Book Title: Paap Pratighat ane Gun Bijadhan
Author(s): Raj Saubhag Satsang Mandal Saila
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 41
________________ : ૨૮ : પંચસૂત્ર | તરીકે આવકાર્યા ! સિંહના રોજના ભયંકર ભયને જીતી આવેલા મુનિ અહીં ઈર્ષ્યાને જીતી ન શક્યા. એમને લાગ્યું કે વૈશ્યાને ત્યાં ચોમાસું કરવામાં દુષ્કર-દુષ્કર’ કારકતા શી ? બીજા ચોમાસે ગુરુની ના છતાં ઉપકોશાને ત્યાં ચોમાસું કરવા ઉપડ્યા ! ત્યાં એ કાળની રાજામહારાજાઓમાં પ્રસિદ્ધ સૌંદર્યવાળી વેશ્યાને વગર શણગારે પણ જોતાં મુનિ ઢીલાઢચ ! એમના પર કામવાસના ચઢી બેઠી ! વેશ્યા આગળ ભોગની પ્રાર્થના કરે છે. વેશ્યા કોશાની બેન છે, એટલે સમજી ગઈ કે ‘આમ તો સ્થૂલભદ્રજીનો ઈર્ષ્યાથી આ ચાળો કરવા આવ્યા હશે, પણ આમના શા ગજા ? હવે એ કેવળ શિખામણથી માર્ગે નહિ આવે. એમને તો જરા ચમત્કાર દેખાડવો જોઈએ.’ એમ વિચારી કહે છે કે ‘મહારાજ ! અમે તો વેશ્યા, નાણાં વિના અમારો માલ ન મળે.' પેલા દીન બની કહે છે, ‘પણ હું પૈસા ક્યાંથી લાવું ?' વેશ્યા કહે ‘જાઓ, નેપાળ દેશના રાજા નવા સંતને રતકાંબલ ભેટ આપે છે તે લઈ આર્વા.' મુનિ ઉપડ્યા ભર ચોમાસામાં નેપાળ ! લઈને પાછા વળતાં જંગલમાં ચોરો લૂંટવા આવ્યા. એમને દીનતાથી પગે પડી પોતાની સ્થિતિ દયામણી ભાષામાં કહી, દયા માગે છે. ઈર્ષ્યાએ ક્યાં પહોંચાડ્યા ? ક્ષુદ્ર યાચના, વિષય, લોભ, રતિ, દીનતા ઈત્યાદિ કોટે વળગ્યા. ચોરોએ દયાથી છોડ્યા. રતકાંબલ લાવીને વેશ્યાને દેતાં કહે છે' લે હવે તો નાણું પહોંચ્યું ને ?' વેશ્યાએ સવા લાખ રૂપિયાની કાંબલ લઈ સીધી ખાળમાં જ નાખી ! મુનિ ગભરાઈ જઈ કહે છે, અરે ! અરે ! આ તું શું કરે ? કેટલી ત્રાસ મુશ્કેલીથી આ હું લાવ્યો છું ! તે તને ખબર છે ?' બસ, લાગ જોઈ વેશ્યા આંખ ચડાવી કહે છે, ‘અરે ત્યારે તમને ભાન છે કે ગુરુએ આખા જગતની સંપત્તિ કરતાં કેટલી બધી ઉંચી કિંમતના દર્શન-જ્ઞાન- ચારિત્ર રત તમને આપ્યા ? અને તમેય કેટલાય જન્મોના ત્રાસ પછી અહીં એ પામી શક્યા ? હવે એને આ મારા મળમૂત્રાદિથી ભરેલી દેહ-ખાળમાં નાખતાં શરમ નથી આવતી ?...' મુનિ તરત બોધ પામી એનો ઉપકાર માનીને ગુરુ પાસે જઈ ક્ષમા માગે છે. થોડી પણ ઈર્ષ્યાવશ પીઠ અને મહાપીઠ જેવા અનુત્તર સ્વર્ગગામી મહામુનિઓને પછી બ્રાહ્મી સુંદરી તરીકે સ્ત્રીપણે અવતરવું પડ્યું ! માટે ઈર્ષ્યા ભૂંડી; તે ભવસ્થિતિ પકવનાર એક મહાન આવશ્યક સાધન પરસુકૃતાનુમોદન- ગુણાનુરાગ એનો નાશ કરે છે; મોટી વિદ્વત્તાને પણ અવસરે આવરી દે છે. અસદ્ આવેશ અભિનિવેશમાં ફસાવી જીવને એટલો બધો એ નીચે પટકે છે કે પછી જીવ કોઈને માનવા તૈયાર થાય નહિ, શાસ્ત્રની પણ કંઈ અસર લે નહિ. એ ભવાભિનંદિતાને સારી રીતે પુષ્ટ રાખે છે.

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122