Book Title: Paap Pratighat ane Gun Bijadhan
Author(s): Raj Saubhag Satsang Mandal Saila
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 43
________________ : ૩૦ : પંચસૂત્ર પડ્યે એ આચરવા ય ન પડે, છતાં ભય એ પાપોને વિચારમાં લાવ્યા વિના ન રહે. એ વિચારમાં રૌદ્ર ધ્યાન પણ સંભવે. એમાં આયુષ્ય બંધાય તો મરીને જાય નરકે ! ત્યાંથી દુર્ગતિમાં ભટકે ! કેમકે પાપના અનુબંધ લઇને અહીંથી ગયો છે. ભયવાળાને અસમાધિનો પાર નહિ. સાચવવાની તાલાવેલી ખૂબ; ‘રાતના સૂતી વખતે દરવાજા તો બંધ કરવો નથી રહ્યો ને ?' બધુ બરાબર પેક કર્યું છે ને?' રાતના જરાપણ અવાજ થતાં એમ થશે કે ‘એ ચોરનો અવાજ તો નથી? કોઇએ તિજોરો ખોલી ?' જ્યાં આસક્તિ વધારે, ત્યાં ભયનો પાર નહિ. ભયમાં ધર્મક્રિયા ચૂકાય તો પરવા નથી. પરમાત્માની પૂજા ભક્તિ સેવા નથી થતી ત્યાં ભય દેખાતો નથી માટે તેનો ભય નથી. ‘સાધના અટકી તો કંઇ વાંધો નહિ; કાલે કરશું. શું ઊતાવળ છે વખત ક્યા વહી ગયો છે?' ધર્મ આખો ખોવાય તો ભય નહિ! ‘સંસારની સામગ્રીમાં ટાંચ ન પડવી જોઇએ.' આ લત ! ભવાભિનંદીને સમાધિનો સ્વાદ નથી, સમાધિનું ભાન પણ નથી. સમાધિની કિંમત નથી; એટલે દુન્વયી ભયોમાં સમાધિ ગુમાવી રહ્યો છે ! અસમાધિનો એને ભય કે દુઃખ નથી. ભવાભિનંદીને ભય ઘણા, આત્માને કલેશ ચોવીસે કલાક. " તિજોરીમાં શેઠ : એક શેઠની પાસે પૈસા બહુ હતા પણ બિચારાને એવો ભય રહ્યા કરે કે રખેને આ છોકરા જાણે કે આપણી પાસે પૈસા બહુ છે તો ખર્ચ કરવા લાગે; ને એમ તિજોરી ખાલી થઈ જાય. માટે કોઈને ખબર પડવા ન દેતા. એ બારણું બંધ કરી ઓરડાની અંદર તિજોરી ખોલીને રૂપિયાની થેલીઓ બહાર કાઢી ગણતા. પછી ખૂબ ધન નજર સામે જોઈ ખુશ થાય કે ‘અહો ! કેટલું બધું ધન છે !' પાછો રાતદિવસ ભય રહ્યા કરે ને રાતમાંય ઉઠીને આજુબાજુ જોઈ આવે કે કોઈ અહીં આવતું તો નથી ને ? જરાક ખડખડાટ થાય કે ઝબકીને જાગે ! પહેલી તપાસ કરે કે ‘કેડે ચાવી છે ને ? તિજોરીનું બારણું બરાબર બંધ છે ને ?' કેવી ભય સંજ્ઞા કે એને ભગવાનનું નામ પણ ન સાંભરે, તો સુકૃત કરવાની તો વાતેય ક્યાં ? ભયની વૃત્તિને લીધે ધર્મની લેશ્યા ઉઠવા જ ન પામે. કદી મુનિ પાસે જાય નહિ, રખે પૈસા ખર્ચાવે કે બાધા દે તો ?' એવો ભય. એકવાર રૂપિયા ગણવા બેઠેલા. એટલામાં બહારનો કાંઈક અવાજ સાંભળ્યો. બારણા સામે જુએ છે તો સાંકળ દેવી જ ભૂલી ગયેલા ! એ જોઈ વિચારે છે કે ‘વળી સાંકળ દેવા જાઉં એનો અવાજ બહારનાને સંભળાવાથી વહેમ પડે તો ? અથવા તે એટલામાં અંદર આવી જાય તો ?' તેથી ઝટપટ નાણાંકોથળી તીજોરીમાં

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122