Book Title: Paap Pratighat ane Gun Bijadhan
Author(s): Raj Saubhag Satsang Mandal Saila
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 69
________________ : પ૬ : પંચસૂત્ર દ્રવ્યોના અનંત ભૂત ભવિષ્ય અને વર્તમાન કાલના, પ્રત્યેક દ્રવ્ય ઉપર બનેલા, બનતા, બનનારા સર્વ અનંતાનંત ભાવો પર્યાયો (અવસ્થાઓ)ને હાથમાં રહેલા આમળાની માફક દરેક સમયે પ્રત્યક્ષ જોનારા અને જાણનારા. ત્રિકાળના પરમાણુ પરમાણુના પર્યાયો અને સર્વ જીવ ઉપરના ભાવો અનંતાનંત સંખ્યામાં છે, તે બધું પ્રત્યક્ષ જુએ. આ કેવળજ્ઞાનનો પ્રકાશ જબરદસ્ત ! એમાં અનંતાનંત કાળની કોઈ વસ્તુ કે ઘટના છૂપી નહિ. પ્રત્યક્ષ શુદ્ધ જ્ઞાનનો સ્વભાવ જ શેય વસ્તુને જણાવવાનો. કેટલું જાણે એ મર્યાદા ન બંધાય; કેમકે મર્યાદા બાંઘવામાં નિયમ શો કે આટલી જ વસ્તુ જાણે? પ્રકાશ સ્વભાવ એ કે જેનું નામ શેકે, તેને જાણે. પછી ભલે તે અનંત કાળપૂર્વના હો કે પછીના; અને અનંતાનંત સંખ્યામાં હો; રૂપી હો યા અરૂપી, બધાં જ જોય ત્યાં જણાય, કેવળજ્ઞાન વર્તમાન-ભૂત-ભવિષ્ય સર્વકાળનાં સમસ્ત ય પ્રત્યક્ષ જુએ , કોઈ પ્રસંગ કે કોઈ સ્થિતિ છૂપી નહિ. (૩) ઈદ્રોથી પૂજ્ય કેમ ? અરિહંત પરમાત્માનું ત્રીજું વિશેષણ દેવેન્દ્ર-પૂજિત'. એમાં પૂજાતિશય સૂચવ્યો. અસંખ્ય દેવતાઓના સ્વામી ઈન્દ્રો પણ જેની પૂજા ભક્તિ કરે. શું જોઈને પૂજા કરતા હશે? પૂજા બે પ્રકારે થાય. (૧) લાલચ, સ્વાર્થ, પરાધીનતા અગર બીકથી, એ અધમ પૂજા. અને (૨) ઉપકારી માનીને યા ગુણના બહુમાનથી, અને ગુણ મેળવવા માટે પૂજા, આ ઉત્તમ પૂજા. નિર્મળ અવધિજ્ઞાનના માલિક અને પૂર્વ ભવની સુંદર આરાધનાવાળા ઈન્દ્રો પરાધીનતાથી અગર લાલચથી નમતા નથી. જેને અસંખ્ય કાળ સુધી પૌગલિક સુખનો પાર નથી, તેવા ઈન્દ્રો અરિહંતની પૂજા કરે છે, તે (૧) અરિહંત પરમાત્માના અનંતાનંત ઉપકાર અને ગુણનાં બહુમાનથી, તથા (૨) તેમના જેવા ગુણના સ્વામી બનવા માટે. જ્યારે ઈન્દ્રો આ રીતે પૂજા કરે ત્યારે આપણે કેવી રીતે ને કઈ આશાથી પૂજવા ? ઈન્દ્રો પરમાત્માની પૂજા ભૌતિક અપેક્ષા વિના અને ઋદ્ધિની આશા વિના કરે છે, માનવભવ પામી પ્રભુના જેવા શુદ્ધ ભાવો અને તેમના જેવું વિશુદ્ધ ચારિત્ર મેળવવા પૂજા કરે છે, પણ ઈન્દ્રાસન કાયમ ટકાવવા નહિ, ફરી ઈન્દ્રની અદ્ધિ મેળવવા નહિ, જે માનવભવ ઈન્દ્રને વર્તમાનમાં નથી, તેને માટે ઈન્દ્ર તલસે છે ! અને આપણે ? આપણને મનુષ્ય-ભવ મળ્યો છે, તેથી કેવી ઉત્તમોત્તમ સાધના થઈ શકે તેની આપણને પરવા નથી, કે ભાન નથી ! મનુષ્ય ભવ ફક્ત (૧) તુચ્છ વિષયોને કેળવવામાં (૨) કંગાળ કષાયનો પારો ચડાવવામાં અને (૩) સ્વર્ગના રસ-ઋદ્ધિ-શાતા કરતાં રદી એવા રસ-ત્રદ્ધિ અને શાતાની જાળમાં ગુંથાઈ જવામાં પસાર કરીએ છીએ !!! ખૂબી જુઓ, ઈન્દ્ર જેવો મનુષ્યભવ માટે ઝંખે છે, પ્રભુનો પૂજક બને છે, છતાં - ઈન્દ્રની પૂજા અધૂરી છે. કારણ કે વીતરાગ પરમાત્માની સર્વવિરતિ-ચારિત્રની આજ્ઞાનો અમલ કરી શકતા નથી. ભગવાનની શ્રેષ્ઠ પૂજા ભગવંતની આજ્ઞા સર્વાશે અમલમાં મૂકી છે. તે સર્વવિરતિ ચારિત્રનાં પાલનથી થાય.

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122