Book Title: Paap Pratighat ane Gun Bijadhan Author(s): Raj Saubhag Satsang Mandal Saila Publisher: Raj Saubhag Satsang Mandal SailaPage 19
________________ પંચસૂત્ર અર્જુન કૌટુમ્બિક ઝઘડાને લીધે લડવા તૈયાર થયો; છતાં યુદ્ધભૂમિ પર “જુગારમાં ગુમાવેલું રાજ્ય પાછું લેવા જતાં, યુદ્ધ કરીને કુમ્બિઓ, વિદ્યાગુરુ તથા અન્ય ગુણિયલ પુરુષોનો સંહાર કરવો પડે છે; તો એ યુદ્ધ કરવા કરતાં ભીખ માગવી સારી,' એવી ભાવના કરી ! પછી વિજયથી લભ્ય રાજ્ય-સંપત્તિ પર એમ વિરત થઈને શસ્ત્રો હેઠાં મૂકી દીધા ! હવે તેને શ્રીકૃષ્ણ તરફથી લડાઈ માટે એમ ઉત્તેજિત કરવામાં આવે છે કે “આ વિરાગ નથી પણ તારી કાયરતા છે ! આત્મા અજર અમર છે, “એને હું મારું છું' એવો ભ્રમ યાને અભિમાન તું શા માટે રાખે છે ? ...” ઈત્યાદિ. તેથી એ ઉત્તેજિત થઈ ભયંકર લડાઈ લડે છે. આર્યો વચ્ચે ખૂનખાર જંગ જામે છે. તેમાં કોઈ મહાન પુરુષનો નાશ, ભયંકર દ્વેષ, અને દુર્ગાન તથા વિષયતૃષ્ણાનાં પોષણ વગેરે પરિણામ નીપજે છે ! શું આવા વચનો સત્ય અને સુંદર? પાયામાં માંડણી અને અન્તિમ પરિણામ જ આ પ્રકારનું હોય એવાં વચનોને સત્ય અને સુંદર શી રીતે કહી શકાય ? કષાયથી ભૂલા પડેલા જીવોને તથા સંયોગવશ એવાઓનો પક્ષ કરનાર સનોને મારી નાખવામાં મૈત્રી અને કરુણાભાવ ક્યાં રહ્યો ? તો તે વિનાની મોક્ષ-સાધનાની પ્રક્રિયા સત્ય યાને યથાર્થ કેમ ગણાય ? અને એ વીતરાગતા તથા મોક્ષને કેવી રીતે નિપજાવી શકે ? શ્રી ઋષભદેવ-વચન : ત્યારે પંચસૂત્રમાં દર્શાવેલ પ્રયોગ-વિધિનાં ચમત્કાર જોઈએ. ભગવાન ઋષભદેવના અઠ્ઠાણુ પુત્રો, જેમને ભગવાને પોતાની સંસારી અવસ્થામાં અલગ અલગ રાજ્ય આપેલ હતા, તેમના પર મોટાભાઈ ભરતે, ચક્રવર્તીપણું સંપૂર્ણ કરવા માટે પોતાની આજ્ઞામાં આવી જવા, નહિતર લડાઈ માટે તૈયાર થવા આદેશ કર્યો. અઠ્ઠાણું ગુસ્સે થઈ ગયા અને લડી લેવાનું ધારીને પ્રભુ પાસે ભરતની અન્યાયી માગણી પર ફરિયાદ કરવા અને પોતાને ન્યાયી પક્ષવાળા તરીકે લેખાવવા ગયા. તે વખતે આ વીતરાગ સર્વજ્ઞ જગન્દયાળુ પરમાત્માએ એમને કેવો અદ્દભુત બોધ આપ્યો ! એ કહે-- મહાનુભાવ ! તમે ભૂલા ક્યાં પડ્યા ? ભરતને દુશ્મન સમજો છો ? દુશ્મન તો તમારા અંતરમાં બેઠેલ વિષયતૃષ્ણા અને અભિમાન આદિ કષાયો છે. વિરાટ પૃથ્વી પર એક નાનકડા જમીનના ટૂકડાની રાજ્ય-સંપત્તિ પર તમને રાગ અને “અમે એના વ્યાજબી હકદાર' એવું મમત્વ અભિમાન જો ન હોત, તો ભરતને દુશમન શું કામ દેખત ? ભરત એ ઝુંટવીને તમારો પરલોક બગાડે જ એવો નિયમ નથી. જ્યારે આ તૃષ્ણા અહંત આદિ આંતર શત્રુઓ તો પરલોક નિશ્ચિત બગાડે છે. માટે તેPage Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122