Book Title: Paap Pratighat ane Gun Bijadhan
Author(s): Raj Saubhag Satsang Mandal Saila
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 47
________________ : ૩૪ : પંચસૂત્ર બેઠા કોઈ પ્રવાસી કૂવા પર આવવાની રાહ જુએ છે. એમાં દિવસો વીત્યા. છતાં ચન્દ્રકાન્ત કહે છે “જો પુણ્ય કેવું અદ્ભુત કામ કરે છે કે ધન જતાં તું મળી અને અહીં મારા હાથમાં રહેલ ભાતાયેલી આપણા બન્નેને જીવન ટકાવી રાખવા કામ લાગી છે ! ખાવા તો ભાતું કામ આવે, હીરા માણેક નહિ !' ચન્દ્રકાન્તાને પતિના આવા આવા તાત્ત્વિક બોલ પર શ્રદ્ધા વધી જાય છે. હવે ભાતું ખૂટટ્યા આવ્યું. બન્ને જણ ચિંતા કરે છે. કે “અરે ! અમારે આવા ઉત્તમ ભવમાં શું ચારિત્ર પામ્યા વિના એમ જ મરવાનું ? ક્યારે આ ભવધૂપસમાં કૂવાની કેદમાંથી છૂટવાનું ? સદ્ભાગ્યે એટલામાં એક સાર્થવાહ તે પ્રદેશમાં આવી લાગે છે. એના માણસો કૂવા પર પાણી લેવા આવતા ચન્દ્રકાન્ત બોલે છે, અરે ? અમને બહાર કાઢો ' પેલાઓએ જઈને શેઠને વાત કરતાં શેઠે માંચાથી એમને બહાર કાઢવા કહ્યું. એ બંને એમ બહાર નીકળી સાર્થવાહનો ભોજન-સત્કાર પામી ગામ તરફ પાછા વળે છે. રસ્તામાં એક બાજુ મડદું અને પોતાની જ ધનથલી જુએ છે ! ચન્દ્રકાન્ત તરત કલ્પના કરી કે કોઈ શિકારી પશુથી મરાયેલ નોકરનું બિચારાનું આ મડદું લાગે છે. એથી વૈરાગ્ય વધુ દઢ કરી, જઈ તે બન્નેએ ચારિત્રમાર્ગ અપનાવ્યો સરળતાનાં મીઠાં ફળ; માયા કૂડી અને ભૂંડી ! (૭) સાતમો દુગુણ અજ્ઞાનતા :-- અજ્ઞાનતા યાને અજ્ઞાનના બે ભેદ, - (૧) મૂર્ખતા, અને (૨) મૂઢતા, મૂર્ખતા છે એટલે ગતાગમ નથી. એકજ વાત છે “લૂંટો, ભેગું કરી, ઉડાઓ, એ માટે બધું કરી છૂટો.” ભલે પછી મૂર્ખને લોક નિંદે હસે, કે એ પીડાય સંસારમાં, યા દુર્ગતિઓમાં ભારે ત્રાસથી દંડાવું પડે. તેની ખબર નથી, ચિંતા નથી, પરવા નથી, આ મૂર્ખતા. બીજી છે મૂઢતા. પંડિત હોય, શાસ્ત્રો ભણેલો હોય કે પ્રોફેસર હોય, બીજાને ભણાવે ખરો, પણ તેની પંડિતાઈ મૂઢતાના ઘરની, જો જ્ઞાન છે પણ વિવેક નથી, ભણ્યો છે પણ હૃદય પરિણત નથી બન્યું. શાસ્ત્રથી જો આત્મા કેળવાયો નથી તો એકલી બુદ્ધિ કેળવાય તેથી શું ? ભણતરમાં એવો મુંઝાયો કે તેની બધી પ્રવૃત્તિ જડ પાછળની ! પોતાના આત્માનું જ ભાન નથી ! વિચારબોલી-આચરણ બધું જડ પાછળનું ! આત્માના હિતની વાતના વિચાર-વાણી-વર્તન નથી. નરી મૂઢતા ! પરમાર્થની ખબર નથી. મૂઢ પંડિત ઉત્તર પ્રદેશના એક ગામમાં એક પંડિત ઘરે છોકરાઓને વિદ્યાભ્યાસ કરાવતો. એમાં એક યુવાન વિદ્યાર્થી પંડિતની યુવાન પતીની સેવા કરતાં કરતાં એ બંને પ્રેમમાં પડ્યા ! પણ પંડિતપતી પરના મૂઢ રાગમાં એની સાથેની આ વિદ્યાર્થીની મર્યાદાબહારની છૂટને શુદ્ધ સેવા માનતો. અલબત પંડિતના દેખતાં કાંઈ વિલાસ થઈ

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122