Book Title: Paap Pratighat ane Gun Bijadhan
Author(s): Raj Saubhag Satsang Mandal Saila
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 91
________________ પંચસૂત્ર ભગવંતો જ શરણ નહિ, કિંતુ સાધુ-મહાત્માઓ પણ મારે શરણ છે. તે સાધુ ભગવંતો કેવા છે ? : ૭૮ : પ્રશાંત અને ગંભીર આશયવાળા છે. ક્ષમાનમ્રતાદિને ધારણ કરનારા હોવાથી એમના ચિત્તનો પરિણામ (અવસ્થા) પ્રશાંત છે, પણ ઉછળતો કધમધમતો નથી. એમાંય ક્ષમા પહેલી, માટે જ એ ક્ષમાશ્રમણ કહેવાય છે. તેમજ એમની ચિત્તવૃત્તિ યાને આશય ગંભીર છે, પણ છીછરી અને ક્ષુદ્ર નથી. તુચ્છ ગણતરી, તુચ્છ સ્વભાવ, તુચ્છ લાગણી એમને નથી. સાચા સુખનું આ કેવું સુંદર સાધન ! પામર પ્રાણાં આવેશને વશ થઈ ક્રોધમાં ધમધમતો બની પહેલાં તો જાતે જ દુ:ખી થાય છે, વળી બીજાનેય દુઃખી કરે છે, ને પરિણામે પણ દુઃખને નોતરે છે. ક્ષમાશીલ મનુષ્ય, આવેશને રોકી ઠરેલ ચિત્તવાળો બનેલો, કોઈ પણ આંતરિક રાગાદિ ક્લેશનો ભોગ નથી પોતે બનતો, અને તેથી નથી બીજાને બનાવતો. એ તો સ્વપરનાં કર્મનાં વિચિત્ર નાટકને નિહાળતો આપત્તિમાં પણ સાચી પ્રસન્નતા અનુભવે છે. એથી અવસરે બીજાને પણ ધાર્મિક અને પ્રશાંત બનાવી દે છે ! યશોધર ચરિત્રમાં પ્રસંગ છે. સુદત્ત મુનિવર નગર બહાર ધ્યાનમાં ઊભા છે. રાજા શિકારે જવા નીકળેલો મુનિને જોઈ અપશુકન માનીને એમના પર શિકારી કૂતરા છોડે છે. પરંતુ કૂતરા પ્રશાંત મુનિની નજીક પહોંચતાં, એમના તપ-સંયમની પ્રભાથી અંજાઈ જઈ શાંત થઈ ઊભા રહ્યા ! રાજા ક્ષોભ પામ્યો. ત્યાં એક શ્રાવકના કહેવાથી સમજ્યો કે ‘આ તો મોટા રાજકુમાર હતા ને મહાત્યાગી સાધુ બનેલ છે; એટલે રાજાને ભારે પસ્તાવો થયો કે ‘હું કૂતરાથી ય ગયો ?' એ જઈને મુનિની ક્ષમા માગે છે. પ્રશાંત મુનિ જરા પણ ક્રોધ કે અરુચિ બતાવ્યા વિના એને પ્રોત્સાહક ધર્મોપદેશ આપી મહાન ધર્માત્મા બનાવે છે. એમ, મુનિ ગંભીર-આશય અર્થાત્ ચિત્તની ગંભીરતાને લીધે અકાર્યોથી બચી જઈ મૃદુભાવને ટકાવી રાખે છે, ત્યાં અહંભાવ અને ગર્વના પણ ઉકળાટ ક્યાંથી ઊભા જ થઈ શકે ? જગતની કર્મનિત આપ- સંપત્ની મહાન વિચિત્ર ઘટનાઓ આ સાગર-ગંભીર ચિત્તને ન ડહોળી શકે, વિસ્મય ન પમાડી શકે; તુચ્છ વિચારાદિમાં ન તાણી શકે; કિન્તુ ઉલટ એ ઘટનાઓ તો એવા ગંભીર ચિત્તમાં શાંતપણે સમાઈ જઈને તાત્ત્વિક વિચારણાને વેગ આપે છે આત્માને વધુ ઓજસ્વી બનાવે છે. તેથી આત્મામાં કષાયની લાગણીઓ-પરિણતિઓ કે વિષયની તુચ્છ વિચારણાઓ-ગણતરીઓ જનમતી નથી. ન ને * આ સાધુ ભગવંતો વળી ‘સાવજોગ-વિરયા' સાવદ્ય યોગથી વિરામ પામેલા છે, નિવૃત્ત થયેલા છે. અવઘ એટલે પાપ. પાપવાળી મનોવાક્કાય-પ્રવૃત્તિ તે સાવધ વ્યાપાર એ કરવા રૂપ, કરાવવારૂપ, અને કોઈ કરે તેમાં અનુમતિરૂપ,- એમ ત્રણ

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122