Book Title: Paap Pratighat ane Gun Bijadhan
Author(s): Raj Saubhag Satsang Mandal Saila
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 39
________________ : 28: પંચસૂત્ર રાજાએ જોયું કે તલમાં તેલ નથી; તેથી પૂછે છે ‘શું ગલીચ ભોગ જોઈએ છે?’ કંડરીક નિર્લજ્જ અને દીન થઈ આંખ માથું નમાવી હા સૂચવે છે. એજ વખતે પુંડરીક રાજા એને પોતાનો વેશ આપી એનો વેશ પોતે લઈ ભાવથી સાધુ બની ગુરુને ભેગા થવા ચાલી જાય છે. બે ઉપવાસ બાદ ત્રીજે દિવસે ગુરુને ભેટી ચારિત્રક્રિયા કરીને શુષ્ક-શીત અંતપ્રાંત આહારથી પારણું કરે છે. એ ન પચવાથી એજ રાતે પીડા ઊભી થવા છતાં ઉંચા ઉછળતા ભાવોલ્લાસમાં કાળ કરી અનુત્તર વિમાને દેવ તરીકે જન્મે છે ! કંડરીક દીન રાંકડાની જેમ ખાનપાન પર તૂટી પડે છે, રાતના અજીર્ણથી મરતાં ભયંકર રૌદ્રધ્યાનને લીધે સાતમી નકમાં ઉત્પન્ન થાય છે ! દીનતાએ કેટલું મોટું અંતર પાડ્યું ? પેલા ૧૪મા રાજલોકના છેડે, આ ૭મી પાતાલે ! અહીં જોવાનું એ છે કે દીનતાથી માણસનું સત્ત્વ નષ્ટ થઈ જતાં હાથમાં આવેલ પણ ધર્મ જતો રહે છે. પછી તૃપ્તિ ધરપત ધરવાનું ક્યાં ? અર્થ- કામની સતેજ અભિલાષા ‘થોડામાં ઘણું લાગે' એવી તૃપ્તિ નથી આવવા દેતી. મૂઢ જીવ અર્થકામને સર્વસ્વ માને છે. એમાં પછી મન સદાનું દીન-દુખિયાર્ં રાખ્યા કરે છે. એને ખબર નથી કે અર્થની પાછળ દોડધામ એટલે તો આપણા માથાના પાછળ રહેલા પડછાયાને પકડવાનો નિષ્ફળ પ્રયત્ન !' જેમ જેમ પાછળ ભાગીએ તેમ તેમ એ આધા ભાગે. એને બદલે જો આગળ દોડાય, તો પડછાયો પૂંઠે લાગશે. તેમ અર્થથી પણ મોઢું ફેરવવાની જરૂર છે. મોઢું ફેરવાશે તો અર્થ પછવાડે દોડશે. કવિ કહે છે ને, જે જન અભિલષે રે તે તો તેહથી નાસે; તૃણસમ જે ગણે રે તેહને નિત્ય રહે પાસે. - તીર્થંકર ભગવંતે અર્થ-કામથી મોઢું ફેરવ્યું, તો ચાલતી વખતે પગ તળે સુવર્ણના સુંદર મુલાયમ કમળ હાજર થયા ! પણ આપણે તો અર્થને માથા પર ચઢાવીને નાચવું છે ! આત્માના ચૈતન્યને પુદ્ગલની જડ વાસનાઓની નીચે કચડાઈ જવા દેવું છે. ભાન નથી કે આ રતચિંતામણિ જેવો માનવભવ તો જડવાસનાઓને કચડી ચૈતન્યને ખૂબ ખૂબ વિકસાવવા માટે છે. અર્થ કામની બહુ કિંમત કરવાથી ચૈતન્ય બુઠ્ઠુ બનતું જાય છે. અર્થ તો નામથી અર્થ છે પણ પરિણામે ભયંકર અનર્થ નીપજાવે છે. અર્થની તૃષ્ણાભરી વિચારણા જ ખરાબ, તેમાં ગમે તેટલું મળે તોય ઓછું પડે. વાતવાતમાં ઘમંડ, ઈર્ષ્યા, શોક, અરતિથી ક્ષણેક્ષણે મનને કાળું કરવાનું ! જરા ગયું તો ‘કેમ ગયું' થાય. કેવી મૂર્ખતા ! જેનો સ્વભાવ જવાનો જ છે તેને મારૂં કરી બેસવું છે ! અને જે પ્રાપ્ત કરીએ તો પછી એ જાય જ નહિ એવા આત્માના ઉત્તમ ગુણોને પ્રગટ કરવાથી દૂર રહેવું છે ! ક્ષુદ્રતા જીવને વિવેક- શૂન્ય રાખે છે. લોભરતિ અને લાભરતિ આત્માને કંગાળ અને પામર બનાવી દે છે - દીનતા નિત્ય દુઃખી

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122