Book Title: Paap Pratighat ane Gun Bijadhan Author(s): Raj Saubhag Satsang Mandal Saila Publisher: Raj Saubhag Satsang Mandal SailaPage 62
________________ સૂત્ર - ૧ : ૪૯ : (૩) વીતરાગ-સર્વજ્ઞ તો સામાન્ય કેવળજ્ઞાની પણ હોય છે, તે અહીં નથી લેવા, પણ શ્રી જિનેશ્વરદેવો લેવા છે; તેથી દેવેન્દ્રોથી પણ પૂજાયેલા' એ ત્રીજું વિશેષણ કહ્યું. પરમાત્માની જગત પર હયાતી ઈદ્રોને કે ભક્તિથી ગળગળા કરી પ્રભુના ચરણસેવક બનાવે છે. પ્રશ્ન- દેવેન્દ્ર-પૂજિત એવું ત્રીજું વિશેષણ કહે અને પહેલા બે ન કહે તો કેમ ? ઉત્તર- દેવેન્દ્રથી પૂજ્ય ગણધર ભગવંત પણ હોય છે, તે તો વીતરાગ-સર્વજ્ઞ નથી, એટલે તે અહીં લેવા નથી; માટે પૂર્વના બે વિશેષણ મૂક્યાં. (૪) આમ ત્રણે વિશેષણે અલંકૃત પરમાત્મા ધર્મ-તીર્થ સ્થાપ્યા પછી જ, અર્થાત્ મોક્ષમાર્ગ અને તત્ત્વો ઉપદેશ્યા પછી જ મોક્ષે જનારા હોય છે એ સૂચવવા યથાસ્થિતવસ્તુવાદી' એ ચોથું વિશેષણ કહ્યું. ચૌદપૂર્વી શ્રુતકેવલી ભગવાન પણ યથાસ્થિત વસ્તુવાદી હોય છે. પરંતુ તે ન લેતાં, પૂર્વના ત્રણ વિશેષણો જોડી અહીં શ્રી જિનેશ્વર દેવો જ લીધા. મૂળમાં “અરુહંતાણ’ એ પદ તેનો અર્થ, - જેમનામાં હવે કર્મબંધનાં કારણે નથી તેથી જેમનામાં કર્મઅંકુર ઊગતો નથી તે,” એવો કરવો. ૪ વિશેષણમાં ૪ મહા અતિશય :- શ્રી તીર્થકર પ્રભુના ચાર મહા અતિશયો છે. (૧) અપાયાધગમ અતિશય અપાય એટલે દોષો તેના અપગમ યાને નાશવાળા એટલે કે સર્વ રાગદ્વેષાદિ દોષથી રહિત બનેલા, માટે વીતરાગ. વળી અપાય એટલે ઉપદ્રવ પણ કહેવાય. પ્રભુ અપાયાપરામવાળા છે, અર્થાત તીર્થકર નામકર્મના ઉદયથી વિહારનાં સવાસો યોજનમાં મારી મરકી વગેરે ઉપદ્રવને નિવારનારા છે. (૨) “સર્વજ્ઞ' વિશેષણથી જ્ઞાનાતિશય સૂચવ્યો. (૩) દેવેન્દ્રપૂજિત'થી પૂજાતિશય બતાવ્યો. (૪) યથાસ્થિતવસ્તુવાદી' કહી પાંત્રીસ અતિશય યુક્ત વાણીનો વચનાતિશય નિર્દેશ્યો. ચાર મહા અતિશયના ધણી પ્રભુ ત્રણ લોકના ગુરુ છે. “મૃતિ તિ :” હિતનો -ઉપદેશ આપનાર તે સાચા ગુરુ. તે શુદ્ધ અને સત્ય ધર્મના ઉપદેશક, સંસારત્યાગી અને વિરાગી નિગ્રંથ મુનિઓ સિવાય બીજા ન હોય. એમાં શ્રી અતુ પરમાત્મા એ શ્રેષ્ઠ ગુરુ છે, આદ્ય ગુરુ છે. વીતરાગ શબ્દથી પ્રભુ વિતવેષ, વતમોહ પણ છે તે સમજી લેવાનું છે; કેમકે રાગ બધા દોષોમાં રાજા છે; એ જતાં બીજા દ્વેષ વગેરે દોષ નષ્ટ જ છે. - રાગ એ દ્રષ કરતાં પ્રબળ દોષ છે. તે આ રીતે (૧) રાગનો નાશ દશમાં ગુણસ્થાનકને અંતે થાય, દ્વેષનો નાશ નવમાં ગુણસ્થાનકે થાય. આ સૂચવે છે કે જ્યારે દ્વેષ નાશ કર એવી આત્મવિશુદ્ધિ કરતાંPage Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122