Book Title: Paap Pratighat ane Gun Bijadhan
Author(s): Raj Saubhag Satsang Mandal Saila
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 87
________________ : ૭૪ : પંચસૂત્ર કર્યો. તેજોલેગ્યા મૂકનાર ગૌશાળા પર દ્વેષ ન કર્યો; તેમજ એમનું કોઈ પણ કથન મૂઢતા- અજ્ઞાનતાભર્યું નહિ; કેમકે એ વીતરાગ સર્વજ્ઞ છે. એવા બીજા કોઈ દેવ નહિ, માનવ નહિ, એ તો એ જ.' એવા નાથને શરણે જવામાં સમ્યજ્ઞાન વૈરાગ્યાદિની જરૂર પ્રાપ્તિ થાય. એ માટે જ એમનું શરણ કરવાનું હોય. એ પ્રભુ વળી કેવા ? અચિંત્ય-ચિંતામણિ' સ્વરૂપ છે. અચિંત્ય કેમ કહ્યું ? એટલા માટે કે ચિંતામણિ તો આપણે ધાર્યા મુજબનું ફળ આપે અને તે પણ લૌકિક, અર્થાત્ આ લોક પૂરતું જ ફળ; જ્યારે પરમાત્મા તો ધારણાથી પણ પર (ઉત્કૃષ્ટ) એવા અકથ્ય અનંતસુખમય મોક્ષ પર્વતના ફળોને આપનારા છે આવા અચિંત્ય ચિંતામણિ રૂપ પ્રભુને પ્રાપ્ત કર્યા પછી હવે મારે શી ન્યૂનતા છે કે હું દુન્યવી કોઈ આપત્તિના પ્રસંગમાં ઓછું માનું અને દુઃખી થાઉ?” વળી ‘ભવજલધિપોતા' : ભગવાન સંસારથી પાર ઉતારનારા હોવાથી ભવસાગરમાં જહાજ સમાન છે. એમના શરણે રહેલો હું જરૂર ભવસાગરને તરવા મથીશ એવા મારા કોડ છે.” ભવ એટલે ચતુર્ગતિરૂપ સંસાર; તેમ વિષય અને કષાયો, ને અનાદિની સંજ્ઞાઓ વગેરે પણ ભવ છે. એ બધાથી જીવને એ છોડાવે છે. ‘એગંતસરણા' : ભગવાન અરિહંત-દેવો જ એકાંતે શરણ કરવા યોગ્ય છે, કેમકે ભેદભાવ વિના પોતાના અપરાધી કે નિરપરાધી સર્વે આશ્રિતોનું હિત કરનારા છે, અને તે પણ આશ્રિતના સર્વ હિતના કરનારા છે. એમના જેવા સર્વ-કલ્યાણ કરવાનો મહાન ઉપકાર બીજો કોણ કરી શકે એમ છે ? જગતના પૃથ્વીકાય અપ્લાય આદિ એકેન્દ્રિય જીવ સુધીના જીવોની ઓળખ અને દવા કરવાનું તીર્થકર ભગવાને શિખવાડીને ભવ્ય જીવોને એ જીવોની રક્ષા કરતા કર્યા. એટલું એ ઝીણા જીવોનું પણ હિત કરવાનું બીજા કોણે કર્યું છે ? અને જો બીજો કોઈ તેવો નથી, તો એવા બીજાઓનું શરણું પણ હૃદયમાં કેમ રખાય ? રાખવાની જરૂર શી ? માટે, “અરહંતા સરણ' અર્થાત અશોક વૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ .... વગેરે અષ્ટમહાપ્રાતિહાર્યરૂપી પૂજાને લાયક એવા અહેતુ ભગવંતો મારે જાવજજીવ શરણ છે, આશ્રય છે; એમનો જ મારે આધાર છે. જગતના કહેવાતા, કલ્પિત કે નામના શરણ પર મને શ્રદ્ધા નથી. તથા તેવા નામના શરણભૂત શેઠ, મિત્રો, કુટુંબ, ધન, સત્તા વિગેરેમાંનું કોઈ પણ અવસરે મને સહાય ન કરે તો પણ હું દુઃખી ન થાઉં, ચિંતા ન કરૂં, કેમકે હું જાણું છું કે એ કોઈ પણ સાચા શરણ જ નથી. મેં તો એક માત્ર દેવાધિદેવને સાચા. અનન્ય શરણ તરીકે ધાર્યા છે, અને ત્યાં સુધી મને કોઈ

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122