Book Title: Paap Pratighat ane Gun Bijadhan
Author(s): Raj Saubhag Satsang Mandal Saila
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 46
________________ પંચસૂત્ર ભૂમિકા : ૩૩ : | માયા માણસને કેવો પકડમાં પકડી રાખીને એની પાસે રાત-દિવસ અંતે પોતાને જ ખતરનાક ઊંધા વેતરણની ચિંતા કરાવે છે ! ત્યારે એની સામે સરળ જીવ અંતે કેવી સુન્દર ઉન્નતિ પામે એવા પવિત્ર વિચારમાં રહે છે એનો અદ્ભુત ખ્યાલ સમરાદિત્ય ચરિત્રના અવાન્તર કથાપ્રસંગોમાંથી મળે છે. ચન્દ્રકાન્ત નામે એક શ્રેષ્ઠિ પુત્ર બહારગામ ગયેલો છે. એવામાં એના ગામ પર ધાડ પડી છે. ચન્દ્રકાન્ત આવીને જુએ છે તો ઘરમાંથી કંઈક માલ ચોરાયો છે અને પોતાની પત્નિ ચંદ્રકાન્તાનો પત્તો નથી. ગામના એક બુઝર્ગ પાસેથી જાણવા મળે છે કે આ લૂંટારાઓ અવારનવાર માણસને ઉપાડી જાય છે, જેથી પછી એના સગાવહાલા ઘણું ઘન આપીને એને છોડાવી લાવે. ચંદ્રકાન્ત એ પરથી ધનની થેલી લઈ પોતાના નોકરને સાથે લીધો. એને ભાતાંથેલી પકડાવી. ચાલતાં-ચાલતાં રસ્તામાં નોકરની બુદ્ધિ બગડેલી તે કોઈ પ્રપંચથી ઘનઘેલી ચાઉં કરી ભાગવા ધારે છે. પણ કરે શું ? એ થેલી શેઠના હાથમાં છે. એમાં જોગાજોગ એવું બન્યું કે એક સ્થાને બન્ને જણ ભાતું ખાવા બેઠા. પણ ઊઠતી વખતે સહજ ભાવે ચંદ્રકાન્તના હાથમાં ભાલાળેલી પકડાઈ; પેલાએ ધનની થેલી પકડી. હવે નોકર મનમાં ખુશી થતો શેઠ ટળે એની તક શોધે છે. એમાં દૂરથી એક કૂવો દેખતાં ગળગળો થઈ શેઠને કહે કે મને બહુ તરસ લાગી છે.' ભલા શેઠ કૂવો દેખતાં પાણી માટે ગયો. નોકર ચૂપકીથી પાછળ જાય છે. ત્યાં ચંદ્રકાન્ત વાંકો વળી કૂવામાં જેવો પાણી જોવા જાય છે કે તરત પેલાએ એને હડસેલ. મેલ્યો; તેથી એ પડ્યો અંદર ! ત્યાં અંદરથી “નમો અરિહંતાણ” અવાજ આવ્યો. અવાજ પોતાની પત્નિનો પારખીને બોલી ઉઠે છે, “અહો તું અહીં ક્યાંથી ?' પેલી કહે “મને લૂંટારા લઈ ચાલ્યા, રાત પડવાથી બધાંનો અહીં પાસે મુકામ હતો. મને થયું કે કદાચ એમને ત્યાં મારા શીલ પર આક્રમણ આવે એના કરતાં અહીંથી જ રસ્તો કરવો સારો; એટલે બધાને ત્યાં સુતા મૂકી આ કુવામાં પડતું મૂક્યું. પરંતુ તમે અહીં કૂવામાં શી રીતે ?' ચન્દ્રકાન્ત કહે છે. હું તને ધનથી છોડાવી લાવવા આપણા નોકર સાથે નીકળેલો. વચમાં ખાવા બેઠા ત્યાં કુદરતી ધનની થેલી નોકરના હાથમાં રહી ! એને બિચારાને એનો લોભ લાગ્યો હશે, તેથી આ કૂવામાં પાણી જોવા હું જેવો વાંકો વળ્યો કે તરત પેલાએ પાછળથી મને હડસેલ્યો.' પત્નિ કહે, અરે કેવો દુષ્ટ નૌકર !' આ કહે છે ‘ભલી રે બાઈ, એ તો ઉપકારી કહેવાય કે અહીં આપણા બેનો ભેટો કરી આપ્યો. નહી તો હું ચોરોની પલ્લીમાં જવા છતાં તને ક્યાંથી પામી શકત ! સરળ માણસ દરેક પ્રસંગમાંથી સારી જ તારવણી કરે. બન્ને જણ કૂવામાં નિરાધાર રહ્યા પાણીની બાજુના એક ટેકરા જેવા ભાગ પર બેઠા

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122