Book Title: Paap Pratighat ane Gun Bijadhan
Author(s): Raj Saubhag Satsang Mandal Saila
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 77
________________ : ૬૪ : પંચસૂત્ર જ ઉતારી શકાય છે; તેવી રીતે અનુચિત વર્તનથી કઠણ રહેલા આત્મા માટે સમજવું. માટી પર ઘડાની જેમ જ્ઞાન-દર્શન-ચારિત્ર પણ આત્માના પ્રદેશ પ્રદેશ પર ઉતારવાનો પરિણામ છે. તે ત્યારે જ ઉતરે કે, જો આત્મા ઔચિત્યના પાલનથી મુલાયમ બને. એ કેમ ? ઔચિત્ય જાળવવામાં આત્માને વધુ પડતો લોભ, ક્રોધ અહંભાવ, ક્ષુદ્રતા વગેરે તજવા પડે છે, તેથી આત્મા પોચો પડે છે, મુલાયમ બને છે." (૨) સાતત્ય-ભૂતકાળમાં અનંત ભવોમાં મિથ્યાત્વની, અજ્ઞાનની તથા હિંસાદિ પાપોની, અને ઈન્દ્રિયોની અવિરતિની સતત ધારાબદ્ધ પાપપ્રવૃત્તિએ આત્મામાં મિથ્યાત્વ-ભ્રાવ, મૂઢ દશા , અજ્ઞાન અને પાપપ્રવૃત્તિ દઢ કર્યા છે. આને મિટાવવા માટે પ્રતિપક્ષી સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રની નિર્મળ પ્રવૃત્તિ જીવનમાં સતત આચરાવી જોઈએ. શરીરમાં દીર્ધકાળથી ગાઢપણે વ્યાપી ગયેલ રોગને દૂર કરવા જેમ ઔષધનું સેવન સતત કરવું પડે છે, તેવું જ મિથ્યાત્વાદિ ગાઢ સંસાર-રોગને દૂર કરવા સમ્યગ્દર્શનાદિ સતત આચરવા જોઈએ. (૩) સત્કાર, - વળી તે ધર્મસેવન સત્કાર સાથે થાય; અર્થાત હૃદયના આદર-બહુમાન સાથે થવું જોઈએ. જીવે સંસાર-રોગને વધારનાર મોહને ખૂબ આદર સાથે સેવ્યો છે, માટે જ સંસારમાં અનેક કષ્ટ અને ત્રાસ વગેરે અનુભવવા છતાં સંસાર પરનો મોહ, જેમ બહુ માનેલા-સત્કારેલા પુત્ર પરથી મોહ ન ખસે તેમ, ખસતો નથી, અને સંસાર ઉપર ઉદ્વેગ થતો નથી. એ તો મોક્ષ સાધક સમ્યગ્દર્શનાદિ શુદ્ધ ધર્મ પણ હૃદયના બહુમાન સાથે જે આચરાય તો જ મોક્ષપ્રીતિ વધે, મોહમાયા ઘટે, અને ક્રમે કરીને સંસાર રોગ નાબુદ થાય. વાત સાચી છે કે શેઠની નોકરી સતત સેવવા છતાં નોકર બહુમાન ન ધરાવતો હોય તો તેની કિંમત નથી અંકાતી; સારો લાભ નથી મળતો. અથવા પતીની પતિ પ્રત્યેની ભલે સતત પણ જો સેવા આદર વિનાની હોય, તો એ પતિને જરાય આવર્જી શકતી નથી. તેમ ઘર્મને પણ સતત સેવવા છતાં આદર વિના સેવેલા ધર્મને પણ સતત સેવવા છતાં આદર વિના સેવેલા ધર્મને હૃદયમાં આવર્જી શકાતો નથી, અને હૃદયમાં પ્રતિપક્ષી મિથ્યાત્વ-કષાય વગેરેનું સ્થાન મટીને સમ્યગ્દર્શનાદિ શુદ્ધ ઘર્મ સ્થાન પામી શકતો નથી. (૪) વિધિ - આ ઉપરાંત ધર્મની શ્રવણાદિ સાધનામાં વિધિનું પાલન જરૂરી છે. આદરપૂર્વક અને સતતપણે સેવા કરનારો પુત્ર જો વિધિસર સેવા ન કરે, તો અવિવેકીપણાને લઈને પિતાને તેટલા પ્રમાણમાં આવર્જી શકતો નથી. સેવા વિધિસર જોઈએ. ઔષધ પણ સતત અને બહુશ્રદ્ધાપૂર્વક સેવાવા સાથે તે તે સમય, તે તે અનુપાન, તે તે કુપથ્યનો ત્યાગ વગેરે વિધિપૂર્વક સેવાવું જોઈએ છે; નહિતર તે રોગને ન કાઢી શકે. મોટા રાજાની સરભરા પણ આદર ઉપરાંત વિધિને ય જરૂર

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122