Book Title: Paap Pratighat ane Gun Bijadhan Author(s): Raj Saubhag Satsang Mandal Saila Publisher: Raj Saubhag Satsang Mandal SailaPage 27
________________ : ૧૪ : પંચસૂત્ર અનાદિ જડાનંદનો સ્વભાવ ગાઢ બન્યો, પણ તેમાં ઉલટ પરિવર્તન ન થયું. સાધુ બન્યો, કષ્ટ સહ્યું, છતાં સ્થિતિ કંગાળ ! કેમકે સર્વવિરતિ લીધી ખરી, મહાવ્રતની પ્રતિજ્ઞાઓ કરી ખરી, પણ જીવ ખાવાપીવામાં સુખશીલતામાં, માનપાનમાં, કષાયોમાં, મસ્તાન બન્યો ! સંજ્ઞાઓ એણે જીતી નહિ, પણ સંજ્ઞાઓથી એ જીતાયો ! મોક્ષ-સાધનામાં બીજ સમ્યક્ત : સબીજ ક્રિયાથી જ મોક્ષ : દા.ત., પ્રોફેસરે વિદ્યાર્થીને રપ વર્ષ ભણાવ્યો. મહાન ગ્રંથોનું દોહન આપી આપી વિદ્યાર્થીને ભણાવ્યો. પણ છવ્વીસમાં વર્ષે પરીક્ષા લીધી ત્યારે સામાન્ય ગણિતના હિસાબમાં ચૂક્યો એ કેવું કરૂણ અંજામ ! તેવીજ રીતે સાધુધર્મ લીધો પણ તેના ફળમાં સંસાર મળે એ કરુણ અંજામ થયો. હિંસાની ઘેલછા, અસંયમની અહર્નિશ કુટેવ, ખાવાપીવાની લાલસા, વિષયોની લંપટતા, કષાય અને પ્રમાદની પરવશતા, - એ આત્માને દયાર્ટ કોટિમાં મૂકે છે. સાધુકિયા કરી પણ ફળ ન મળે તો સમજવું કે વિધિ અને ક્રમમાં ખામી છે. ક્રમથી વિધિપૂર્વકના માર્ગ તરફ માત્ર સમ્યક દ્રષ્ટિ પણ થાય, તો પણ તેની ભવસ્થિતિ અર્ધપુગલ પરાવર્તની અંદર જ. તે વિના ભાવિમાં પારવિનાનો સંસાર છે ! માટે સમ્યત્વ વિના કોઈપણ કરણી અથવા સમ્યક્ત વિનાનું ચારિત્ર આગામી સંસાર-સ્થિતિકાળની કોઈ ગેરેન્ટી (પ્રમાણપત્ર) નથી આપતું. કેમકે એ ક્રિયા નિર્બીજ છે, વંધ્યા છે. બી નહિ હોય તો ફળ થવાની આશા જ નથી. દરેક ક્રિયા અને ચારિત્રમાં બીજ માટે તત્ત્વશ્રદ્ધા અને મોક્ષરુચિ હોવી જ જોઈએ. બીજવિનાની ક્રિયા નિર્બીજ ગણાય, સબીજ ક્રિયાથી જ ફળની પ્રાપ્તિ થાય. સબીજ ક્રિયા આવ્યા પછી દીર્ઘ સંસાર ન હોય. આત્માના પ્રદેશ પ્રદેશે (અણુએ અણુએ) તત્ત્વની શ્રદ્ધા અને મોક્ષરુચિ હોય તો કોઈપણ ક્રિયા તેને સંસારમાં રખડાવનારી ન થાય. એટલા માટે આ શાસ્ત્રના પદાર્થો પરમાર્થથી એજ ક્રમે આવિર્ભત પ્રગટ થાય છે, એમ કહ્યું. ભવાભિનંદી અયોગ્ય : अयं चातिगम्मीरो न भवाभिनन्दिभिः क्षौद्रायुपघातात्प्रतिपत्तुमपि शक्यते આ પંચસૂત્રમાં કહેલા ભાવ અતિગૂઢ અને ગંભીર છે; માટે જ પહેલાં પાપનો સંપૂર્ણ સમૂળગો નાશ કરી ધર્મગુણબીજનું આધાન કરવાનું કહે છે. ભવાભિનંદી (સંસાર-રસિયો) જીવ પોતાની ક્ષુદ્રતા, લોભરતિ વગેરે દૂષણને લીધે આ પવિત્ર પદાર્થો મેળવવા માટે યત નથી કરતો. અરે ! આ પદાર્થોને સમજવા પણ શક્તિમાનPage Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122