Book Title: Paap Pratighat ane Gun Bijadhan
Author(s): Raj Saubhag Satsang Mandal Saila
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 74
________________ સૂત્ર - ૧ : ૬૧ : ઈહ' એટલે કે લોકમાં છે, અલોક આકાશમાં નહિ. “જીવ' એટલે આત્મા. “અતતિ' યાને ભિન્ન-ભિન્ન જ્ઞાનાદિ પર્યાયો (અવસ્થાઓ)માં સતત રહે તે “આત્મા'. એ આત્મદ્રવ્ય અનાદિ કાળથી છે, સનાતન છે; પણ નહિ કે નવું જ ઉત્પન્ન થાય છે. શરીરથી આત્મા કે ચૈતન્ય તદ્દન નવું ઉત્પન્ન થાય એવું નથી. કેમકે પૂર્વે જે સર્વથા અસત હોય, તે કદિયે ઉત્પન્ન થઈ હયાતિમાં આવી શકે જ નહિ. તેમ અહીં પણ પંચભૂતના સમૂહથી આત્મા નવો જ ઉત્પન્ન થતો મનાય નહિ. જેમ માટીના પિંડામાં અપ્રગટરૂપે ઘડો છે, તો તેના ઉપરની ક્રિયાથી ઘડો પ્રગટ થાય છે. તંતુમાં અપ્રગટરૂપે પણ ઘડો નથી, તેથી તંતુ-ક્રિયાથી કદિયે ઘડો પ્રગટ થતો નથી. તેવી રીતે પૃથ્વી આદિ ભૂતમાં અપ્રગટરૂપે ચૈતન્ય છે જ નહિ, તેથી નવું જ પ્રગટ ન થાય, આત્મા તેનાથી ઉત્પન્ન થયો એમ ન કહેવાય. આ સિદ્ધાંતને સત્ કાર્યવાદ કહે છે. સ્યાદ્વાદની શૈલીએ તો સદસત્કાર્યવાદ છે, અર્થાત દા.ત. માટીમાં ઘડો કથંચિત સત્ છે, એટલે કે સત પણ છે, અને અસત પણ છે; અણઘડાયા રૂપે સત્ છે, ને ઘડાયેલા ગોળાકાર રૂપે અસત્ છે. જ્યારે તંતુમાં ઘડો સર્વથા અસત્ છે. હવે જો આત્માને પણ સર્વથા અસત માનીએ તો એ કદિયે પ્રગટ થાય નહિ. માટે આત્મા અનાદિ કાળનો અને જડ ભૂતોથી તદ્દન જુદી જાતનો સિદ્ધ થાય છે. એ આત્મા પોતાના પ્રદેશો ઉપર કર્મના યોગે શરીર રચે છે. પ્રશ્ન : પંચભૂતોના સમુદાયની વિશિષ્ટ શક્તિથી ચેતના કેમ ઉત્પન્ન ન થાય ? ઉ૦ : ભૂતસમૂહમાં આવી કોઈ વિશિષ્ટ શક્તિ છે, એમાં પ્રમાણ શું ? કેમકે તમે તો અદ્રશ્ય શક્તિ માનો નહિ, અને પ્રત્યક્ષ શક્તિ ભૂતોમાં દેખાતી નથી. ચેતના જે દેખાય છે, તે ક્યાંથી આવી તેનો તો પ્રશ્ન છે. અદ્દશ્ય શક્તિ માનો તો મરેલાં શરીરમાંયે પાંચ ભૂત છે, તો તેમાં કેમ ચેતના નહિ ? માટે કહો કે આત્મા એક સ્વતંત્ર વસ્તુ છે, તે અનાદિ સત્ છે, શરીર સાથે માત્ર તેનો સંબંધ થાય છે એટલું જ; ને તેને જ જન્મવું કહે છે. આ સંસારનું સ્વરૂપ : જેમ આત્મા અનાદિકાળનો છે, તેમ જીવનો ભવ અર્થાત્ સંસાર પણ અનાદિ છે. તે “સંસાર” એટલે આત્માની પલટતી રહેતી અશુદ્ધ અવસ્થા. આત્માની મનુષ્યાદિ ગતિ-શરીર વગેરે વિભાવ દશા. કોઈ કાળેય જીવ તદ્દન શુદ્ધ હતો ને ત્યારે સંસાર હતો જ નહિ' એવું નથી. જેમાં પ્રાણીઓ કર્મને પરવશ મનુષ્ય દેવ આદિ રૂપે થાય છે (ભવતિ), એવા આ સંસારને ભવ કહે છે. તે અનાદિ સંસાર પણ અનાદિકાળથી કર્મ સંયોગથી ચાલ્યો આવે છે. અનાદિની વસ્તુ સંસાર, એ અનાદિના જ કારણોએ હોય. નહિતર તો જો પૂર્વે કોઈ વખતેય આત્મા કર્મસંયોગથી રહિત હોત, તો તે શુદ્ધ હોત; અને એમ શુદ્ધ આત્માને, મુક્તિ

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122