Book Title: Paap Pratighat ane Gun Bijadhan
Author(s): Raj Saubhag Satsang Mandal Saila
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 89
________________ : ૭૬ : પંચસૂત્ર માતાને એ સમજાવી પોતે ચારિત્ર લીધું અને મોક્ષ પામ્યા, સિદ્ધ થયા. સિદ્ધ પ્રભુની અક્ષય સ્થિતિનો મીઠો ખ્યાલ જીવને પોતાના જન્મ-મરણાદિ પ્રત્યે ધૃણા ઉપજાવે છે, અને મને ક્યારે એવી મનોરમ અક્ષય સ્થિતિ મળે' એવો કોડ ઉત્પન્ન કરે છે. એમને જન્મ અટકવાનું કારણ એ છે કે – એ સિદ્ધ ભગવંતો “અવેઅ-કમ્પ-કલંકા' કર્મકલંકથી રહિત થયેલા છે. તેથી સ્ફટિકવત અત્યંત નિર્મલ થયેલા છે. શ્રદ્ધાળુને જગતની ઋદ્ધિ સિદ્ધિ આપનારાં કર્મ પણ આત્માના કલંકરૂપ ભાસે છે. કર્મ-કલંકને દૂર કરનારા જીવો જ ખરેખર મહાવીર અને વિક્રમશાળી છે. કેમકે કર્મની અહિંસા સંયમ અને તપથી સર્વનાશ કરવાનું કાર્ય જ અત્યંત કપરૂં છે. કર્મ જ્યાં ગયા, કે પણ વાબાતા’ સર્વ પીડા, નડતર, વગેરે અત્યંત નાશ પામી ગયું હોવાથી, શ્રી સિક્કો સર્વથા બાધારહિત બનેલા છે. એ સર્વ પ્રકારની “ઊંચીનીચી વિષમતા, સ્વરૂપ ધનિ, વિભાવ વગેરેથી પર છે. અર્થાત (૧) એ શરીર, કર્મ આદિથી તદ્દન હિત હોવાથી એમને યશ-અપયશ, માન-અપમાન, શાતા-અશાતા, ઈષ્ટ-અનિષ્ટ વગેરે વિષમતા નથી; (૨) નિજનું અનંતજ્ઞાન-સુખાદિમય સ્વરૂપ પૂર્ણ ખીલ્યું હોઈ સ્વરૂપ-હાનિ નથી; તેમ જ (૩) રાગ-દ્વેષ-અજ્ઞાન- હાસ્ય-ભય-દીનતા-મદ-માયાકામ ક્રોધ વગેરે વિભાવ યાને પરાધીન ભાવ નથી. આવા સિદ્ધ પ્રભુને હું શરણે ઉં છું, એમ સમજીને કે “કમ છે ત્યાં સુધી જ બાધા અને વિષમતા છે. નિબંધ સ્થિતિ માટે નિષ્કર્મ સ્થિતિ જોઈએ; તેથી બધાથી આકુળ વ્યાકુળ થવા કરતાં કર્મથી જ આકુળ વ્યાકુળ થઈ કર્મના અંતનો યત કરૂં.' વળી શુદ્ધ સ્વરૂપવાળા બનેલા શ્રી સિદ્ધો ન્યાયાદિ-દર્શનના કહેવા મુજબ અજ્ઞાન નથી, પણ * કેવલવરનાણદંસણા ઉત્તમ કેવળ (સંપૂર્ણ) જ્ઞાન અને કેવળદર્શનને ધરનારા સર્વજ્ઞ અને સર્વદર્શી છે. કેમકે જ્ઞાનદર્શન તો આત્માનો સ્વભાવ જ છે. તેથી તો એ ચેતન છે. નહિતર એનું ચૈતન્ય શું? આ જ્ઞાન એટલે યમાત્રને જાણે. ત્રણે કાળના સમસ્ત ભાવ જોય છે, તો તદ્દન આવરણ રહિત બનેલ જ્ઞાન “જગતના સર્વ ભાવો કેમ ન જાણે ? જગતના સર્વ ભાવોને તટસ્થપણે (રાગદ્વેષ વિના) જોવા જાણવાની આ કેવી મઝાની રમણતા ! મને પણ ક્યારે શુદ્ધ જ્ઞાનદશા મળે !' વળી સિદ્ધિપુરનિવાસી’ મિથ્યા મતોએ માન્યાની જેમ આત્મા જગવ્યાપી નહિ, પણ લોકાંતે સિદ્ધ શિલા ઉપર નિવૃત્તિ નગરીના નિવાસી બનેલ છે. ત્યાં “ નિવમ-સુસંગતા' અનુપમ સ્વાધીન સુખથી પરિવરેલા છે. કોઈ વિષય, કોઈ કાળ, કોઈ સંયોગ કે કોઈ પરિસ્થિતિની આ અનંતસુખને અપેક્ષા નથી. એવા અસાંયોગિક, નિત્ય, સહજ, આનંદના ભોક્તા શ્રી સિદ્ધ વિભુ છે. “અહો ! અમારા

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122