Book Title: Paap Pratighat ane Gun Bijadhan Author(s): Raj Saubhag Satsang Mandal Saila Publisher: Raj Saubhag Satsang Mandal SailaPage 78
________________ સૂત્ર – ૧ : ૬૫ : માગે છે. તેવી જ રીતે ભવરોગને કાઢનાર ઘર્મ- ઔષધનું સેવન શાસ્ત્ર કહેલી વિધિ મુજબ જ થવું જોઈએ. અહીં, ઔચિત્યમાં આજીવિકાનો યોગ્ય વ્યવસાય, ઉચિત લોક વ્યવહારનું પાલન, ઉચિત રહેણીકરણી, ઉચિત ભાષા ભોજન, કુટુંબ-વડિલ-મિત્ર-મંડળ વગેરે સાથે ઉચિત વર્તાવ, આમ બધે જ ઔચિત્ય જોઈએ, સાતત્યમાં દર્શન-જ્ઞાનચારિત્રની તે તે પ્રવૃતિઓ જીવનમાં નિત્ય કે કાળે કાળે પણ નિયમિતપણે સળંગ ચાલવી જોઈએ કે જેથી એના સંસ્કારો પર સંસ્કારો દૃઢ થતા થાય. *આદરમાં તે તે ઘર્મ અને ધર્મી પર, કિંમતી રતના નિધાનની જેમ પ્રીતિ, તેમની વાર્તા પર રાગ, તેમની નિંદાનું અશ્રવણ, નિંદકની દયા, સંસારની બીજી કોઈ પણ વસ્તુ કરતાં તે ધર્મની અધિક કદર, ધર્મ પામવાની અતિ ઉત્કટ આતુરતા, પામવા માટે વિશિષ્ટ ઉદ્યમ, પામતાં સંભ્રમ (અપૂર્વ હર્ષ) અને રોમાંચનો અનુભવ, તથા પામ્યાનો એટલો આનંદ કે પોતાના જીવનને એથી જ મહા ભાગ્યવંત માને, અને તેને કાંઈ બાધ ન આવે તેવી કાળજી રાખે. *વિધિમાં શાસ્ત્ર બતાવેલ છે તે કાળ, સ્થાન, આસન, મુદ્રા, આલંબન, વગેરેનું પાલન; તથા જ્ઞાન-દર્શન-ચારિત્રના આઠ આઠ પ્રકારોના આચારોનું તેમ જ તપ અને વીર્યના આચારોનું આસેવન; વળી આ ધર્મ વિનાના આત્માઓ ઉપર ભાવ દયા; તથા ધર્મ પામેલા પર હૃદયનો સહર્ષ પ્રેમ, ઈત્યાદિ ઈત્યાદિ વસ્તુઓ વિધિમાં ગણાવી શકાય. આ સ્થિતિ ઊભી કરવા, જીવનમાં તે અંગેના અભિગ્રહો (પ્રતિજ્ઞા) લઈને એનું પાલન ખૂબ જ ઉપયોગી થાય. કેમ કે, અભિગ્રહથી ધર્મ સતતપણે જીવનમાં ટકે છે. શુદ્ધ ઘર્મ પૂર્વે કહેલ સમ્યગ્દર્શનાદિરૂપ સમજવો. આવા શુદ્ધ ધર્મની સમ્યક્ર-પ્રાપ્તિ, એટલે કે ભાવથી આત્મામાં તેની સ્પર્શના થવી જોઈએ. તે સ્પર્શના મિથ્યાત્વ-મોહનીય, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અનંતાનુબંધી કષાયો વગેરે પાપકર્મના વિશિષ્ટ નાશથી થાય. વિશિષ્ટ નાશ એટલે કે એવો નાશ કે જેની પછી ફરીથી તે પાપ ઊભું ન થાય, બંધાય નહિ, તે રીતનું દૂરીકરણ. આવા પાપનાશને કરવા માટે 'તથાભવ્યત્વ (સ્વભાવ), 'કાળ, 'નિયતિ (ભવિતવ્યતા), કર્મ (પુણ્ય-પાપ), તથા "પુરષાર્થ, એ પાંચ કારણોનો સમવાય (અનુકુલ સંયોગ) જોઈએ. આમાં તથાભવ્યત્વનો પરિપાક કરવાથી બીજા કારણ અનુકૂળ બની આવે છે. તથાભવ્યત્વનું સ્વરૂપ :- “ભવ્યત્વ' એટલે સામાન્યથી કોઈપણ ભવ્ય જીવની મોક્ષ પામવાની યોગ્યતા; અને ‘તથા ભવ્યત્વ' એટલે વિશિષ્ટ ભવ્યત્વ; તે તે ભવ્ય જીવની મોક્ષ પામવાની વૈયક્તિક યોગ્યતા. ભવ્યત્વથી તથા-ભવ્યત્વને જુદું કહેવાનુંPage Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122