Book Title: Paap Pratighat ane Gun Bijadhan
Author(s): Raj Saubhag Satsang Mandal Saila
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 57
________________ : ૪૪ : પંચસૂત્ર વિધાનો પાળવાનું નથી બનતું, છતાં એને આજ્ઞાનું બંધન આટલું હોય છે કે જિનની આજ્ઞા જ તારણહાર છે, જિનવચને કહ્યું તે જ બરાબર છે, એજ કર્તવ્ય છે, બાકી બધું અનર્થરૂપ છે. તેથી જિનોક્ત આરાધના તરફ અપેક્ષાભાવ હોય છે. એજ આરાધકભાવ. સાનુબંધ ક્ષયોપશમ : આ જિનાજ્ઞાના ઊંચા ઉપાયભાવ, કર્તવ્યભાવ હૈયે વસ્યા હોવાથી વર્ષોલ્લાસ જાગતાં બધા યા થોડા અંશે આજ્ઞાના વિધિ-નિષેધના પાલનમાં જે જીવ આવે છે, એ અનુક્રમે સાધુ યા શ્રાવક બન્યો કહેવાય.. અહીં સાવધાની બહુ રાખવાની છે; કેમકે જગતના સંયોગો અને કર્મના ઉદય એવા છે કે આરાધના ભુલાવી નાખે ! એટલે જ જો એવા બાધક સંયોગોથી દૂર રહેવાય, સાવધાન રહેવાય, અને કર્મના ક્ષયોપશમ ટકાવી રખાય તો આરાધના અને આરાધકભાવ ચાલુ રહી શકે. જિનાજ્ઞાની આરાધના અને આરાધક ભાવ એ મોહનીય આદિ કર્મના આંશિક નાશથી પ્રાપ્ત થાય છે. પરંતુ જો આ ક્ષયોપશમ સાનુબંધ હોય તો ઉત્તરોત્તર ક્ષયોપશમ ચાલુ રહે છે. તેથી આરાધના અને આરાધક ભાવ બંને ટકે છે. પણ જો નિરનુબંધ હોય તો ક્ષયોપશમ ટકતો નથી; તેથી પાછો કર્મનો ઉદય ચાલુ થઈ જાય છે ! એથી એ ગુમાવી જીવ વિરાધના અને આગળ વધીને વિરાધભાવમાં ચડી જાય છે. આનો અર્થ એ કે ગુણ ટકાવવો હોય તો ક્ષયોપશમ ટકાવવો જોઈએ, અને એના માટે અનાયતનનાં સેવન આદિથી દૂર રહેવું જોઈએ. “અનાયતન” એટલે આયતનથી વિરુદ્ધ, અર્થાત ગુણના શોષક સ્થળ કે નિમિત્ત એ અનાયતન. દા.ત. બ્રહ્મચર્ય પાળવું હોય હોય તો વેશ્યાવાડાના રસ્તેથી ગમનાગમન કરવું, સ્ત્રી સંબંધી કથા કરવી, એ અનાયતન, એમ સમ્યગદર્શન માટે મિથ્યાદ્રષ્ટિનો પરિચય અને એમના ઉપદેશ-શ્રવણ એ અનાયતન છે. દાનની રુચિ સામે કુપણોના પરિચય એ અનાયતન; કેમકે એ વાતો એવી કરે છે કે જે સાંભળતાં સાંભળતાં દાનના પરિણામ મંદ પડી જાય. સાનુબંધ ક્ષયોપશમના ઉપાય : (૧) અનાયતનના ત્યાગની સાથે, (૨) વારંવાર પોતાની પરિણતિનું અવલોકન યાને તપાસ પણ કરતા રહેવું જોઈએ કે એ મન કોઈ અશુભ વિચાર અને અશુભ લાગણીઓમાં તો નથી ખેંચાતું ને ? સાથે (૩) ગુણની સહજ સુંદરતાનું સચોટ

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122