Book Title: Paap Pratighat ane Gun Bijadhan
Author(s): Raj Saubhag Satsang Mandal Saila
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 67
________________ : પ૪ : પંચસૂત્ર દ્વેષ ભસીને બટકું ભરે છે, જ્યારે મોહ અંધારામાં રાખીને કરડે છે. રાગદ્વેષમાં આ કુતરો છે એમ માલુમ પડે, મોહમાં તો કૂતરો છે એમ ખબર જ ના પડે. મોહ કૂતરાને બકરૂં દેખાડે, સાપને દોરડું માની હાથમાં પકડાવે. દુનિયામાં જો કાંઈ કિંમતી છે તો તે જડ છે, શબ્દાદિ વિષયો, ધન, કુટુંબ કાયા, ઘર દુકાન વગેરે જ મહત્ત્વનાં છે, તે જ શ્રેષ્ઠ છે, તે જ સર્વસ્વ છે, તે જ હિતકારી છે'- એવું એવું મોત એને મનાવે છે. એને મન કિંમત જડની. એની આગળ આત્મા કોઈ વસ્તુજે નહિ. એ જડથી જ જીવી જડથી જ મરે; આ બધા ચાળા મોહના છે. “આત્માને માટે દેહ છે,’ એ વસ્તુ ભૂલી, “દેહ છે તેજ વસ્તુ છે , માટે એની જ કાળજી કરવી,' એમ માને, એમ વર્તે. “આત્મા માટે દેહ' ને બદલે દેહને ખાતર જ આત્મા’ સમજે. જેટલો મોહ જીતવો મોંધો છે, મોહથી જીતાવું તેટલું જ સહેલું છે. મોહ ન હોત, ને એકલા રાગદ્વેષ હોત તો એ કરડી ખાનારા કૂતરાને ઓળખત. તો કુતરા ઉપર વિશ્વાસ ન રાખત. મોહ કૂતરાને બકરો દેખાડે છે, તેથી બચકું બીજાએ ભર્યું હશે એમ નિશ્ચિતપણે બળાત્કારે મનાવે છે. બકરું કરડે ? કૂતરાને બકરૂં દેખાડવું તે મોહનું કામ. એમ મોહ પ્રતિકૂળતાને અનુકૂળતારૂપે દેખાડે છે, અને અહિતને હિત તથા હિતને અહિતરૂપે દેખાડે છે, અને અહિતને હિત તથા હિતને અહિતરૂપે સચોટ મનાવે છે. એ જગતના ભયંકર ત્રાસ, આયાસ અને વેદનાદાયી પણ આનંદાદાયી મનાવે; જેમ, કોઈ દારૂ પીધેલાને તમાચો મારે તોય એ હસે છે. ગંધાતી ગટરને સુખનો સાગર મનાવનાર દારૂ છે ! તે પ્રમાણે ગંધાતી ગટર જેવી કાયાને ઉપરના મઢેલા માત્ર ચામડાના રૂપરંગથી ખૂબસુરત મનાવનાર મોહ છે. વાહ ! મોહ તારી માયા ! મોહ આત્માને ભયંકર નુકશાન તો કરે જ છે, પણ નુકશાનને પાછો લાભમાં ખતવાવે છે. મોહને કાબુમાં લો તો જ રાગ કાબુમાં આવે. જીવ મોહ છે ત્યાં સુધી જ આનંદથી રાગ કરે છે, અને રાગને હિતકારી માને છે. આત્મામાંથી મોહ એટલે મિથ્યા મતિ ખસી ગયા પછી તો રાગને દુશ્મન દેખશે. રાગ કરતાં કાળજુ કપાશે. મોહ ભાન રહેવા દે નહિ; દોષના જ બચાવ કરાવે. કોઈ આપણી ચીજ માગી લે તે ખમાય, ભૂલમાં લે તે ય ખમાય, પણ ઉપાડી જાય, આંચકી લે, ખૂંચવી લે, અને પાછો પોતાને એનો હકદાર માને તે નથી ખમાતું, ગુંડાગીરી લાગે છે. “ચોરી કરે અને પાછો શાહુકારીનો ફાંકો ? આ તો હદ થઈ એમ થાય છે. બસ, મોહ આ કોટિનો ગુંડો લૂંટારો છે, છતાં એને એવો માનવાને બદલે પરમમિત્ર માનીએ છીએ એજ આપણી ગમારી છે. મોહ ન હોય તો રાગદ્વેષના દૂષણની ઓળખાણ હોય, દૂષણ તરીકે હજી માનવાનું બને, પણ મોહ દૂષણ ને દૂષણ તરીકે નહિ માનવા દેતાં, ગુણની

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122