ભાવથી થાય. તે (તથાભવ્યત્વાદિ)ના પરિપાકનાં સાધનો, -૧. ચાર શરણાંનો સ્વીકાર, ૨. દુષ્કતગઈ, ૩. સુકૃતોનું સેવન (અનુમોદન). એટલા માટે મુક્ત થવાની ઈચ્છાવાળાએ હંમેશા સંક્લેશ વખતે વારંવાર, અને સંક્લેશ ન હોય ત્યારે ત્રિકાળ સમ્યક પ્રણિધાન સાથે આ સાધન આચરવાં જોઈએ. જીવનું સ્વરૂપ :- જે પરમાત્મા એમ ભાખે છે કે (૧) લોકમાં જીવ અનાદિ કાળનો છે. (૨) જીવનો સંસાર અનાદિ કાળનો છે. (૩) સંસાર એ અનાદિ કાળથી ચાલ્યા આવતા કર્મ-સંયોગથી બનેલો છે. માટે (૪) સંસાર દુઃખ રૂ૫ છે, (પ) પરિણામે ફળરૂપે પણ દુઃખ આપનારો છે, અને (૬) તેય દુઃખ એકવાર નહિ, પણ દુઃખની પરંપરાને ભવોભવ સરજનારો છે. પરમાત્માએ કહેલું ગ્રંથકાર કહે છે તે અનુવાદ કરે છે' એમ કહેવાય. મહાપુરુષોના ઉપદેશનો અનુવાદ એ પણ કલ્યાણરૂપ હોવાથી શુભ કાર્ય છે; તેથી તેના પ્રારંભે વિષ્ણપિશાચની શાન્તિ માટે પૂર્વના “નમો વીયરાગાણે” સૂત્રથી ઈષ્ટદેવને નમસ્કાર જે કર્યો તે મંગળ માટે છે. મુક્તિની સાધનાના પ્રથમ પગથિયા તરીકે બતાવેલ જે પાપ- પ્રતિઘાત પાપનાશ, તેના ઉપાય અહીં કહેવા છે; તે એટલા જ માટે, કે પાપના ઉચ્છેદથી સંસારનો ઉચ્છેદ થાય. એ સંસાર કોનો છે ? ક્યારનો છે ? કેવી રીતે થયેલો છે ? અને કેવા સ્વરૂપ અને પરિણામવાળો છે ? એ આ સૂત્રમાં બતાવ્યું છે. આ બધુંPage Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122