Book Title: Paap Pratighat ane Gun Bijadhan
Author(s): Raj Saubhag Satsang Mandal Saila
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 51
________________ : ૩૮ : પંચસૂત્ર નિસ્મારતા લગભગ રોજની વસ્તુ થઈ પડી છે. જ્યારે સફળતા હંમેશની, અને નિષ્ફળતા કોક દિવસની. સારવાળી પ્રવૃત્તિ ઘણી, અને અસાર પ્રવૃત્તિ બહુ ઓછી; તે બનવું જોઈએ, પણ એ મુશ્કેલ છે. કેમકે દોષો જાણે સ્વભાવ થઈ પડ્યા છે, અને ગુણ અપરિચિત, કે અળખામણા જેવા રહ્યા છે. પંચસૂત્રમાં કહેલી વાતો સ્વીકારવા માટે આત્મામાંથી ભવાભિનંદીપણાના આ અપલક્ષણો-દુર્ગણો ચાલ્યા જવા જોઈએ. કેમકે ભવાભિનંદિની અંદર ક્ષુદ્રતા વગેરેનું જોર જ્યાં સુધી હયાત છે, ત્યાં સુધી તેને તત્ત્વ પર દ્વેષ છે, તત્ત્વની રુચિ થતી નથી; સાચી તત્ત્વની એને સમજણ જ નહિ પડે. જ્યારે પંગસૂત્ર તો લાયકને જ સમજાય અને લાયકને જ અપાય. એ ગંભીર રસાયણ છે. એ પચાવવા દોષ વિનાની અને જોરદાર હોજરી જોઈએ. હોજરીમાં દોષો ખદબદતા હોય તો રસાયણ ફૂટી નીકળે. સર્વ જીવોને આ વસ્તુની પ્રાપ્તિ ન થાય. વાયડી વાતોથી આ ન મળે. ભવાભિનંદીના દુર્ગુણો ટાળવા જ જોઈએ, મન મારવું પડે, કાયા ઘસવી પડે, તુચ્છ લાભ જતા કરવા પડે, સ્વચ્છંદતા મૂકવી પડે, અનંત જ્ઞાનીને સમર્પિત બનવું પડે. એ બધું આજ સુધી નથી કર્યું, માટે જ ભવાભિનંદી જીવ સંસારમાં રખડે છે. મોક્ષ એ પાપપ્રતિઘાત વગેરેના ક્રમથી મળે. સાધનની ભૂમિકા તે પ્રમાણે જ રચાવી જોઈએ, અને સાધનાની ઈમારત તેજ કમે પૂરી થવી જોઈએ. પાપ પ્રતિધાત માટે (૧) ભવાભિનંદીના દુર્ગુણોનો નાશ કરવો જોઈએ, (૨) પંચસૂત્રમાં બતાવેલ સાધનાના ક્રમ ઉપર દઢ શ્રદ્ધા જોઈએ. (૩) તે ક્રમ મુજબ પુરુષાર્થ કરવો જોઈએ. તે ધર્મ પુરુષાર્થ પણ (૧) સતત (૨) વિધિપૂર્વક અને (૩) હૃદયના બહુમાન સાથે, યોગ્ય કાળે અને (૪) જીવનમાં ઔચિત્ય જાળવીને થવો જોઈએ. આમ કરવાથી અવશ્ય સબીજ-ક્રિયાની પ્રાપ્તિ અને અવંધ્ય પાલન પ્રગટશે. જે પાલનના ફળરૂપે થોડા જ કાળમાં ક્રમશઃ મુક્તિ અવશ્યભાવી બનશે, અર્થાત્ સિદ્ધ થશે. પંચસૂત્ર જે વસ્તુનું નિરૂપણ કરે છે, તે સત્ય અને સુંદર છે, તેથી પરિણામે આત્માને અજ્ઞાન અને મોહની અંધારી અટવીમાંથી અળગો કરી, ઉચ્ચ પરમાત્મ-પ્રકાશના પંથે ચઢાવી અનંત જ્યોતિ જગાવનારું છે. “પંગસૂત્રમાં કહ્યા મુજબનો ક્રમ તો દુર્લભ છે,” એમ કહી અટકવાનું નથી, પણ મનમાં ખૂબ ઉત્સુક બનવાનું છે. જેથી આવી અતિ સુંદર દુર્લભ વાતો આ જીવનમાં પમાઈ જાય, અને જીવન ધન્ય બને. મનુષ્ય ભવ અને મળેલ સામગ્રીને સફળ કરવા ગમારી ન ચાલે, આવડત જોઈએ; દિવાનાપણું ન નભે, સાવધાની- હોશિયારી જોઈએ. ભાવનિદ્રા નકામી, જાગૃતિ જરૂરી; વાતોથી કાંઈ ન વળે, ગુણોનો ખપ કરવો પડે. જીવનમાં આ કરેલું કર્યું ગણાશે, એથી જન્મ-જરા-મરણાદિની જંજાળ વેઠવાનું અટકશે.

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122