________________
| સૂત્ર – ૧
: ૭૭ :
સાપેક્ષ સુખની, તુચ્છતા, ક્ષણિકતા, દુઃખ પરિણામિતાદિ ક્યાં ? અને ક્યાં એ નિરપેક્ષ અનંત આનંદની વાત? એ અનંત આનંદ પામવા અમારે અનંત આનંદમય શ્રી સિદ્ધ પ્રભુનું શરણ છે.” * કરકંડુ રાજાએ પૂર્વે પુષ્ટ બળદને પછી જીર્ણ થયેલો જોઈ એને એ વિચાર આવ્યો કે “અરે ! ત્યારે જો અમારી આ સ્થિતિ થવાની છે, તો પછી ક્યાં સંસારનાં સુખ કાયમ રહેવાના ? યુવાની, સંપત્તિ અને આરોગ્યને સાપેક્ષ આ સુખમાં શું પડ્યા રહેવું? કેમકે એ યુવાની વગેરે વિનાર હોઈ તત્સાપેક્ષ સુખ પણ વિનશ્વર ! સાચાં સુખ તો સિદ્ધ અવસ્થાનાં. એના માટે જ ઉદ્યમ ન કરું?’ એમ કરી સિદ્ધ શરણરૂપે ચારિત્ર લીધું. પ્રવૃત્તિ માત્રનું પ્રયોજન ઈષ્ટની સિદ્ધિ છે, અને જીવને ઈષ્ટ એકાંત સુખ છે. શ્રી સિદ્ધ પરમાત્માને અનંત સુખ સિદ્ધ છે, એટલે હવે એ “સવહ કયકિચ્ચા' સર્વ પ્રકારે કૃતકૃત્ય છે, સિદ્ધપ્રયોજનવાળા બન્યા છે. હવે એમને કોઈ પ્રયોજન બાકી નથી. તેથી કોઈ પ્રવૃત્તિ સાધવાની નથી.
એવા એ સિદ્ધ ભગવંતો શ્રેષ્ઠ મોક્ષતત્ત્વરૂપ છે; કેમકે (૧) જગતમાં તત્ત્વ છે, -જડ અને જીવ. જડ કરતાં જીવ ઉત્તમ છે. કારણ કે વિશ્વમાં કોઈ જડ કદી શાશ્વત શુદ્ધ નથી બની શકતું, જ્યારે જીવ તત્ત્વ એવું શાશ્વત શુદ્ધ બની શકે છે, કે જેથી પછી કદીય અશુદ્ધ ન થાય. વળી (૨) જીવ તત્ત્વમાંય સિદ્ધ- બુદ્ધ-મુક્ત જીવો એ બીજા જીવો કરતાં શ્રેષ્ઠ છે, કેમકે તે સર્વથા કર્મ-કલંકથી રહિત છે. વળી (૩) નવ તત્ત્વમાં અંતિમ સાધ્ય મોક્ષ તત્ત્વ છે, એ સધાયું પછી કશું સાધવાનું નહિ; ને તે મોક્ષ સિદ્ધિસ્વરૂપ છે. માટે ય સિદ્ધો પરમ તત્ત્વરૂપ છે. એમનાથી ઊંચું કે એમના સમાન બીજું કોઈ તત્ત્વ નથી. એ એવા સંપૂર્ણ કૃતાર્થ છે કે એમને મોક્ષ મળ્યા પછી કાંઈ મેળવવાનું બાકી રહેલું નથી. હવે એમનેસ શરીર નથી, ભૂખ નથી, હાજત નથી, પણજ કે વેદના નથી, ઈચ્છા નથી, અજ્ઞાન નથી, તેથી શું કરવાનું બાકી રહે? માટે, મારે એ સિદ્ધો જ શરણ છે, એ જ સેવ્ય છે, એ જ ધ્યેય છે, પ્રાપ્ત છે, સ્તુત્ય છે.
सूत्र : तहा पसंतगंभीरासया, सावज्जजोगावीरया पंचविहायारजाणगा, परोवयारनिरया, पउमाइनिर्दसणा, झाणज्झयणसंगया, विसुज्झमाणभावा साहू સરળ છે.
અર્થ : તથા પ્રશાંત અને ગંભીર આશયવાળા, સાવદ્ય યોગથી વિરામ પામેલા, પંચાચારના જ્ઞ-પ્રત્યાખ્યાન (ઉભય) પરિજ્ઞાવાળા, પરોપકારમાં અત્યંત રકત, કમળ આદિની ઉપમાવાળા, ધ્યાન અધ્યાયનમાં પરોવાયેલા, વિશુદ્ધ થતા ભાવવાળા સાધુ ભગવંતો મારે શરણ છે. (૩) સાધુ શરણ :- ત્રીજા નંબરમાં સાધુ મહાત્માનું મને શરણ છે. કેવળ સિદ્ધ
એક પાનું છોડીને ૭૮-૭૯ પાનું છે. -