Book Title: Paap Pratighat ane Gun Bijadhan
Author(s): Raj Saubhag Satsang Mandal Saila
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 48
________________ પંચસૂત્ર ભૂમિકા : ૩પ : શકતો નહોતો, તેથી જ બંનેએ ભાગી જવાનું નક્કી કર્યું. એમાં એકવાર પંડિતને બહારગામ જવાનું થયું ત્યારે મૂઢતામાં એ આ વિદ્યાર્થીને પતીની સંભાળ રાખવાનું સોંપતો ગયો. હવે તો બંનેને ફાવતું થયું. એક મડદું લાવી ઘરમાં મોટું વગેરે અડધું પડધું સળગાવી ઘરમાં મોટી આગ લાગ્યા જેવું કરી, ઓલવીને બંનેય બહારગામ ચાલ્યા ગયા. પંડિત આવ્યો. જુએ છે, ઘર સળગેલું છે મડદું પડ્યું છે, એટલે રોવા બેઠો કે “હાય ! હું બહાર ગયો તે પતી બિચારી બળી ગઈ !' હવે એના હાડકાં ગંગાજીમાં પધરાવવા લઈ ચાલ્યો. ગંગાના કાંઠે પેલા બે અચાનક આને હાડકાનાં પોટકાં સાથે રોતો-કકળતો અને માથું કુટતો જુએ છે ! એ જોઈને બંનેને દયા આવી ગઈ. ભારે પશ્ચાત્તાપ સાથે એની પાસે આવી કહે, “માફ કરજે, અમે કુબુદ્ધિથી તમને દગો દીધો. બનાવટી મડદું બાળી ભાગી આવ્યા. ક્ષમા કરો.” પંડિત કહે, ‘તમે કોણ છો ? હું તમને ઓળખતો નથી. જાઓ અહીંથી. સ્ત્રી કહે છે, “અરે મને ય ભૂલી ગયા ? હું તો તમારી ઘરવાળી.” મૂઢ બનેલો પંડિત માનવા તૈયાર નથી એ તો કહે છે, “જા રે જા બાઈ ! ગળે ફાં પડે ? મારી પતી તો બળી ગઈ. આ રહ્યા એનાં હાડકાં, તું વળી કોણ ? કાશીમાં તારા જેવા ઠગારા બહુ ફરે. જા અહીંથી.” પંડિતે ધરાર ન સ્વીકારી. પાંડિત્યે ક્યાં બચાવ્યો ? રાગની મૂઢતામાં ભાનભૂલો બન્યો, શોક કરી કરીને રખડી મર્યો ! મૂર્ખતાના યોગે જ્ઞાન જ નથી, મૂઢતાના યોગે રહસ્યનું ભાન નથી. ઉચ્ચ આદર્શ નથી. પશુતાથી શી વાસ્તવિક વિશેષતા માનવમાં હોય તે સમજતો નથી. સનાતન સ્વાત્માને ભૂલી ક્ષણિક સુખ દેખાડનારા વિષયોમાં રાતોમાતો રહે છે. તત્ત્વની રુચિ તો શું પણ કોઈ તત્ત્વની વાતો પણ યુક્તિપૂર્વક બીજાને સંભળાવે અને બીજાને તે ચે, તેય આને ખટકે છે. સ્વજીવનમાં રાતદિ' અતત્ત્વનું પોષણવર્ધન કરે જાય છે. સંસારની ચિંતા સિવાય બીજું સમજવા માગતો નથી. ઈત્યાદિ સ્થિતિ મૂઢતા અને મૂર્ખતાની છે. આ અજ્ઞતા એ ભય, શઠતા, ક્ષુદ્રતા, લોભરતિ, માર્ય, વગેરે દુર્ગુણોને પોષી રહે છે. જીવ ભવાભિનંદી છે, એટલે આ અપલક્ષણો છે; અને આ દોષના યોગે સંસારનો રસ એટલે કે ભવાભિનંદિતા મજબુત બને છે. કોઈક મોહના પાત્રો અને સ્વાર્થમાં ઉપયોગી વ્યક્તિઓ પ્રત્યે સુદ્રગ્રહ સાથે એવા પ્રેમમાં મૂઢ હોય કે તેના સત્તર દોષને ગણે નહિ. કોઈ સમજાવે તો માનવા તૈયાર થાય નહિ. ત્યારે કેટલાક કદાગ્રહીઓ એવા કે પકડેલું ખોટું છતાં મૂકવા તૈયાર નહિ. વળી કેટલાક સારાસારમાં ને કાર્યાકાર્યમાં અજ્ઞાન એવા કે જ્ઞાનીની નિશ્રા (આશરો) પણ ન લે ! મૂઢતા ભયંકર ! આમ પોતાને સમજદાર ગણે, પણ પાછા બીજા મૂઢ બનેલાની પાછળ પોતે મૂઢ બને. ઉદ્યોગપતિઓ મૂઢ, તેની પાછળ દુનિયા મૂઢ શું કરવું તે

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122