Book Title: Paap Pratighat ane Gun Bijadhan
Author(s): Raj Saubhag Satsang Mandal Saila
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 29
________________ : ૧૬ : પંચસૂત્ર પર્વત નારદનું દષ્ટાંત : શ્રોત્રીમતી નામની એક નગરીમાં ક્ષીરકદંબ નામે એક પાપભીરૂ બ્રાહ્મણ રહેતો. એ વેદશાસ્ત્રનો જાણકાર હોઈ એની પાસે એનો પુત્ર પર્વત, બહારથી આવેલ નારદ, અને રાજપુત્ર વસ્તુ શાસ્ત્રાભ્યાસ કરતા હતા. એકવાર ત્યાં આવેલા મહાજ્ઞાની બે મુનિઓમાં એક મુનિ ધીરેથી બીજા મુનિને કહે છે કે આ ત્રણમાંથી બે અધોગામી અને એક ઊર્ધ્વગામી છે. ઉપાધ્યાય એ સાંભળી ગયો. મનને થયું કે વીતરાગના માર્ગને અનુસરનારા આ મહાભાગ અસત્ય બોલે નહિ. ત્યારે એમાં રાજપુત્ર પ્રાયઃ અધોગામી સંભવે છે. બાકી બેમાં કોણ એક અધોગામી, એ તપાસવું જોઈએ. કેમકે અધોગામી હોય તે કોઈ પાપ કર્મો કરે. એવાના ગુરુ બનવામાં મોટો દોષ છે. કહ્યું છે. :-- 'भर्तृ भार्याकृतं पापं शिष्यपापं गुरोर्भवेत् । राज्ञि राष्ट्रकृतं पापं, राजपापं पुरोहिते ॥ અર્થાત “પતિના માથે પતીના, ગુરુના માથે શિષ્યના, રાજાના માથે પ્રજાના, અને પુરોહિતના માથે રાજાના દુષ્કૃત-પાપોનો ભાર ચઢે છે.' એમ વિચારી પરીક્ષા માટે અંધારી રાતે લાખના રસનો ભરેલો ૧-૧ કૂકડો નારદ અને પર્વતને આપી કહ્યું કે મેં આને મંત્રથી મૂચ્છિત કરેલો છેતમે એને “જ્યાં કોઈ ન દેખે ત્યાં મારીને લાવો.” નારદ ગુરુનું વચન અલંધનીય છે એમ માનતો તે લઈને ઉપડ્યો. જંગલમાં જુએ છે તો તારામંડળ જોતું લાગે છે. યક્ષમંદીરમાં યક્ષ જોતો લાગ્યો. શૂન્ય ઘરમાં પણ લાગ્યું કે “અહીં હું પોતે જોવું જ છું. કદાચ આંખ મીંચી દઉં તોય પાંચ લોકપાલ અને દિવ્યજ્ઞાનીઓ આ જુએ જ છે. માટે ગુરુના વચનનો ભાવ એ છે કે આને વગર માર્યો લઈ આવવો.” એમ કરી પાછો લાવી ગુરુને સોંપી દીધો, અને ખુલાસો કર્યો. પર્વત તો સુદ્રમતિવશ જંગલમાં કોઈ માણસ ન દેખે ત્યાં મારીને લાવ્યો. ગુરુએ નારદને આવકાર્યો, અને પર્વતને ઠપકાર્યો કે “ત્યાં તું, લોકપાલ, દેવતાઓ, વગેરે તો દેખતા જ હતા, તો કેમ મારી લાવ્યો ?' હવે ઉપાધ્યાયને મનમાં મુંઝવણ થઈ કે “અરે ! આવા નરકગામી શિષ્યને પકવી હું પાપથી કેવી રીતે છૂટીશ ? સવારે ઉદ્યાનમાં મુનિ પાસે જઈ પૂછે છે, ભગવંત ! કુટુંબનો માણસ દુષ્કૃતમાં પ્રવર્તે તો માલિક અધર્મ વડે બંધાય કે નહિ ?'

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122