Book Title: Paap Pratighat ane Gun Bijadhan
Author(s): Raj Saubhag Satsang Mandal Saila
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 33
________________ : ૨૦ : પંચસૂત્ર આજના કાળે તો વળી લોભ ને લાભ વિના ચાલે ?' એવી લાભારતિવશ ધનમાલ, માનસન્માન, મેવાડકવાન્ન, વગેરેનો લાભ થવા પર એટલો બધો એમાં આસક્ત બને છે, એને એવું સર્વસ્વ માને છે, પ્રાણથી અધિક સમજે છે, કે રાતદિવસ એની જ ચિંતા, એના જ વિચાર, અને એની જ ગડમથલ કર્યા કરે છે. ત્યાં પછી એ ક્ષણિક, ચંચળ અને મર્યા પછી જીવની સાથે નહિ જ જનારી વસ્તુના લાભ કડવા માનવાની વાત ક્યાં ? કપિલ કેવળી : પૌદ્ગલિક લોભ, એની પછી થતો લાભ, એના પર વધતો લોભ અને વધુ મેળવવાની દોડધામ, વળી પૂર્વની પુષ્પાઈ-વશ થતો લાભ, એમ લોભ-લાભની પરંપરા ચાલે છે. એ વિષચક્ર છે. કપિલ બ્રાહ્મણને રાજા બે માસા સોનું ભેટ આપશે એ આશા હતી, પણ જ્યારે રાજા કહે છે “માગ શું જોઈએ છે ?' ત્યારે કપિલને એટલો લાભ નક્કી થઈ જવા પર વધુ લોભ જાગ્યો કે “રાજા મારી ઈચ્છા મુજબ માગવા કહે છે તો પછી ચાર માસા માગું' પણ પાછું મનમાં થયું કે “એટલું તો રાજા આપશે પણ એટલેથી શું ?' એમ લાભ ઉપર લોભ વધ્યો. વળી પાછો રાજાએ આપવાનો આંકડો માંડ્યો નથી એટલે અધિકાધિક લાભ કલ્પી એના પર ‘૮-૧પ-રપ... માગું' એમ લોભ વધતાં ઠેઠ ક્રોડના આંકડે કામ પહોંચ્યું ! ત્યાં પોતે હવે ગોંકી ઉઠે છે, કે “અરે ! આ શું ? આમ તો લોભનો થોભ નહિ ‘રૂચ્છા હું બાસિસમાં મutતો !” અહો ! આ મૂઢ જીવની કેવી અનંતાનંત કાળથી ગોઝારી લોભ ની લત કે હજી આવા ઉચ્ચ માનવભવે પણ છૂટતી નથી ! એ આવા બુદ્ધિ-સમજ-વિવેકના ભવે નહિ છૂટે તો ક્યાં છૂટશે ? લાભ તો અનંતીવાર અનુપમ અનુપમ થઈ ગયા, છતાં લોભ શમ્યો નથી એ હકીકત છે. લાભથી લોભ ન શમે; એ તો તદ્દન નિઃસ્પૃહતાથી જ શમે. માટે મારે હવે લોભ કરાવનાર ઘરવાસ માત્રથી સર્યું” એમ કરી કપિલ મુનિ બન્યા. છ માસમાં આંતરિક સૂક્ષ્માતિસૂક્ષ્મ પણ લોભના ફુરચા ઉડાવી કેવળજ્ઞાની બન્યા ! પરંતુ ભવાભિનંદી જીવ લાભ-લોભના વિષચક્રમાં ફસેલો એ બન્નેને અતિ જરૂરી લેખે છે. કદાચ ભગવાનની ભક્તિ કરે, ગુરુનો ઉપદેશ સાંભળે, આંખમાં આંસુ ય લાવે, ગળગળાપણું દેખાડે, છતાં અંતરમાં લોભ-લાભની ગાંઠ સજડ રાખે છે. ધર્મ-સાધનાને પૌદ્ગલિક લાભ-લોભના ઢાંચામાં ઢાળે છે એનો એને એટલો બધો પક્ષપાત રહે છે કે ત્યાં સર્વથા ધન અને ઈન્દ્રિય વિષયોના ત્યાગની વાત મગજમાં બેસતી જ નથી ! એને સમજાતું જ નથી કે

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122