Book Title: Paap Pratighat ane Gun Bijadhan
Author(s): Raj Saubhag Satsang Mandal Saila
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 56
________________ પંચસૂત્ર ભૂમિકા : ૪૩ : - થયેલા. એક વાર ક્યાંક પ્રસંગ પર ગયેલા તે રસ્તામાં એક ઊંટ જોયું કે જે અતુલ વેદનાની તીણી ચીસ નાખી રહ્યું હતું એની પીઠ પણ ભાર, ઉપરાંત ગળે પણ ભાર લટકાવેલા ! માલિકના કેટલા સોટા ખાધેલા ! ને શરીર પણ માખીઓજીવાતના ચટકાથી પીડાતું હતું ! પાંચસોને પૂર્વના સંબંધથી કુદરતી વિશેષ લાગણી થઈ આવી. વિશિષ્ટ જ્ઞાની ગુરુને પૂછતાં એમણે કહ્યું, “આ પૂર્વ ભવે તમારા ગુરુ અંગારમર્દક આચાર્ય હતો. અભવી હોઈ ચારિત્ર પાળવા છતાં આત્મગુણ- આત્મહિત સાધવાની વાત નહિ, તેથી અહીં મહા પીડા પામી રહ્યો છે, ને સંસારમાં ભટક્યા કરશે !” ધર્મસાધનાનો દુર્લભ કાળ : કેવી દુર્દશા ! એક મન સુધારવાની વાત નહિ. તેથી મોક્ષસાધનામાં કોઈ પગથિયાં રચાય નહિ. માનવભવે આરાધનાનો અતિદુર્લભ પુરુષાર્થ-કાળ મળવા છતાં આ તુચ્છ ઈન્દ્રિયોના તર્પણમાં અને મૂઢ મનના અસદ્ ગ્રહોમાં એને વેડફી નાખવાની મહામૂર્ખાઈ છે. આ પુરુષાર્થ-કાળનું એટલું બધું મહત્વ છે કે માતાપિતાની આજ્ઞાનું પાલન એ એક આદરણીય કર્તવ્ય છતાં જો એ ધર્મવિરોધી આજ્ઞા હોય તો એનું પાલન નહિ કરવાનું, પણ ધર્મપુરુષાર્થે જ અબાધિત રાખવાનો. કેમકે એ દુર્લભ છે. સમ્યગ્દર્શન : છેલ્લા અર્ધ પુદ્ગલ પરાવર્તમાંજ આ પુરુષાર્થ વિકસ્વર બની અપૂર્વકરણરૂપ થઈ રાગદ્વેષની નિબિડ ગાંઠ ભેદ છે, ગ્રન્થિભેદ કરે છે. ત્યાં ઉત્કટ ભવવૈરાગ્ય સાથે મોક્ષદાયી અને સર્વજ્ઞકથિત તત્ત્વ પર અનન્ય શ્રદ્ધા પ્રગટ થઈ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. એ પ્રશમ-સંવેગ-નિર્વેદ- અનુકંપા-આસ્તિકય એ પાંચ લક્ષણથી અલંકૃત હોય છે. બીજા પણ તત્ત્વપરિચય, કુદષ્ટિજન સંસર્ગયાગ, જિનેશ્વરદેવનાં શાસન અંગે મન-વચન-કાયશુદ્ધિ વગેરે અનેક ગુણોથી એ વિભૂષિત હોય છે. મહાપ્રભાવી આરાધક ભાવ : સમ્યકત્વ પામ્યા પછી પણ ખૂબ સાવધાની જરૂરી છે, જેથી આરાધકભાવ નાશ પામી વિરાધકભાવમાં ન પડાય. સમ્યગ્દર્શનના પાયામાં વીતરાગ સર્વજ્ઞ શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાનું બંધન હૈયે ધરવાનું હોય છે, તે ઠેઠ વીતરાગ બનવા સુધી, અણીશુદ્ધ ઘરવું જોઈએ છે. “ધમો આણાએ પડિબદ્ધો' ધર્મ શું? જિનાજ્ઞા ફરમાવે તે ધર્મ. માટે ધર્મ આજ્ઞામાં જ સંબંધિત છે. સમ્યક્ત-અવસ્થામાં જિનાજ્ઞાન બધા

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122