Book Title: Paap Pratighat ane Gun Bijadhan
Author(s): Raj Saubhag Satsang Mandal Saila
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 37
________________ : ર૪ : પંચસૂત્ર સંપૂર્ણ જોઈએ, જરાએ ઓછું ન ચાલે, સારું મળ્યું તો પણ ટેવ રોદણાં રોવાની ! હંમેશનો અસંતોષ ! ગમે તેટલું મળે, ગમે તેટલું સચવાય, તો પણ ઓછું પડે. કાંઈ નથી મળ્યું એમ લાગ્યા કરે ! એમ તો જગતની કઈ વાતમાં ખામી અને અધુરાશ નથી રહેવાની ? કોઈનીય બધી ખામી કદીય નથી ટળી. ત્યાં ખોટી ઝંખના શી કરવી ? પરંતુ ભવાભિનંદીને મળેલાના સંતોષને બદલે ન મળ્યાનો ખટકો થાય છે, મળેલામાં સત્તર ખામીઓ દેખે, શોક કરે અને ઝુરે છે ખામી ટાળવા અને મનમાન્યું મેળવવા અધમ ગુલામીઓ અને ચાપલુસી કરે છે ! સદાનો માગણિયો તે કૂતરાની જેમ દીન બની ચાટું કરીને માંગ-માગ કરવામાં એને શરમ નહિ ! પોતાના ઉત્તમ કુળ, ધર્મ, ગુરુ આદિનું કાંઈ જ ભાન નહિ. જાત ભૂલે, કુળ ભૂલે, સ્વમાન ચૂકે, પાપમાં ડૂબે ને પાશવી સંજ્ઞામાં પરવશ બને છે. સંસાર પોતે સર્વાગે દુઃખમય છે, સર્વાગે સુખમય નથી. સર્વાગે સુખ તો પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપમાં છે, અને આછું સુખ એવા આત્મસ્વરૂપની રમણતામાં છે. તે સિવાય તો જડ પદાર્થોના સંયોગોમાં સુખાભાસ છે, સુખના પડછાયા છે; તે પણ બહાદુઃખની ફોજ લાવનારા ! ત્યાં સુખની આશા શી ? ાઁ આશા ખોટી છે, તો ઈષ્ટ જડ-સંયોગ ઓછો ય મેળવ્યા પછી મનને ઓછું શું લગાડવું ? સંસાર સર્વ અંગે તો નહિ પણ એક અંગે ય સંપૂર્ણ દેનાર નથી, છતાં સંસાર-રસિકનો સ્વભાવ જ. દીનતા કરવાનો ! વારેવારે મનને ઓછું જ આવ્યા કરે ! સંસારનો રસ જીવને મૂઢ બનાવે છે. એ પુદ્ગલનું ય સ્વરૂપ સમજતો નથી, તેમજ આત્માનું ય સ્વરૂપ સમજતો નથી ! એ આત્માનું અવિનાશી, અપરાધીન, એકાંત સુખસ્વરૂપ જડ પુદ્ગલના સ્વરૂપમાં શોધે છે એને ભાન નથી કે “પુદ્ગલ તો નાશવંત છે, પરાધીન છે, અને પુલના આશીને એ દુઃખ દેવાના સ્વભાવવાળા છે, ત્યાં તે સુખ જડે ? અમૃતની શોધ સર્પના મુખમાં કરાય ? સાચા સુખી થવું હોય તો સંસારનો વિશ્વાસી ન બન. સંસાર એટલે જ ઓછપ ! ત્યાં પૂર્ણતા ન હોય; તેથી થોડામાં તૃપ્તિ કર. મારે શી ખામી છે ?' એમ મન રાખી જાય દીન ન બન, થોડું મળ્યું ઝાઝું માન, તો જ હજુ કાંઈ સુખની આશા રહે, આ તો જ બને કે જો જીવ અર્થકામને સર્વસ્વ ન માને, ને ઈન્દ્રિયોના વિષયોમાં લુબ્ધ ન બને. નહિતર એકાદવાર મહાસંયમ પણ પાળ્યું હોય છતાં જો વિષય ગૃદ્ધિ જાગી, તો પછી જીવ એવો દીન અને કંગાળ બને છે કે પૂર્વકમાઈ જાણે બધી ડૂલ ! કિંડરીકની દીનતા : બહુ ઊંચે ચઢેલાને પણ જો દીનતા આવી જાય તો કેવો પટકે છે એ પુંડરીકકંડરીકની કથામાં જોવા મળે છે. પુંડરીક રાજા છે, નાનો ભાઈ કંડરીક યુવરાજ છે.

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122