Book Title: Paap Pratighat ane Gun Bijadhan Author(s): Raj Saubhag Satsang Mandal Saila Publisher: Raj Saubhag Satsang Mandal SailaPage 66
________________ સૂત્ર – ૧ : ૫૩ : ઉપર પ્રશસ્ત રાગનો પ્રવાહ એવો, કે પેટમાં પછી શૂલની પીડા થતી હતી તો પણ માતાને ભૂલી, એના ચિત્તમાં એકલા ગુરુની યાદી હતી. પેટમાં શૂળ વખતે માતા હાથ ફેરવતી હશે, સેવા કરતી હશે, પણ તે વખતે માતાને યાદ નહિ કરતાં ધ્યાન એક માત્ર ગુરુમાં અને દાન કરાવવાના ગુરુના ઉપકારમાં – “અહો ! મારા ઉપકારી ગુરુએ કેવો મને તાર્યો ! આ ક્યારે આવ્યું ? માતાએ ફરી ખીર આપી-ખવરાવી તે લક્ષમાં નહિ, પણ ગુરુના પાત્રે ગઈ તે લક્ષમાં ! કેવો સુંદર યોગ ! ખીર ! અને દાનમાં ! તેય મહાત્માને !” આવી દાનધર્મની અનુમોદના હૃદયે ! આ પ્રશસ્ત રાગ; ને તેથી એ ઉચ્ચ વૈભવી સામગ્રીનો ઘણી બન્યો ! પણ એ સામગ્રી પાપાનુબંધી નથી, એટલે મોહમાં અંધ નથી કરતી. તેથી જ જ્યારે “માથે એક મોહગ્રસ્ત માનવ રાજા પોતાની જેમજ બે હાથ બે પગવાળો છતાં ઘણી છે” એવી ખબર પડી કે રોજ નવી આવતી રતાદિએ છલકાતી દેવતાઈ નવ્વાણું પેટી ય કથીરની લાગી, ને અપ્સરા જેવી ૩૨ નારીઓ પણ નરકની દીવડી લાગી. “ખામીવાળી આ પુણ્યાઈ ન જોઈએ,'... ઋદ્ધિને છોડી, સ્ત્રીઓને છોડી, વહાલી માતાને છોડી, વીતરાગ પ્રભુ મહાવીર ભગવાનનાં ચરણ પકડ્યાં, ચારિત્ર લીધું, અને તર્યા. પ્રશસ્ત રાગ તારે, અપ્રશસ્ત રાગ મારે. . (૩૫) રાગ કરતાં ખરાબ લાગે છે; પણ વસ્તુતઃ ષ કરતાં રાગ ભયંકર છે. રાગ આત્મામાં વસ્તુ પ્રત્યે આકર્ષણનો ભાવ પેદા કરે છે, આત્માને ખેંચે છે; જ્યારે, કેષ આત્માને વસ્તુથી દૂર ખસેડે છે. આમ અનેક દ્રષ્ટિથી રાગ એ શ્વેષ કરતાં ખૂબજ બળીઓ અને મહાન અનર્થકારી છે, તેમજ એમાં બીજા દૂષણો બલાતુ પોષાય છે, માટે રાગ કાઢયો એટલે બીજા દોષો તો ગયા જ. એટલે અહીં વીતરાગ' એવું વિશેષણ કહ્યું. રંગે તે રાગ, આત્મા જેનાથી રંગાય છે તે રાગ. આત્માને વસ્તુ પ્રત્યેના આકર્ષણના રંગથી રંગે છે માટે તે રાગ, દ્વેષ, ‘દ્વિવું' ધાતુ-અપસંદ પડવું, અઠીક લાગવું, અણગમો કરવો એના પરથી બન્યો. વીતરાગ એટલે જેને ઈષ્ટ તરફ આકર્ષણ નથી, અને એજ વીતષ છે, તેથી અનિષ્ટ પ્રત્યે અપ્રીતિ-અનાદરનો ભાવ મુદ્દલ નથી. અર્થાત જેને ઈષ્ટ અને અનિષ્ટ ઉપરથી આદર અને અણગમો ચાલ્યો ગયો છે તે વીતરાગ. મોહની વિશેષ ભયાનકતા :- એજ વીતરાગ વીતમોહ છે, એટલે મોહ વિનાના છે. મોહ એટલે અજ્ઞાન, મિથ્યાજ્ઞાન, વિપર્યાસ, મૂઢતા, મિથ્યાત્વ, દુરાગ્રહ, અસત્ બુદગ્રહ વગેરે. રાગ, દ્વેષ બે મહાન ડાકુ આત્માને કબજે કરી આત્માના અસલી પોતાના સ્થાન (મોક્ષ)થી એને પરા મુખ રાખે છે. આ બે ડાકુ સાથે મોહ વળી ગજબનો લૂંટારો છે. રાગ ભસ્યા વિના ફૂકી ચાટીને બચકું ભરે છે,Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122