Book Title: Paap Pratighat ane Gun Bijadhan
Author(s): Raj Saubhag Satsang Mandal Saila
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 23
________________ : ૧) : પંચસૂત્ર થાય છે. ઠેઠ મોક્ષ પામવા સુધી આવી સામગ્રી મળ્યા કરવાની. અશુભ અનુબંધના પ્રતિઘાત અને શુભાનુબંધના આધાનથી આ બની આવે છે. એ પુણ્યાનુબંધી પુણ્યનો પ્રભાવ છે. એમાં મુખ્ય તો વિશુદ્ધ અધ્યવસાય યાને હૃદયનો વિશુદ્ધાભાવ કે જેમાં મોક્ષ ને ધર્મગુણની તીવ્ર તમન્ના વગેરે છે એ ગુણબીજ છે. જ્યારે ગુણબીજાધાનથી હિંસા-વિરમણ આદિ ગુણો તરફ રુચિ સાથે આકર્ષણ ઊભું થયું એટલે આ ગુણો ભૂલથી સ્વીકારવા માટે પ્રયત્ન થાય છે. “શૂલથી' એટલે ગૃહસ્થ ઘરવાસમાં રહેતાં પાળી શકે તેવા મોટા મોટા રૂપમાં હિંસા-વિરમણ, અસત્ય-વિરમણ, વગેરે. એમાં દા.ત. ૧. “નિરપરાધી હાલતા ચાલતા જીવને જાણી જોઈને હું મારીશ નહિ” ૨. “કન્યા, ઢોર, ભૂમિ વગેરે અંગે જૂઠું બોલીશ નહિં....' ૫. પરિગ્રહ અમુક પ્રમાણથી વધુ રાખીશ નહિ....” વગેરે. એને અણુવ્રત કહે છે. સંસારત્યાગી સાધુને મહાવ્રત હોય છે કે જેમાં પૃથ્વીકાય, અકાય, વગેરે નાના જીવોની પણ હિંસા વજર્ય છે, એમ સૂક્ષ્મ પણ અસત્યનું ભાષણ નહિ, ... રાતી પાઈનોય પરિગ્રહ નહિ, ઈત્યાદિ. એ સ્થિતિનું દિલ ઊભું કરવા માટે અહીં અણુવ્રતો, અને એનાં પોષક બાબતોનો આદર, તથા બાધક બાબતોનો ત્યાગ, આ બધાનો અભ્યાસ કરવાનો હોય છે. આ અભ્યાસ મહાવ્રત અને ક્ષમાદિ દશ પ્રકારના સાધુધર્મે પહોંચવા માટે છે ... તેથી એને સાધુધર્મની ભાવનાવાળો અભ્યાસ યાને પરિભાવના કહે છે. પરિભાવના' એટલે ભાવના, ઝંખના, તત્પરતા સાથે ચોક્કસ રૂપના વ્રત-આચારાદિના પાલનનો વારંવાર અભ્યાસ. સાધુધર્મ યાને સર્વવિરતિમય ક્ષમાદિ દશ પ્રકારનો ચારિત્રધર્મ બહુ ઊંચો ધર્મ છે. સર્વ બાહ્ય માયા અને અત્યંતર મમતાદિ છોડીને એ કરવાનો છે, અને તે પણ મન-વચન-કાયા અને ઈન્દ્રિયોની સર્વ અશુભ પ્રવૃત્તિઓ છોડીને મહાવ્રતો અને એની તકેદારીઓના અણીશુદ્ધ પાલન સાથે કરવાનો છે. એ માટે આત્મામાં તેવો વીલાસ જગાડવા માટે પહેલાં અણુવ્રતોનો શુદ્ધ અભ્યાસ કરવો જોઈએ. તે પણ એ અહિંસા-સત્ય વગેરેની સહજ સુંદરતા વગેરે હૃદયમાં અંકિત કરી દઈ તથા એ અકલ્યાણ મિત્રોનો સર્વથા ત્યાગ કરીને કલ્યાણમિત્રોનો ખાસ સંસર્ગ રાખી, ધર્મ-જાગરિકા આદિ સાથે કરવાનો છે. સાધુધર્મ આત્મામાં ઉતારવા માટે આત્માને બહુ યોગ્ય બનાવવો જોઈએ. જીવના સ્વભાવમાં શું લાગે છે ? :- પરિસ્થિતિ એ છે કે આત્માએ અનંતાનંતકાળ એનાથી અવળી ચર્યા ખૂબ રસપૂર્વક આદરી છે, તેથી સાધુધર્મનો સ્વપ્ન પણ ખ્યાલ આવ્યો નથી. સાધુધર્મની કોઈ વાત કરે તો “એજ ખરેખર આત્માનો સ્વભાવ છે એવું ક્યાં ભાસે છે ? સાધુધર્મમાં મુખ્ય તપ અને સંયમ આવે

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122