Book Title: Paap Pratighat ane Gun Bijadhan
Author(s): Raj Saubhag Satsang Mandal Saila
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 36
________________ પંચસૂત્ર ભૂમિકા : ર૩ : આમ લાભારતિવશ જીવ એકેન્દ્રિયપણામાં ગયો. હવે એનો શે ઉદ્ધાર ? ભવાભનંદિતા એટલે કે સંસારનો રસ આવા લોભ-લાભરતિ આદિ દુર્ગુણો પર પોષાય છે. ભવવ્યાધિનું કુપથ્ય લોભ-લાભ-રતિ સામે વિચારણા :- અતિ લોભ ને લાભરતિ તો દીર્ઘ ભવવ્યાધિને લાવનાર ભયંકર કપથ્ય છે. જડ પદાર્થના લાભમાં લોભનો વિજય થાય છે. એવા લાભ- લોભના સત્કાર ન હોય, એમાં ખૂમારી ન શોભે. વિચારવું જોઈએ કે “અહો મારા જીવનું કેવું અજ્ઞાન ! કે પરાધીને લાભ પર શાબાશી ? આત્માને કાળો મેશ કરનાર લોભમાં ઉજમાળતા ? લાભ તો પૂર્વના પુણ્યની અનુકૂળતા હોય તો વગર ધારણાએ, અને નહિ જેવી મહેનતે, અઢળક થઈ જાય છે. અનુકૂળતા ન હોય તો ગમે તેટલી ઝંખના, દોડધામ અને હોશિયારી છતાં ખુશામત કરીને પણ લાભ નથી થતો. કદાચ પાપોદયે લેવાના દેવા ય થાય છે. આવા કર્મને આધીન પરના લાભની પૂંઠે શું પડવું ? આત્મામાં પાપનો ગંજ ખડકે એવા તુચ્છ માન-માલનો લોભ શો કરવો ? લોભ તો સુકૃતો, સદાચારો અને સગુણોનો જ કરાય, જેથી સુસંસ્કારો વધે. સત્તા-સંપત્તિ-સન્માનવિષયસુખોના લાભથી તો જુનાજુના અને ભવવર્ધક જાલિમ કુસંસ્કારો દઢ થાય છે ! જેને ભૂંસવાની તક પછીના ભાવોમાં ક્યા મળવાની ? એ તો એને નિર્મળ કરવાની અનુપમ તક આ માનવભવમાં છે. તેને કેમ ગુમાવી દેવાય ?' આ વિચાર નથી. ઈચ્છાઓના ધાડેધાડા હૃદયમાં ઘુસે છે. ચિંતાનો હુતાશન સળગે છે; કારમાં પાપ કરવામાં આંચકો નથી આવતો, ભાઈ ભાઈના કે પિતાપુત્ર જેવાના પવિત્ર સંબંધો ગંદા બનાવાય છે. મહાન ઝઘડા ખડા થાય છે. હિંસા જૂઠ, અનીતિ, ગુસ્સો, પ્રપંચ વગેરે અનેક દુર્ગુણો આત્મામાં જીવંત થાય છે ! આવા અનેક અનર્થોને લાવનાર લોભમાં ખુમારી અને મગ્નતા કરવી એ કેટલી બેવકુફી છે ! આવી જંજાળમાં જીવન પાણીના રેલાની જેમ ચાલ્યું એકાએક પૂર્ણ થઈ જાય છે ત્યારે એ એ લોભ અને લાભ ભવાંતરે જીવને ક્યાંય શરણ કે બચાવ નથી આપવાના એ નિશ્ચિત છે. માટે વિચારીએ કે - “જીવ ! લોભ લાભથી જરા પાછો વળ. એ થઈ જાય ત્યાં એની કવિતા ન ગા. એને કર્તવ્ય ન માન. સમજ કે એ આત્મગુણના ચોર છે, ત્યાજ્ય છે. એને સેવવામાં પુરુષાર્થિપણું નહિ પણ કાયરતા છે. દુન્યવી મહત્વાકાંક્ષા પર . કર્તવ્યને, ગુણનો, હોશિયારીનો, કે નિષ્પાપતાનો સિક્કો મારવો એ ભવાભિનંદીનું બીજું લક્ષણ. ત્રીજો દુર્ગુણ દીનતા એ, કે વાતવાતમાં ઓછું આવે, બધું સુંદર અને સર્વાગ

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122