Book Title: Paap Pratighat ane Gun Bijadhan Author(s): Raj Saubhag Satsang Mandal Saila Publisher: Raj Saubhag Satsang Mandal SailaPage 30
________________ પંચસૂત્ર ભૂમિકા : ૧૭ : સાધુ કહે છે “સળગતો ઘાસનો પૂળો હાથમાં લેનારો દાઝે કે નહિ ? બસ, એમ ઘરમાલિક પણ બંધાય.' બ્રાહ્મણ પૂછે છે તો પછી એ પાપથી મૂકાય કેવી રીતે ?' સાધુ કહે, “જેમ બળતો પૂળો મૂકી દે અને પછી ન દાઝે એની જેમ.' એ સાંભળીને ક્ષીરકદંબે મુનિ પાસે ચારિત્ર લીધું, અને સદ્ગતિનો ભાગી થયો. પાછળથી પર્વતે છાત્રોને “અજૈષ્ણવ્યું ' એવા વેદવાક્યનો “બકરાથી યજ્ઞ કરવો એવો અર્થ બતાવતાં ત્યાં આવેલા નારદે સાંભળ્યું ને કહ્યું કે “ગુરુજીએ તો અજ એટલે બકરો નહિ પણ ન ઉગે એવું જુનું ધાન્ય ડાંગર વગેરે કહ્યું છે.' પરંતુ ક્ષુદ્રતાવશ પર્વત એ કબુલ્યું, નહિ, તેમ ખાનગીમાં એની માતાના કહેવા છતાંય ન માન્યું, અને એ અર્થમાં વસુરાજાની સાક્ષી લેવાનું નક્કી કર્યું. માતાએ પણ પુત્રમોહવશ વસુને ખાનગીમાં પહેલેથી પર્વતનો પક્ષ કરવા ભોળવ્યો. વસુએ જૂઠી સાક્ષી આપતાં ભવનદેવતાએ એને તરત નીચે પટક્યો, એ મરીને નરકમાં ગયો ! પર્વતનો લોકમાં ફિટકાર થવાથી ત્યાંથી એ ભાગ્યો, અને બહાર ઘોર હિંસાનો માર્ગ પ્રવર્તાવી અંતે અધોગતિમાં પટકાયો ! સુદ્રના વિચાર : એક ક્ષુદ્રતા કેવું તત્ત્વ ભૂલાવે છે ! સત્યને ઓલંધાવે છે. અને ભયંકર હિંસાદિમાં રક્ત બનાવે છે ! ત્યાં પછી મોક્ષની દ્રષ્ટિ જ ક્યાંથી જાગે ? માત્ર ભવનો જ આનંદ હોય છે. માટે આ ક્ષુદ્રતા ટાળી ઉદાર દિલે વિચારવું જોઈએ કે, ‘દ્રતાથી તો અનંતા ભવો ભમ્યો ! હવે મોક્ષ ક્યારે નિકટ કરીશું ?' કર્મને શરમ Oી. કર્મ તો શુદ્ર દિલના અતિ દારુણ પરિણામ દેખાડે છે. માટે શુદ્રતાવશ ભવવર્ધક વિષયભોગ અને સ્વાર્થના તુચ્છ બહુમાન ન કરાય.' જો માનપાનાદિ તુરછ સ્વાર્થ તથા ધનમાલ આદિ તુચ્છ વસ્તુના લોભ બહુ સતાવે છે, એની ન્યૂનતામાં બહુ બળાપો થાય છે, તો એ તુચ્છના બહુમાનથી હૃદય શુદ્ર જ રહ્યા કરશે ! દા.ત ઊંધ બહુ વહાલી કરી, ત્યાં અડધી રાતે કોઈએ બારણું ઠોકી બૂમ મારી, તો જાગી જતાં શુદ્ર મનને થશે કે “આ કોણ હરામી આવ્યો ?' પછી ભલે કદાચ પેલાને અંદર લેતાં, એ કોઈ સારી વાત કરવા ઉપર, દિલ લલચાઈ જશે ! ખરી રીતે ક્ષુદ્રતાને બદલે ઉદાર મન રાખી એજ વિચારાય કે “કોણ ભાગ્યશાળી કયા સંકટને લીધે અત્યારે આવ્યો હશે?' તેથી દિલ દયા-સહાનુભૂતિ ભર્યું રહે, અને આત્મા ઉદયના માર્ગે પ્રયાણ કરતો રહે. માત્ર મનનો ઝોક ફેરવવાનો છે.Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122