Book Title: Paap Pratighat ane Gun Bijadhan
Author(s): Raj Saubhag Satsang Mandal Saila
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 63
________________ : ૫૦: પંચસૂત્ર અધિક આત્મવિશુદ્ધિ થાય અર્થાત્ ચિત્તના અધ્યવસાયની અધિક વિશુદ્ધિ થાય ત્યારે જ રાગનો નાશ થાય. (૨) દ્વેષનું મૂળ રાગ. ક્યાંક રાગ છે, માટે જ છે. રાગ એ દ્વેષનો બાપ છે. (૩) ઢેષ કાઢવો સહેલો, કેમકે દ્વેષમાં કાળે કાળે ઘસારો પડે છે, પણ રાગમાં વૃદ્ધિ થતી જાય છે. (૪) રાગનું આયુષ્ય દ્વેષ કરતાં ઘણું મોટું. (૫) દ્વેષ ભૂલવો સહેલો, પણ રાગ ભૂલવો કઠણ. હદ કરતાં વધારે ભોજન કર્યું ઝટ ભોજન ઉપર દ્વેષ થાય; પણ જરા વાર થઈ ભૂખ લાગી એટલે કેષ ભૂલાઈ રાગ થતાં વાર નહિ. દ્વેષ થાય તોય રાગ જલ્દીથી ન ભૂલાય, અંદર બેઠો હોય. (૬) વૈષ કર્કશ લાગે, રાગ મીઠો લાગે. મીઠો શું કામ ન ગમે ? રાગનો રંગ લાલચળક, દ્વેષનો રંગ કાલો. રાગ પાછળ હર્ષ, ને દ્વેષ પાછળ ખેદ, એવા અનુભવો સિદ્ધ છે. એમાં હર્ષ સહેજે ગમે; (૭) દ્વેષ કરવો પડે છે; જ્યારે રાગ સહેજે થઈ જાય છે. (૮) હજીયે સમજુ માણસને કદાચ દ્વેષ ગમતો નથી, અયોગ્ય લાગે છે, પણ રાગ અયોગ્ય ક્યારેય લાગતો નથી. કેમકે (૯) દ્વેષથી પરિણામે નુકશાન સમજાય છે; રાગથી નુકશાન થાય છે તે સમજાતું નથી. હજીય દ્વેષ ભયંકર લાગે, રાગ ભયંકર લાગતો નથી. રાગમાં ખરાબી જણાતી નથી. (૧૦) દ્વેષ ન કરીશ” એમ હજીય જગત કહે; રાગ ન કરીશ'. એમ જગત નથી કહેતું, એ તો વીતરાગનું શાસન કહે છે. (૧૧) તેષ દુર્થાન કરાવે છે એમ હજીય લાગે પણ રાગ તેથી વધારે દુર્બાન કરાવે છે એમ લાગતું નથી. (૧૨) દ્વેષ જાણકારીમાં પેસે છે, રાગ બીન-જાણકારીમાં પેસે છે. દિગુસ્સો થતાં માલુમ પડે છે, માટે તો એ ઢાંકવા મોંઢાનો, આંખનો દેખાવ પ્રયતથી. ફેરવી નાખવો પડે છે. પણ રાગ પેસતો દુશ્મન તરીકે, કે દુર્ગણ તરીકે માલુમ જ પડતો નથી, સહેજે ખુશીનો દેખાવ થાય છે. (૧૩) દ્વેષ હિંસા સુધી પહોંચે ખરો, પરંતુ તે પૂર્વે જીવ જો પરિણામ વિચારશે તો કદાચ પસ્તાશે અને હિંસાથી અટકશે. રાગ તો ઠેઠ આત્માની ભાવ-હિંસા સુધી પહોંચશે, અને અટકવાની વાત નહિ. (૧૪) રાગ કરનારને અને રાગના પાત્રને બંનેને ભાવથી સ્વાભહિંસા થાય છતાં ખબર પડતી નથી, અને રાગની અંધતામાં પડશે પણ નહિ. (૧૫) રાગમાં બંને ભાવ વિના ફસાય છે, કોઈ પશ્ચાત્તાપ નહિ; દ્વેષની પાછળ બંનેને ભાન અને પસ્તાવાનો અવકાશ રહે છે. (૧૬) દ્વેષનું પાત્ર આપણા પ્રત્યે દ્વેષી તરીકે રહે તે ગમતું નથી, પણ રાગનું પાત્ર આપણા પ્રત્યે અખંડ રાગી રહે એવું જોઈએ છે. અર્થાત રાગીપણું છૂટતુંય નથી, અને બીજાનું પણ રાગીપણું છૂટે તે ગમતુંય નથી. (૧૭) દ્વેષ ભસીને કાટનારો કૂતરો છે, જ્યારે રાગ પગ ચાટીને ફૂંકી ફૂંકીને બચકું જોરથી ભરનારો છે. પહેલાં ખબર જ ના પડે. સંયોગોના વિયોગે રાગની ખબર પડે, ને ત્યારે રાગ ઊછળે છે. (૧૮) જીવ રાગના પાત્ર માટે કોઈ પાપ અને

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122