Book Title: Paap Pratighat ane Gun Bijadhan
Author(s): Raj Saubhag Satsang Mandal Saila
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 61
________________ : ૪૮ : પંચસૂત્ર પણ હિંસાના ભાવને પોષનારી છે; કારણ જીવ એમાં લાભ દેખે છે, એથી હિંસા પર રાગ થાય છે એટલે રાગથી નવી નવી હિંસાની ભાવના જાગે છે જ. આ બહુ ભયંકર છે. હિંસા તો હજી ય કોઈક જ વખતે થાય, જ્યારે હિંસાની ભાવના સદા જાગ્રત રહે છે. ક્રિયા કરતાં પણ ક્રિયાની ભાવના, લેશ્યા, પરિણામ, અધ્યવસાય વધારે સબળ વિકસેલા અને દીર્ધાયુષ્ય, દીર્ધકાળ રહેનારા હોય છે. એમાં જો શુભ ક્રિયાના સારા અભ્યાસથી શુભ ભાવ વધારે સબળ હોય, તો તે અશુભ ક્રિયા વખતે પણ અશુભ ભાવને સારી રીતે દબાવે છે. દા.ત. ક્રિયા તો ખાવાની થતી હોય પણ જો ગુરુના વૈરાગ્ય-નીતરતા ઉપદેશની શ્રવણક્રિયા બાદ એના સ્મરણથી આહારની સંજ્ઞા ઉપર જુગુપ્સા થાય “રસનો અને આહારનો હું ક્યારે ત્યાગ કરીશ !' એવી ઝંખના વારંવાર રહેતી હોય, તો તે ઝંખના આત્માને બચ્ચાવનાર થાય છે, કમમાં કેમ હૃદયના ભાવ તો આહાર-સંજ્ઞાને કાપવાના જોઈએ, પોષવાના ન હોવા જોઈએ. અરિહંત ભગવાનને નમસ્કાર કરી શાસ્ત્રકાર મંગળ કરે છે. તે ભગવંતના ચાર વિશેષણ-૧, વીતરાગ, ૨. સર્વજ્ઞ, ૩. દેવેન્દ્રપૂજિત, ૪. અને યથાસ્થિત વસ્તુવાદી; એવા ભુવનના ગુરુ. આ ચાર વિશેષણ જગદ્ગુરુ પરમાત્માના ચાર મહાન અતિશય બતાવે છે. પહેલાં ચાર વિશેષણ સમજી લઈએ. વીતરાગ આદિ ૪ વિશેષણની સાર્થકતા (૧) વીતરાગ એટલે રાગદ્વેષ વિનાના. અહીં. રાગ એટલે આત્માની આસક્તિ-પરિણામ જગાડનારૂં મોહનીય કર્મ. તેજ પ્રમાણે આત્માને કોઈ વસ્તુ પર અપ્રીતિ કરાવનારૂં કર્મ તે દ્વેષ. તેમજ અજ્ઞાન-મિથ્યાજ્ઞાનના પરિણામ જગાવનારૂં કર્મ તે મોહ. ટીકામાં “રાગ વેદનીય કર્મ' એ પદ , તેનો અર્થ રાગરૂપે વેદના એટલે ભોગવવા યોગ્ય કર્મ એવો સમજવો. રાગાદિ પદોનો અર્થ, રાગ-મોહનીય કર્મની જેમ, આત્મામાં થતા રાગાદિ-પરિણામો લઈ શકાય. આ રાગદ્વેષ-મોહથી અત્યંત રહિત તે વીતરાગ. મોહને જેમણે આત્માની અંદર દબાવી તેનો ઉદય સંપૂર્ણ રોક્યો છે, એવા ઉપશાંત-મોહી પણ વીતરાગ હોય છે; પણ અહીં તો સર્વથા ક્ષીણમોહી અને છદ્મસ્થ (અજ્ઞાન)ભાવ વિનાના લેવા છે, માટે વીતરાગની સાથે. (૨) સર્વજ્ઞ' એ વિશેષણ મૂક્યું. “સર્વજ્ઞ' એટલે ભૂત, ભવિષ્ય, વર્તમાન- એ સર્વકાળના સર્વ દ્રવ્યોને અને એના સર્વ પર્યાયને જાણે તથા જુએ તે. નિમિત્તશાસ્ત્રાદિના આધારે ત્રિકાળવેત્તાને પણ વ્યવહારમાં સર્વજ્ઞ કહે છે, પણ તે તો સરાગ છે, તેથી અહીં સર્વજ્ઞની સાથે “વીતરાગ” એ વિશેષણ મૂક્યું.

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122