Book Title: Paap Pratighat ane Gun Bijadhan Author(s): Raj Saubhag Satsang Mandal Saila Publisher: Raj Saubhag Satsang Mandal SailaPage 76
________________ સૂત્ર - ૧ : ૬૩ : (૩) એકવાર આવી પતી જાય એમે ય નહિ, પણ અનેક જન્મોનાં દુઃખની પરંપરા સર્જે છે; અર્થાત્ ૧. અનેક ભવો સુધી વેઠવા પડે એવાં કર્મોને તથા ૨. અનેક ભવોમાં જઈને નવાં નવાં અશુભ કર્મ ઊભાં કરે એવાં કર્મ-બીજોને, વર્તમાન સંસાર પેદા કરતો હોવાથી જન્મ વગેરે દુઃખોની પરંપરાને ચલાવનારો પણ છે, એટલે સંસાર દુ:ખાનુબંધી છે. આ જોતાં, ‘અહો ! આપણો જીવ ક્યારનોય છે ? એને ભટકવાનું કેવા અનંત અનંત કાળ વહી ગયા છતાં ચાલુ છે ! અને કેવાં ઘોર દુઃખો અનંત કાળથી એ વેઠી રહ્યો છે ! છતાં હજી આવા કારમાં સંસારથી અરે ! પાગલ એ થાક્યો નથી ? થાક્યો હોય કંટાળ્યો હોય, તો સંસારનો અંત લાવવા કેમ કટીબદ્ધ ન થાય ? અનંત કાળના લેખામાં અતિ અલ્પ કાળવાળો આ માનવભવ કઈ ગણતરીમાં ? એવા અલ્પ કાળમાં જરા કષ્ટ વેઠી સંયમ સાધી લે તો શું બગડે ? છતાં મૂઢ નાદાન જીવ પૂર્વની જેમ જ અનંતા જન્માદિ-દુઃખોની પરંપરા ઊભી થાય એવું જ કરવામાં રચ્યો પચ્યો રહે છે ! અને અફસોસ ! તે આ મહામૂલ્યવંતા ઉત્તમ માનવભવે જીવનને વેડફી રહ્યો છે ! કેટલી બધી કિંમત ખર્ચીને આ ભવ હાથમાં આવ્યો છે, એનું એને ભાન નથી. તેની તેનો ઉપયોગ લાખોની કિંમતના હીરાથી મૂઠી મમરા ખરીદવાની જેમ તુચ્છ અને આત્મઘાતક વિષયસુખો ખરીદવામાં કરી રહ્યો છે ! આહાહાહા ! જીવ ! જરા થોભ, વિચાર કે ત્યારે હવે આ સંસાર ક્યારે ટાળવાનો ?' સંસાર ટાળવાનો ઉપાય શુદ્ધ ધર્મ છે. સંસારોચ્છેદક ઉપાય સાધવાની રીત : એઅસ્સ ણું .' આમાં ‘છું' શબ્દ વાક્ય-રચનાની માત્ર શોભા અર્થે છે, એનો કોઈ અર્થ નથી. આ સંસારનો ઉચ્છેદ (નાશ) જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ શુદ્ધ ધર્મથી થાય. પણ તે ધર્મ (૧) ઔચિત્ય સાથે, (૨) સતત (નિરંતર), (૩) સત્કાર સહિત, અને (૪) વિધિપૂર્વક સેવાય તો. એમ ન માનવું કે વ્રતધારી ગૃહસ્થ શ્રાવકથી અને તેથીયે ઉતરતા અવ્રતી ગૃહસ્થથી આવી આરાધના શે થાય ? થાય, અભિગ્રહ (પ્રતિજ્ઞા) ના પાલનથી થાય. અર્થાત્ પોતાની કક્ષાની દર્શન-જ્ઞાન-ચારિત્રની વિવિધ આરાધના પ્રતિજ્ઞા સાથે કરવાથી થાય. અહીં (૧) સર્વત્ર ઔચિત્યનું પાલન જીવનમાં ન હોય તો એકલી શુદ્ધ પણ ધર્મની સાધના આત્માના અનાદિના કુસંસ્કારો મિટાવી દેવા સમર્થ નથી બનતી. અનુચિત આજીવિકા, અયોગ્ય વર્તાવ આત્માને કઠોર રાખે છે; આત્મા સાથે એકમેક થતા નથી. જેમ ઘડો, કુંડું, લાડું વગેરે ભિન્ન ભિન્ન આકૃતિના પરિણામ (ઘાટ) કઠણ માટી પર ઉતારી શકાતા નથી, પરંતુ ટીપાઈ ટીપાઈને કૂણી બનેલી માટી ૫૨Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122