Book Title: Paap Pratighat ane Gun Bijadhan
Author(s): Raj Saubhag Satsang Mandal Saila
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 82
________________ સત્ર - 1 [: ૬૯ : * તુલસા શ્રાવિકાનો શરણ સ્વીકાર :- વિશ્વહિતકારી મહાવીર પ્રભુને અંબડ પરિવ્રાજક સુલસાના ગામ જતાં પૂછે છે,- “પ્રભુ ! કાંઈ આજ્ઞા ?' ત્યારે પ્રભુ કહે છે ! ત્યાં સુલસીશ્રાવિકાને ધર્મના ખબર પૂછજો.” આ સંભળી અંબડના મનમાં આશ્ચર્ય થયું કે “આખા નગરમાં પ્રભુને એક બાઈ તુલસા જ ભક્ત જડી ? ત્યારે એનો ધર્મરાગ કેવોક હશે ? મારે એનું પારખું કરવું જોઈએ.” અંબડે ત્યાં જઈ સુલતાના ઘરે પરિવ્રાજકના જ વેશે પ્રવેશ કર્યો. સુલતાએ વેશ પરથી કોઈ મિથ્યાદ્રષ્ટિ કુગુરુ સમજી એનો આદર ન કર્યો. અરે ! સામું પણ જોયું નહિ. એના મનને નિશ્ચિત હતું કે “મારે અરિહંત અને નિગ્રંથમુનિનું શરણ છે એ પુરતું જ છે, એ જ તારણહાર છે, સંસારભય નિવારક છે. પછી મારે કુદેવ-કુગુરુની શી આશ કે એમનું સન્માન કરૂં ? રાગ-દ્વેષી દેવ અને આત્યંતર મમતાદિની પ્રન્થિવાળા ગુરુનાં પોકળ શરણાં શા ધરવાં ? એથી મારું સમ્યક્તરત મેલું થાય કે જાય.' અંબડે જોયું છે તો પાકી ! છતાં વિશેષ પારખું કરું' એ હતો વિદ્યાવાળો તે એણે ક્રમશઃ નગરનાં એકેક દરવાજા બહાર ઠાઠથી બ્રહ્મા-મહેશ-વિષ્ણુ અને ર૫ મા તીર્થકરનાં રૂપ વિકવ્ય દરેક પ્રસંગે આખું નગર જોવા ઉલટું, લોકમાં ચોમેર વાહ ! ભગવાન સાક્ષાત્ પધાર્યા ! અહો ! અહો !' થઈ રહ્યું, હર્ષઘેલી પાડોશણો સુલતાને લઈ જવા ઘણુંય નથી પરંતુ વીરમગ્ન સુલતાને એ જોવાનો કોઈજ ઉમળકો જ નહિ, તે એ ન જ ગઈ ! એને મન એક અરિહંતનું જ શરણ એટલું દૃઢ ચોક્કસ છે કે “મારા એક નાથ અરિહંત મહાવીરના આંતર દર્શનમાંથી પરવારે તો બીજા હાલતુ-ફાલતુને જોવા જાઉં ને? ને બીજામાં જોવા જેવું છે પણ શું? સકલ કલ્યાણનું એક કારણ માત્ર અરિહંત દેવ છે. અનંત જ્ઞાન અનંત સુખભર્યા સર્વ સિદ્ધ એમની ઉપાસનાથી જ થયા છે. એમના જ શાસનને સાધુ મહાત્માઓ આરાધે છે. એમણે ભાખેલો ધર્મ જ શ્રેષ્ઠ મંગળ છે. મારે તો એ અરિહંત-સિદ્ધ-સાધુ-આહંતધર્મ જ શરણ હો.' બસ, એમાં કાંઈ અધુરૂં એને લાગતું જ નથી કે જે પૂરવા બીજે મન લઈ જવું પડે. બીજી આતુરતા પણ કરવામાં એ સમ્યગ્દર્શન મેલું થવાનું દેખે છે, પછી એ જોવાનું જાણવાની વાતેય શી ? અંબડે આને એકેય દરવાજે જોઈ નહિ, સમજી ગયો કે પ્રભુએ કાંઈ કાચી પોચીને ખબર નથી પૂછાવી. એના મનને થયું કે “ખરેખર ! આમાં તો પ્રભુએ મારા સમ્યક્તને વિશેષ નિર્મળ કરવા માટે જ મારા દ્વારા આ સુલતાને ખબર પૂછાવી લાગે છે. અહો ! પ્રભુનો કેવો મહાન ઉપકાર !'

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122