Book Title: Paap Pratighat ane Gun Bijadhan
Author(s): Raj Saubhag Satsang Mandal Saila
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 40
________________ પંચસૂત્ર ભૂમિકા : ૨૭ : રાખે છે. એ ટાળવા શ્રી વીતરાગ પ્રભુ પાસે ત્રણ પ્રાર્થના, ૧. - આ જીવન દુઃખક્ષય સાથે કર્મક્ષય, ગમેતેવી વિકટ પરિસ્થિતિમાં પણ માનસિક દુઃખનો ક્ષય, અર્થાતુ મનને ઓછું ન લાગે, મન મસ્ત રહે, તૃપ્ત રહે, એની સાથે નિર્જરા યાને ૧૨ પ્રકારે તપની આરાધના. ૨. અંત સમયે સમાધિ અને ૩. ભવાંતરે બોધિલાભ. પહેલું આખી જીંદગી દરમ્યાન, બીજું મરણ સમયે, ને ત્રીજું મરણ બાદ. ભવાન્તરમાં ત્રણેથી પાપ ટળે, આત્મા ઉજ્જવલ બને. ટૂંકમાં, અહીં સુખશાંતિ જોઈતી હોય, પરલોકમાં સુખ ઊભું રાખવું હોય, અને પરિણામે શાશ્વત સુખ પ્રગટ કરવું હોય તો દીનતા છોડવી જોઈએ. ચોથો દુર્ગુણ માત્સર્ય એટલે ઈર્ષા, દ્વેષ, ખાર, વેરઝેર, મોટું કટાણું થાય, અસહિષ્ણુતા, તિરસ્કાર, બીજાનું સારું ન જોઈ શકે. (સૌથી ઉચ્ચ કક્ષા વીતરાગની, તેની નીચે અપ્રમત્ત સરાગ સંયમી, તેની નીચે કમસર પ્રમત્ત સર્વવિરતિધર, દેશવિરતિઘર, સમ્યક્તી અને મોક્ષરુચિવાળા, મિથ્યાત્વી, ત્યાં સુધીની જીવની દશા ગુણની છે. તેથી નીચે ભવાભિનંદીની સ્થિતિ એ ગુણ વિનાની દોષભરી દશા છે.) આ છેલ્લા પાટલાની સ્થિતિ મજબૂત રાખનાર ઈર્ષ્યા છે, માત્સર્ય છે. એ કોઈનું પણ સારું જોઈ ન શકે. તેને જોઈને બળાપો કરે, ખાર આવે હલકો પાડે, તેની સીધી સારી વાત પણ તોડી પાડે, “મને લાખ મળ્યા પણ એને સવાલાખ કેમ ? કાં મારા વધે, કાં એના જાય !' આવી અધમ વૃત્તિ કરાવે, ત્યાં આનંદ માનવાનું ખમીર જ ક્યાંથી હોય ? પોતાનાથી વધારે ધનિક, વધારે આબરૂવાળો, અધિક જ્ઞાની, અધિક તપસ્વી ઈત્યાદિ અધિકને જોઈને અંદર બળે, અસહિષ્ણુ બની વિકલ્પો ઘડે, સામાને ફજેત કરે. ‘ઊંચો, બીજા નીચા.” આ અપલક્ષણ કષાયને તેજ રાખે; વિષયરુચિ દૃઢ કરે, પાછા એને ઉપાદેય માને. આ ઈર્ષ્યા ભવવિરાગ અને સમ્યક્તને કોરે રાખે છે, તત્ત્વ સાંભળવા- સમજવાને સ્પર્શવા નથી દેતી. - ઈર્ષાવશ માણસ એટલો બધો સત્વહીન બની જાય છે કે આમ બીજી રીતે બીજા પરાક્રમ પણ કર્યા હોય, છતાં ઈષ્યવશ અવસરે ઉપકારી પૂજ્યને પણ અવગણે છે ! - સિંહગુફાવાસી મુનિ શ્રી આર્યસંભૂતિવિજય જેવા શ્રુત કેવળી આચાર્ય ભગવાનની આજ્ઞા લઈને સિંહની ગુફા આગળ ઉપવાસ અને ધ્યાનમાં ચોમાસું પસાર કરી આવેલા. “ગુફામાંથી ભૂખ્યો સિંહ બહાર નીકળે તો એ ચીભડાની જેમ બટક બટક બચકા ભરીને મને ખાઈ જશે,' એવો ભય શું ન લાગે ? પરંતુ આ પરાક્રમી મુનિ લેશ પણ ગભરાયા વિના ત્યાં મહિનાઓ સુધી ધ્યાન-સાધનામાં રહ્યા. ચોમાસું ઉઠયે પાછા આવતાં ગુરુએ એમને “દુષ્કરકારક” તરીકે ધન્યવાદ આપ્યો. પણ ત્યાં સ્થૂલભદ્રજી કોશાવેશ્યાને ત્યાં ચોમાસું કરી આવેલા, એમને “દુષ્કર દુષ્કરકારક'

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122