Book Title: Paap Pratighat ane Gun Bijadhan
Author(s): Raj Saubhag Satsang Mandal Saila
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 88
________________ સૂત્ર – ૧ : ૭૫ : ભય કે આપત્તિ નથી. પૂર્વના તીવ્ર કર્મના ઉદયે કદાચ પ્રતિકુળતા આવશે તો પણ, નાથના શરણના પ્રતાપે, તે અંત પામવા માટે જ બનશે; અર્થાતુ એમાંથી હવે નવા કર્મનો ફણગો નહિ ફૂટે, કર્મની ધારા અટકી જશે, અને દુ:ખનો સદાને માટે અભાવ થશે.” * શ્રીપાલ કુમારને કેટલીય આપત્તિ આવતી ગઈ ! ધવલશેઠના પ્રપંચે દરિયામાં પટાકાવાનું ય આવ્યું ! તો પણ એને મન તો એક અરિહંતાદિ નવપદનું જ શરણ ! જેના પ્રભાવે મગરમચ્છ તરાપાની માફક પીઠ પર લઈ એવા થાણા બંદરે ઉતાર્યા કે જ્યાં રાજકન્યાના પતિ તરીકે શ્રીપાલને લેવા માટે રાજાના માણસો આવી લાગ્યા ! શ્રીપાલ આ શરણના પ્રતાપે નવ ભવની સમૃદ્ધિ જોવા પર મોક્ષની અનંત સમૃદ્ધિને વરવાના છે. सूत्र : तहा पहीणजरामरणा, अवेअकम्मकलंका, पणट्ठवावाहा, केवलनाणदंसणा, सिद्धिपुरनिवासी, निरुवमसुहसंगया, सव्वहा कयकिच्चा, સિદ્ધાસરો અર્થ :- તથા જરા-મરણ રહિત, કર્મ-કલંકથી મુક્ત, પીડા નષ્ટ થઈ ગઈ છે જેમને એવા, કેવળજ્ઞાન-દર્શનવાળા, સિદ્ધિનગરીના વાસી, અનુપમ સુખસંપન્ન, સર્વથાકૃતકૃત્ય સિદ્ધ ભગવાન મારે શરણ છે. (૨) સિદ્ધશરણ :- હવે શ્રી અતુ પ્રભુની જેમ શ્રી સિદ્ધ ભગવાનનું શરણ સ્વીકારું છું. તે સિદ્ધ ભગવાન કેવા છે ? “પહણજરામરણા” અર્થાત્ જેમને જન્મ વગેરે બીજ જ નહિ હોવાથી, જરા (વૃદ્ધાવસ્થા) અને મરણ રૂપી અંકુર પણ એમના અત્યંત ક્ષીણ થઈ ગયા છે, કે જેથી એ જન્મમરણ કરી કદીએ જીવને સ્પર્શી શકે નહિ. એટલે, સદાને માટે અક્ષય સ્થિતિવાળા શ્રી સિદ્ધો બન્યા છે. અહો ! આ કેવી સુંદર અવસ્થા ! આ વિચિત્ર વિશ્વની રંગભૂમિ પર વિદૂષક (ભવૈયા) ની જેમ નવનવી ગતિના વેશમાં જન્મવું, પુદ્ગલના લોચા લેવા, શરીરાદિના ઘાટ બનાવવા, એને પોષવાની કારમી કષ્ટમય મહેનત કરવી પછી પણ પાછા ઘસાતા જવું અને ઘરડા થઈ યા વહેલાં ય મરવું ! એટલે એ બધું લુપ્ત ! ત્યાં પૂર્વની બધી મહેનત અને એનું ફળ-સગવડ એળે ! અને એમાં બાંધેલા પાપ માથે ! આ બધી વિટંબણાનો કાયમી અંત આવે તો પછી પીડાજ શી ? અરે ! સંસારના બીજા ત્રાસ તો પછી, પણ માત્ર વારંવાર પરાધીનપણે જન્મવું પડે છે એ પણ વિવેકીને શરમાવનારું લાગે છે. નાના બાળ રાજકુમાર-અઈમુત્તા જેવા પણ જ્યાં મહાવીર પ્રભુ પાસેથી સમજી આવ્યા કે “સંસારના પાપથી ફરી ફરી જન્મવા-મરવાનું આવે છે, ચારિત્રથી કર્મ ખપાવી સિદ્ધ બન્યા પછી કદી જન્મ મરણ નહિ,” તો ઘરે આવી

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122