Book Title: Paap Pratighat ane Gun Bijadhan
Author(s): Raj Saubhag Satsang Mandal Saila
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 50
________________ પંચસૂત્ર ભૂમિકા : ૩૭ : ઉદ્યમમાં બહુધા નિષ્ફળતા અને નિસ્સારતા હોય, તે જીવ ભવાભિનંદી છે. એકવારના નિષ્ફળ કાર્યના યોગે પાછા વળવાનું તો એને બાજુએ રહ્યું, ઉર્દુ એવા કાર્યોને એને દ્વિગુણો આગ્રહ વધે. એ વધુને વધુ નિષ્ફળતા મેળવતો જાય, પણ સફળતાની ચાવી ન પામી શકે. એને લક્ષ્મી મળી હોય, તો ય સફળ નથી, કેમકે એને એથી આનંદ કે શાંતિ મળતી નથી; હૈયામાં હોળી સળગે છે; પાછળ નુકશાન અને પશ્ચાત્તાપનો પાર નથી. કાર્યમાં ભલીવાર નથી. એના નિષ્ફળ પ્રયતો એનામાં દોષો વધુ ખીલવે છે. નિસાર ઉદ્યમ જડતા વધારે છે. ભવાભિનંદિતાના દોષોની સહજતા :- ભવાભિનંદિતાના આ બધા દૂષણ વળવા માટે ખાસ કાળજી રાખવાની છે ; પ્રતિક્ષણ જાગ્રત રહેવાનું છે. કારણ કે, દુર્ગણોનો અભ્યાસ અનંત કાળનો છે. એથી જીવનમાં દૂષણ સહજ જેવા થઈ ગયા છે, અને ગુણ જાણે તદ્દને અપરિચિત. ક્ષુદ્રતા સહેજે આવે, ઉદારતા મુશીબતથી લાવવી પડે. લોભ સહેજે થાય, સંતોષ રાખવો મુશ્કેલ. ઘડી ઘડીમાં દીનતા આવતાં વાર ન લાગે, અને ધીરજ અને નફરત રાખતાં નેવનાં પાણી મોભે ચડાવવા પડેઈર્ષા બહુ સહેલી, કોઈનું પણ સારું જોઈ ઉગ ઝટ થાય, પણ પ્રેમ બળાત્કારે લાવવો પડે. મન ઉગ કરાવે પણ દિલ જો પ્રેમ કરાવે, તોય વિચારાય કે આપણે નારાજ શા માટે થવું? મનને ઉગથી પાછું વાળી પ્રેમમાં જોડવું જોઈએ. પણ આ શુભ વિચાર પરાણે લાવવો પડે છે. ભયભીત થવું સહેલું છે, નિર્ભય થવું મુશ્કેલ છે. ભય જેટલો જલ્દીથી આવે એટલી નિર્ભયતા જલ્દી આવતી નથી. શઠતાના વિચારો જીવને બહુ સુલભ. સ્વાર્થ સાધવો, પોતાની જ અનુકુળતા જોવી, આ વૃત્તિઓ જીવની સાથે જાણે સહજ ઘડાઈ ગઈ છે. એ વૃત્તિઓને સિદ્ધ કરવા ઉદ્યમ કરવો પડતો નથી. બીજાની સેવા લેવાના, બીજાના ભોગે સુખ લેવાના વિચાર પહેલા આવે, પણ પરમાર્થ માટે જાતનો ભોગ આપવાની વૃત્તિ છેલ્લે ય આવવી મુશ્કેલ. આપણી હોશિયારીથી જ અનુકુળતા મળે છે, એવી માન્યતા ઘડાઈ ગઈ છે, માટે આ વૃત્તિ સુલભ થઈ પડી છે. ખબર નથી કે પુણ્ય વિના ફાંફાં. એક જરાક આપત્તિ આવી પડી કે જીવ દુષ્ટ વૃત્તિઓનો આશ્રય સહેજે લે છે, પણ જો સાવધાન બને, તો આપત્તિ તો આવી અધમ વૃત્તિઓને દબાવવા ખરેખરી ઉપયોગી થાય એમ હોય છે. આપત્તિ તો ગુણશ્રેણીની પરીક્ષામાં જલ્દી પાસ થવાની પરીક્ષા છે. આપત્તિ જ ખરો કસોટીનો કાળ છે. આમ તો આવી અધમ વૃત્તિઓ ઝટ જાગે નહિ; પણ આપત્તિ કાળે જાગે, તે વખતે એને શુભ વૃત્તિઓથી કચડી શકાય. મૂર્ખતા અને મૂઢતા કે જે ગળથૂથીમાં એકમેક થઈ ગઈ છે, તેને ટાળી આત્મામાં જ્ઞાન અને વિવેકની નવી ભાત પાડવાની છે. સ્વેચ્છાથી, મૂર્ખતાથી ને મૂઢતાથી કરેલા કાર્યમાં નિષ્ફળતા અને

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122