Book Title: Paap Pratighat ane Gun Bijadhan
Author(s): Raj Saubhag Satsang Mandal Saila
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 32
________________ પંચસૂત્ર ભીમકા : ૧૯ : કામની જરૂર જ શી છે ?' એમ કરીને આખું જ ઉડાવવાની વાત ! તેમાં બીજાઓના દાન પણ ઉડી જાય એટલી હદની ચેષ્ઠા ક્ષુદ્ર હૃદયમાંથી ઉઠે છે. દિલ જો ક્ષુદ્ર ન હોય, ઉદાર હોય, તો તો આત્મહિતકારી અને જગતહિતકારી દાનાદિધર્મ પ્રત્યે ચાહના ઊભી થાય. એના વિના જીવન અસાર કૂચા લાગે. હૃદયમાં ધર્મની ભાવના એવી ઊછળ્યા કરે કે ધર્મના બાધક પ્રલોભનો તુચ્છ ગણે. ભય રહે કે આ દુન્યવી પ્રલોભનોથી રખે ધર્મભાવના તૂટે ! ધર્મભાવના શું શીખવે છે ? : ધર્મ-ભાવના તો શીખવે છે કે ‘નાશવંત અને આત્મહિતધાતક જડ પદાર્થની બહુ કિંમત શી આંકવી ? રસદાર ભોજન કે હીરામાણેક આદિ તો જીવને પાગલ બનાવી નચાવનારા છે, દુર્ગતિના કૂવામાં ઉતારનારા છે. એના શા` અભખરા રાખવા ? દિલની અભિલાષા તો એક માત્ર અનાસંગ પદની રખાય, પણ પુદ્ગલના સંગની નહિ. હીરામાણેક, મેવામિઠાઈ, બંગલા-વાહન વગેરે બધું તો એકેન્દ્રિય જીવોનાં ક્લેવર છે. એવા તુચ્છ કલેવર માટે ક્ષુદ્ર શું બનવું ? એની ઉજાણી શી માનવી ? મડદા પર ઉજાણી ગીધડા કરે, - ક્ષુદ્રતાને લીધે આવા વિચારનું સ્વપ્ન પણ નથી આવતું. તત્ત્વની મશ્કરી કરવાનું સુઝે છે ! નિર્બુદ્ધિ પોતાની જાતને મહાબુદ્ધિમાન માની મહાજ્ઞાનીઓને સમજણ વિનાના માને છે. અગર થોડું શાસ્ત્રજ્ઞાન પણ હોય તો ય ક્ષુદ્રતાવશ પોતાને પ્રાજ્ઞતાનો ભ્રમ અને અભિમાન ભારે ! ટૂંકમાં કહીએ તો આ ખતરનાક સુદ્રવૃત્તિના પાયા પર અનેકાનેક દોષ દુર્ગુણો અને દુષ્કૃત્યો એટલા રસપૂર્વક સેવાય છે કે ત્યાં ગુણબીજ લાવે એવા વિષયવિરાગ, કષાય-અરુચિ, ક્ષમાદિગુણોની પ્રશંસા, ભવનો ભય, મોક્ષની રુચિ વગેરેના ફાંફા હોય છે. માટે દિલ ઉદાર, ઉમદા, વિશાળ જરૂરી. ભવાભિનંદીનો બીજો દુર્ગુણ લોભરતિ : (લાભતિ) : જીવનમાંથી સદંતર લોભ જવો ઘણો મુશ્કેલ, બહુ ઊંચી કક્ષાની વાત ! પરંતુ ભવાભિનંદી જીવને લોભની ભારે વૃદ્ધિ હોય છે, પક્ષપાત હોય છે. એ તો સિક્કો મારે છે કે ‘લોભ તો રાખવો જ જોઈએ. આપણે તો સાધુ થોડા જ છીએ ? સંસારી છીએ. લોભ ન હોય, ધંધો ન કરીએ, પછી સંસાર કેમ ચાલે ? એવું જીવન તો મુફલિસ ગણાય ! માણસને મહત્વાકાંક્ષા તો હોવી જ જોઈએ' આમ લોભ નીડર૫ણે સેવ્યે જાય, એ માત્ર લોભ નહિ, કિન્તુ લોભરતિ છે. એથી એ અલ્પ લોભી અને અલ્પ ધન ધાન્ય આદિમાં સંતોષી જીવને તો મૂઢ, અજ્ઞાન, એદી રાંકડા સમજે છે. ત્યાગની વાત આવે ત્યારે કહેશે કે બહુ ઝીણું શાસ્ત્ર ! ચોથા આરાની વાત !

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122