Book Title: Paap Pratighat ane Gun Bijadhan
Author(s): Raj Saubhag Satsang Mandal Saila
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 55
________________ : ૪૨ : પંચસૂત્ર યોગબીજ :- વળી (૧) વીતરાગનું શુભચિંતન પૂજનાદિ અને પ્રણામ, (૨) આચાર્યસેવા, (૩) સહજ ભવોદ્વેગ, (૪) અભિગ્રહો, ને (૫) શાસ્ત્ર લખાવવાવંચાવવાદિ, એ પાંચ યોગબીજ સંગૃહીત કરવામાં આવે છે. યથાપ્રવૃત્તકરણ : ગ્રંથિભેદ : ઉપર કહેલ આત્મદૃષ્ટિ અને દુઃખી પ્રત્યે દયાથી માંડી પ્રાણાયામ વગેરે સુધીના સદ્ગુણ ને સત્યવૃત્તિ એ બંધુ જીવને જે શુભ ભાવ શુભ વીર્ષોલ્લાસથી પ્રાપ્ત થાય છે, એ ‘યથાપ્રવૃત્તકરણ’ કહેવાય છે. એ થવા છતાં પછી રાગદ્વેષની નિબિડ ગાંઠ (ગ્રન્થિ) ભેદવા જે અપૂર્વ બળ ઉલસવું જોઈએ, યાને અપૂર્વકરણ કરવું જોઈએ, તે ઝટ પ્રાપ્ત થતું નથી. આ ગ્રંથિભેદ કરનારું અપૂર્વકરણ ઘણું દુર્લભ છે. એ ચ૨માવર્તના પાછલા અર્ધભાગમાં જ પ્રાપ્ત થાય છે. તેની પૂર્વે અસદ્ રાગનું જોર રહે છે. આત્મહિત કયારે ? મોક્ષ માટેની શુદ્ધ સાધના કેટલી બધી કપરી છે ! કેટલી દુર્લભ છે ! કેટકેટલો વીર્યોલ્લાસ માગે છે ! એમાં તો આશંસા એકમાત્ર આત્મહિતની જ રખાય. પણ જીવની મૂઢતા તો એવી હોય છે કે હજીય સાંસારિક સુખ-સન્માનના ઉદ્દેશથી કપરાં કષ્ટ સહવા તૈયાર ને અનહદ ગુલામી કરવા તૈયાર ! પરંતુ પોતાના આત્મહિત માટે જ એ કરવામાં એને વાંધા પડે છે ! કેવું આશ્ચર્ય ? નાશવંત કાયા અને માયા પાછળ તૂટી મરાય, અવિનાશી આત્મા પાછળ વાતે ય નહિ ! તો એનું પરિણામ પણ કેટલું બધું દુઃખદ આવે છે ! નક-તિર્યંચાદિ ગતિઓના જાલીમ દુઃખભર્યા ભવચક્રમાં પાછું ભમ્યા કરવાનું ! ભમ્યા કરવાનું ! અંગારમઇક આચાર્ય અભવી છે. અભવીને આત્મદષ્ટિ જ ન જાગે, ‘મોક્ષ હોઈ શકે જ નહિ’ એવી એની સજ્જડ માન્યતા, છતાં એ સ્વર્ગાદિની ઈચ્છાથી ઉગ્ર કષ્ટમય ચારિત્ર પાળે, શાસ્ત્ર ભણે, તપ કરે, પણ સરવાળે મીંડું ! દીર્ઘ દુર્ગતિઓમાં દટાઈ જવાનું ! આ આચાર્યે પોતાના બાહ્ય ત્યાગ અને ઉપદેશથી પ્રતિબોધી ૫૦૦ શિષ્યો કરેલા. એમને શાસ્ત્રો ય ભણાવે, શાસ્ત્રમાં શ્રદ્ધા ય કરાવે ! પરંતુ એક દિવસ બહારથી ગીતાર્થ મુનિ પધાર્યા, એમણે આચાર્યની આંતરિક સ્થિતિ પારખી, કોલસી પથરાયેલ જગા પર રાતના આચાર્ય એકલા ચાલતા નિર્દયપણે શું બોલતા હતા, તે ગુપ્તપણે એમના મુનિઓને બતાવ્યું ! પગ નીચેની કોલસીના કચુડ કચુડ અવાજ પર આચાર્ય બોલ્યા ‘વાહ, મહાવીરના જીવડા ! વાહ, શું તમારું સંગીત સરસ ! લો લો, કરો સંગીત.' એમ કહી એના પર નિઘૃણપણે ચાલતા ! એથી બીજે દિવસે ૫૦૦ શિષ્યો ગુરુને અભવ્ય જાણી છોડી ગયા. પછીના ભવમાં એ ૫૦૦ રાજકુમાર

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122