Book Title: Paap Pratighat ane Gun Bijadhan Author(s): Raj Saubhag Satsang Mandal Saila Publisher: Raj Saubhag Satsang Mandal SailaPage 68
________________ સૂત્ર - ૧ [: ૫૫ : મહોર-છાપ મારી આપે છે. દોષ પર ગુણનું લેબલ લગાડવું તે મહાભયંકર. દળેલા મીઠાના ડબા પર ખાંડનું લેબલ મારી પછી તે દૂધમાં નંખાય તો દૂધ બગડી જાય. દોષના ડબા ઉપર ગુણનું લેબલ મારવાથી તેના તે સંપર્કમાં આવતી ગુણકારી વસ્તુ દોષરૂપ થઈ જાય છે. દા.ત. એક માણસ અભિમાની છે, પણ પોતે દોષિત છતાં જાતને ગુણવાન માને છે. હું સમજુ છું, હું કાંઈ મૂર્ખ નથી, ભોઠ નથી.” વગેરે અભિમાનથી દોષ ઉપર ગુણનું લેબલ લગાડે; હોય પ્રમાદી અસ્થા, તથા ધર્મ પ્રત્યે અને આત્મહિત પ્રત્યે બેપરવાહી, ને પાછો તે ઉપર લેબલ મારે સાવધાનીનું, આત્મજાગૃતિનું ! ગુરુ ઘણું કહે, પણ અભિમાન અને સત્ય વસ્તુ સમજવા જ ન દે. હોય અલ્પ જ્ઞાન, અને પોતાને જ્ઞાનનો મહાસાગર માને ! આવાને આત્મદોષના સ્પષ્ટીકરણની, પોતાની અધમ દશાના ખ્યાલની, કે ત્યાગ-વૈરાગ્યની વાત પણ ન સ્પર્શે. કેમકે મોહના ઘરનું હું પદ છે. આ જાગૃતિ નથી. આ તો ધોર નિદ્રા છે, અહંભાવનો ખોટો ખ્યાલ છે. તેને “અનંતજ્ઞાની આગળ હું કાંઈ વિસાતમાં નથી' એ સમજવા નથી દેતો. હોય કૃપણતા દોષ, પણ કરકસર ગુણ માને. હોય ખરાબ ગુસ્સો, પણ માને પ્રશસ્ત દ્વેષ ! હું તો હિતનું કહું છું, હિત માટે કરૂં છું' એમ માને. આ ઘમંડ છે. કુમતિ ઘમંડ ઓછો થાય તો ગુણ સમજે, ને અવગુણ કાઢવા કોશિષ થાય, તથા ગુણકારી વસ્તુના સંપર્કથી ગુણનું ગ્રહણ કરાય. અહંભાવ કુમતિ જાય તો આત્માનું સ્વરૂપ સમજાય, ગુણદોષનો વિવેક થાય, દોષ ઉપર ગુણનું લેબલ ન લગાવાય; સમજે કે “પુણ્ય જાગ્રતું હશે તો દોષ પણ ગુણમાં ખપશે ખરા, પણ દોષ તે દોષ જ. ગુણ તરીકે દોષનું સેવન મહાભયંકર પરિણામ લાવશે.” એમ એ અહંભાવ છોડી સર્વજ્ઞનું ઉપશમવિરાગકારી શાસન સેવે તો જ દોષની પિછાણ અને નિકાલ થાય. બહાર પ્રત્યેના ઉઘાડા ડોળાથી તો બહારની આળપંપાળ વધશે, અને દોષો કાંઈ ગુણ નહિ થાય. જીવને કહો કે બચાવ તરીકે આગળ ઘરેલા અને પોષેલા દોષો નહિ તજે તો ભારે થઈ પડશે. સમજ જીવ ! સમજ, વીતરાગનું શાસન છોડી, મોહના જોરે કરાતી જગતની શાબાશીની ઘેલછા પાછળ, મનઃકલ્પિત ખોટા સુખ પાછળ, સગવડ સાહ્યબીના ખોટા કદાગ્રહ પાછળ, તારા હાથે તારા આત્માને ગુણથી દૂર-અલગ કરી રહ્યો છે, અને આત્માને દોષમાં ડુબાડી રહ્યો છે. માટે મોહનો ત્યાગ કર. એ માટે નિર્મોહી પરમાત્માની અહર્નિશ નિરંતર ઉપાસના કર.' ' (૨) સર્વજ્ઞ :- પ્રભુનાં પહેલાં વિશેષણ વીતરાગ'ની વાત થઈ. પરમાત્માનું બીજું વિશેષણ સર્વજ્ઞ. એમાં જ્ઞાનાતિશય સૂચવ્યો. સર્વજ્ઞ એટલે અનંત કેવળજ્ઞાનવાળા. સર્વજ્ઞ, એટલે વિશ્વના સમસ્ત જીવ પુદ્ગલ વગેરે અનંતાનંતPage Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122